: ૨૪ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
એકલો સુખરૂપે થાય છે, અને તે જ વર્તમાન ધર્મ છે. ધર્મરૂપે થવા માટે આત્માને પરની જરૂર પડતી નથી.
જ્ઞાનીને પરથી જુદા પોતાના સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધાન હોવાથી તે પોતે જ જ્ઞાનરૂપે પરિણમેલ છે, તેને કોઈ
સંયોગ અજ્ઞાનરૂપે કરવા સમર્થ નથી–આ વાતને અહીં દ્રષ્ટાંતપૂર્વક વિસ્તારથી સમજાવી છે.
જેમ પુદ્ગલની સુવર્ણરૂપ અવસ્થાનો સ્વભાવ કાદવ વગેરેથી મલિન થવાનો નથી, તેથી સુવર્ણ અન્યના
સંયોગ ટાણે પણ સુવર્ણપણે જ પરીણમે છે, કાદવનો સંયોગ તેને મલિનતારૂપે કરવા સમર્થ નથી, તેમ ધર્મી
એટલે કે આત્માની ધર્મરૂપ થયેલી અવસ્થાનો સ્વભાવ સ્વયં સુખરૂપ અને જ્ઞાનરૂપ જ થવાનો છે. ત્રિકાળ
અનંત ગુણની મૂર્તિપણે છું, ક્ષણિક રાગની લાગણીપણે નથી તેમ જ પરથી બગડું–સુધરૂં એવો નથી–એમ
સ્વાધીન ધર્મની શ્રદ્ધાના બળ વડે જ્ઞાની સુખરૂપ પોતે થાય છે. સુખ માટે કોઈ પર ક્ષેત્ર કે કાળ ઉપર જોવાનું
રહેતું નથી.
લોકો પણ ધર્મની વ્યાખ્યા કરતાં કહે છે કે:–
ધર્મ વાડીએ ન નીપજે ધર્મ હાટે ન વેચાય
ધર્મ વિવેકે નીપજે જો કરીએ તો થાય...
ધર્મ કરીએ–એનો અર્થ ધર્મરૂપે થઈએ. સ્વતંત્રપણે કરે તે કર્તા છે, એટલે કે જે સ્વતંત્રપણે કાર્યરૂપે થાય
તે કર્તા છે. આત્મા ધર્મ કરે એટલે કે આત્મા સ્વયં ધર્મરૂપ થાય. સત્ સ્વરૂપને ઓળખી નિરૂપાધિક ધર્મરૂપ કાર્ય
કરનાર પોતે ધર્મરૂપે થાય કે કોઈ બીજો? કોઈ દેવ–ગુરુ કે શાસ્ત્ર તારા ધર્મરૂપે થનાર નથી.
પ્રથમ શ્રદ્ધામાં પરિપૂર્ણ સુખ સ્વરૂપને સ્વાધીનપણે નક્કી કરે અને પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાનો
સર્વથા ત્યાગ કરે તો તે પોતે શ્રદ્ધામાં ધર્મરૂપ થાય એટલે–પૂર્ણતાના લક્ષે અંશે નિર્મળતારૂપ જે સ્વભાવ પ્રગટ
કર્યો તે રૂપે પોતે થયો. હવે જેટલી અધૂરી અવસ્થા રહી તેને સ્વરૂપ સ્થિરતાના જોરે પલટીને પૂર્ણ નિર્મળતારૂપે–
સુખસ્વરૂપે જ થવાનું પોતાને રહ્યું, પણ કોઈ શરીર–મન–વાણી વગેરે પરરૂપે કે શુભાશુભરાગરૂપે થવાનું પોતાને
સુખ માટે રહ્યું નહિ. જેની આવી દ્રષ્ટિ થઈ તે ધર્મી જીવ ગમે તેવા સંયોગમાં હોય છતાં કોઈ પર તેને લાભ–
નુકશાન કરવા સમર્થ નથી, તેના જ્ઞાનને અજ્ઞાનરૂપ કરવા કોઈ સમર્થ નથી; આત્મામાં જ સુખરૂપ દ્રષ્ટિ થઈ છે
તેથી પરમાં તે અનુકૂળતા–પ્રતિકૂળતા જોતો નથી. પુણ્ય અને પુણ્યના ફળને પણ તે ઈચ્છતો નથી, તેથી
સ્વભાવથી જ તે ધર્મરૂપ થાય છે.
