Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૨૫ :
અને જે રૂપે પોતે ન થાય તે રૂપે ન થવાની શ્રધ્ધા કરવી તે ધર્મીનું લક્ષણ છે.
આ તો આઠ વર્ષના બાળકને પણ સમજાય તેવી વાત છે. જેને રુચિ થાય તે બધા સમજે છે. કોઈ કહે કે
મારે મોક્ષ જોઈએ છે! તો શું તારે બહારથી મોક્ષ લાવવો છે? શું લોકાગ્રે મુક્તિશીલાના પત્થર પર જવું તે મોક્ષ
છે? કે પોતે ઓળખાણ કરી પૂર્ણ પવિત્ર દશાસ્વરૂપે પ્રગટ થવું તે મોક્ષ છે? મોક્ષદશારૂપે થનાર આત્મા છે.
પુણ્ય–પાપના વિકારભાવ સંયોગના લક્ષે થાય છે–તે બંધભાવ છે, તે બંધભાવથી મુક્તિ એટલે કે અશુદ્ધતાનો
ત્યાગ અને સંપૂર્ણ શુદ્ધતાનું ગ્રહણ તો ચિદાનંદ ધુ્રવ આત્મસ્વભાવના લક્ષે થાય છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ અહીં સુવર્ણ અને લોખંડનું દ્રષ્ટાંત આપી સ્વભાવની સ્વતંત્રતા બતાવે છે કે
કોઈ પર વડે કોઈમાં ફેરફાર થતો નથી. જે પરમાણુઓ સ્વયં સુવર્ણરૂપે થયા છે તેને કાદવ વડે કાટ લાગી શકતો
નથી કેમકે સોનાનો સ્વભાવ જ કાટ લાગવાનો નથી. તેમ જ્ઞાની ધર્માત્માની દ્રષ્ટિ નિત્યનિરાલંબી જ્ઞાનાનંદ
સ્વભાવ ઉપર છે તેથી તે સ્વયં જ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ પરથી લાભ–નુકશાન માનવારૂપ અજ્ઞાન કે રાગ–દ્વેષ
મમતારૂપે તેને કરવા કોઈ સમર્થ થતું નથી.
જેના આધારે ધર્મ રહે અથવા જે ધર્મરૂપ સ્વયં થાય તે ધર્મી. નિત્ય જ્ઞાન અને સુખરૂપ થનારો હું જ છું
એવી જેને સ્વની શ્રદ્ધા છે તે પોતાના સુખ માટે પર સામગ્રી ઈચ્છતો નથી, પુણ્ય–પાપ વિકારરૂપે થવાનું ઈચ્છતો
નથી માટે તે કોઈ કાળે મલિન થતો નથી, પણ સ્વભાવ દ્રષ્ટિના જોરે તેને શુદ્ધિની વૃદ્ધિ જ થાય છે. અલ્પ
અશુદ્ધતા છે તેની મુખ્યતા નથી. શ્રધ્ધામાં પરિપૂર્ણ સ્વાશ્રયી જ્ઞાન સ્વભાવરૂપે થયો તેની મુખ્યતા વર્તે છે, પછી
નબળાઈના કારણે રાગ રહે તે પોતાના કારણે અસ્થિરતાનો રાગ છે, પર સામગ્રીને લઈને રાગ નથી. રાગ
રહિત સ્વભાવરૂપે થનાર છું એવી સ્વરૂપની પ્રતીતિમાં રાગપણે થવાનું જોતો નથી એટલે પરલક્ષે અટકતો નથી.