જેમ કોઈ પાપ ભાવ છોડી પુણ્ય ભાવ કરે તેના ફળમાં દેવાદિ પદ મળે છે અને પાપભાવ કરે તેના
ફળમાં નરકાદિ મળે છે– તે બંને વિકાર ભાવ જેમ સફળ છે તેમ પુણ્ય–પાપના વિકાર રહિત નિરાલંબી જ્ઞાયક
સ્વભાવને પૂર્ણ સુખ સ્વરૂપે ઓળખી તેની શ્રદ્ધારૂપે જે કોઈ થાય છે તેને ધર્મની શરૂઆત પોતામાં થાય છે–તેથી
તે પોતામાં સફળ છે. પુણ્ય–પાપ બંને વિકાર હોવાથી તેનું ફળ બાહ્ય સંયોગમાં જાય છે અને સાચી શ્રધ્ધા–જ્ઞાન
તે સ્વભાવ હોવાથી તેનું ફળ સ્વમાં આવે છે.
પોતે જે–રૂપે થઈ શકે છે તે સ્વરૂપને ઓળખવાથી પોતે તે–રૂપે થાય છે, તે પોતાનું સ્વરૂપ હોવાથી પોતા
પાસે રહેશે. અને જે પોતાનું સ્વરૂપ નથી તે વિકારભાવરૂપે પોતે થતો નથી અર્થાત્ તે વિકારભાવ પોતા પાસે
રહેતા નથી. શરીર–મન–વાણીરૂપે કે દેવપદની ધૂળરૂપે તું થઈ શકતો નથી માટે તેની રુચિ છોડ તો તે તારી પાસે
નહિ રહે. અહીં એમ આશય છે કે–રાગભાવ વડે પરનો સંબંધ મળે, પરંતુ સ્વભાવભાવથી–ગુણથી બહારનું કાંઈ
ન મળે, અંદર છે તે સ્વરૂપ પ્રગટ થાય.
જે જીવ પોતાને પરાશ્રયવાળો માને છે અને વિકારીભાવરૂપે થનારો પોતાને માને છે તેની દ્રષ્ટિ પરાશ્રીત
સંયોગ તરફ હોવાથી તે પર તરફની પુણ્ય–પાપની વિકારી લાગણીરૂપે બદલ્યા કરે છે અને પરાશ્રયપણું મારૂં
સ્વરૂપ નથી, હું સ્વાધીન સુખસ્વરૂપે છું–એમ ત્રિકાળ અસંગ સ્વભાવનું જે જીવ ભાન કરે તે જીવ સ્વયં
આત્મધર્મરૂપે થાય છે. પોતે જ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ છે એવી દ્રષ્ટિને ઘૂંટતા ક્ષણિક વિકારનો ક્ષય થતો જાય છે
અને આત્મા પોતે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે તથા વીતરાગતા અને કેવળજ્ઞાન અવસ્થારૂપે થાય છે. જે–
રૂપે પોતે થાય તે સ્વરૂપ પોતાને પૂરેપૂરો માનવો તથા અવસ્થાએ તે રૂપે થવાની શ્રધ્ધા કરવી
સુધારો–અંક–૨૪
‘આત્મધર્મ’ અંક ૨૪ પાનું ૧૯૫ કોલમ ૧ માં “શ્રદ્ધાથી ધર્મીપણું છે–ત્યાગથી ધર્મીપણું નથી” એવું
મથાળું છે તેને બદલે આ પ્રમાણે સુધારીને વાંચવા વિનંતિ છે–“સાચી શ્રદ્ધા વગરના ત્યાગથી ધર્મીપણું નથી.”