એક તરફ રામ અને એક તરફ ગામ. એટલે એક તરફ સ્વાશ્રીત સ્વભાવરૂપ ધર્મદ્રષ્ટિ અને બીજી તરફ પરાશ્રીત
વિકારરૂપ અધર્મદ્રષ્ટિ, તેને જુદા પાડે છે. જે ધર્મી છે તેની સ્વાશ્રીતદ્રષ્ટિ હોવાથી તેને કોઈ પર દ્રવ્યો પ્રત્યે
અભિપ્રાયથી રાગ નથી, એટલે તે રાગરહિત સ્વભાવપણે જ થનાર છે. સર્વત્ર નિરાલંબી આત્મા ઉપર દ્રષ્ટિ છે
ત્યાં સર્વ પ્રત્યે રાગનો નકાર વર્તે છે. અને અજ્ઞાનીની પરાશ્રીત દ્રષ્ટિ હોવાથી તે અભિપ્રાયથી સર્વ પ્રત્યે રાગ–
દ્વેષ કરે છે.
ધર્માત્મા ગૃહસ્થદશામાં હોય તો પણ નિરંતર સર્વ તરફથી નિઃશંક અને નિર્ભય છે કે મને રાગ–દ્વેષ–
અજ્ઞાનરૂપ કરવા કોઈ સમર્થ નથી, કારણ કે હું પરપણે થનારો નથી, નિત્ય સ્વપણે થનારો છું. વર્તમાન
નબળાઈના કારણે રાગ થઈ જાય તે રાગનો રાગ ધર્મીને નથી, અને શુભાશુભ રાગના ફેરફારથી મારા શાશ્વત
એકરૂપ જ્ઞાયક સ્વરૂપમાં કાંઈ ફેરફાર થઈ જતો નથી. હું ત્રિકાળ એવો ને એવો જ છું, વિકારનો હું નાશક છું
પણ રક્ષક નથી. જેને રાગનો રાગ છે તેને સ્વભાવની દ્રઢતા નથી પણ રાગનો આદર છે તેથી તે રાગને છોડવા
માગતો નથી. સાક્ષાત્ ભગવાનની હાજરી મને રાગનું કારણ છે એમ જેણે માન્યું તેણે પરના કારણે રાગ માન્યો
છે–તે અજ્ઞાન છે. કેમકે જો પોતે રાગરૂપ સ્વયં ન થાય તો કોઈ પર તેને રાગરૂપ કરવા સમર્થ નથી. ધર્મી જીવ
જાણે છે કે સાક્ષાત્ ભગવાનની હાજરી મને રાગનું કારણ નથી, અસ્થિરતાની નબળાઈ છે તે તોડીને સ્વરૂપમાં
હું ઠરી શક્તો નથી એટલે કે પ્રયત્ન ઓછો છે માટે રાગ આવે છે. જો આ ક્ષણે જ પ્રયત્ન વડે રાગ તોડીને ઠરી
જાઉં તો મારે ભગવાન પ્રત્યેના રાગમાં રોકાવું નથી. ભગવાન ભલે બિરાજે, તેના કારણે મને રાગ નથી. મને
કોઈ રાગરૂપે કરવા સમર્થ નથી. તે આ ગાથામાં કહ્યું છે:–
છો સર્વ દ્રવ્યે રાગવર્જક, જ્ઞાની કર્મની મધ્યમાં;
પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમ મધ્યમાં.–૨૧૮
પણ સર્વદ્રવ્યે રાગશીલ, અજ્ઞાની કર્મની મધ્યમાં;
તે કર્મ રજ લેપાય છે, જ્યમ લોહ કર્દમ મધ્યમાં.–૨૧૯
ટીકા:–જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય તો પણ કાદવથી લેપાતું નથી (અર્થાત તેને કાટ
લાગતો
આજીવન બ્રહ્મચર્ય
સાં–૨૦૦૧ ના ભાદરવા સુદ ૫ ના રોજ દામનગરના કામદાર લલુભાઈ નાગરદાસ [ઉ. વ. ૫૦] તથા
તેમના ધર્મપત્ની કેસર બેન [ઉ. વ. ૪૦] તેઓએ સજોડે પૂ. સદ્ગુરુદેવશ્રી સમીપે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર
કર્યું છે.