: ૨૬ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
નથી) કારણ કે તે અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે જ્ઞાની કર્મની મધ્યે રહ્યો હોય તો પણ કર્મથી
લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની
અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમં લોખંડ કાદવ મધ્યે પડ્યું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ
લાગે છે) કારણ કે તે લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય
છે કારણ કે સર્વ પર દ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું અજ્ઞાનીને હોવાથી
અજ્ઞાની લેપાવાના સ્વભાવવાળો છે.
ધર્મી જીવ કોઈ પ્રકારનો રાગ કરવા જેવો માનતો નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર પણ સામગ્રીમાં જાય છે. અહો!
મેં શ્રી સમયસારજીની સ્થાપના કરી અને તેમને પધરાવ્યાં, હવે તે પ્રત્યેનો રાગ કેમ તોડાય? એમ માને તો તે
ઊંધી દ્રષ્ટિનો રાગ છે, કેમકે તેમાં રાગ કરવા જેવો માન્યો અને સામગ્રીથી રાગ થાય એમ માન્યું. જ્ઞાનીઓ
અંશમાત્ર રાગ કોઈ પણ પ્રત્યેનો કરવા જેવો માનતા નથી. કોઈ પણ રાગ મારી શાંતિનું કારણ નથી એવી દ્રષ્ટિ
જાગૃત હોવાથી જ્ઞાની રાગથી લેપાતો નથી, તેને રાગની ભાવના કે હોંશ થતી નથી.
જેમ કોઈ સંસાર પ્રત્યેનો રાગ કરવા જેવો માને છે તેમ જો કોઈ દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપરનો રાગ કરવા
જેવો માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ થોડી કરી, પરજીવની દયા થોડી પાળી માટે મોક્ષ
અટક્યો છે એમ નથી, તેમજ મારાથી ઘણા જીવો ધર્મ સમજે તો હું વહેલો મોક્ષ જાઉં–એ માન્યતા પણ ભ્રમ છે,
વળી મેં ઘણી હિંસા કરી છે માટે જ્યાં સુધી બધા પ્રાણીઓ મને ક્ષમા ન આપે ત્યાં સુધી મારાથી વિકલ્પ તોડીને
મુક્તિ ન થઈ શકે–એ માન્યતા પણ ભૂલ છે–એ બધામાં સંયોગથી અને પરથી જીવ પોતાનો ધર્મ માને છે, તેથી
તે અજ્ઞાન છે. સહુ પોતાવડે પોતાના ભાવમાં નુકશાન કરે છે અને પોતાનો અજ્ઞાનભાવ પલટાવીને તે નુકશાન
પોતે ટાળી શકે છે.
હું મારી ભૂલથી વિકારરૂપે દુઃખી થનાર છું અને ભૂલરહિત સ્વભાવના ભાન વડે ભૂલ ટાળીને અવિકારી
સુખરૂપે થનાર હું જ છું–આવો જેને નિર્ણય છે તેને પર સામે જોવાનું રહેતું નથી. પર જીવ ક્ષમા આપે કે ન આપે
પણ “હું જ્ઞાન સ્વરૂપ છું” અને મારા જ્ઞાનનો સ્વભાવ રાગને છોડવાનો છે” એવા ભાન દ્વારા સ્થિરતા કરીને
પોતે રાગ રહિત વીતરાગ થઈ જાય છે. તીર્થંકર ભગવાન હાજર હોય ત્યાં સુધી શુભરાગ ન છૂટે અથવા તો પર
જીવ ક્ષમા ન કરે તો મોક્ષ અટકે એમ જેણે માન્યું તેણે પોતાને રાગરૂપ થનાર માન્યો છે એટલે કે તે રાગને
પોતાનું સ્વરૂપ માને છે. સર્વ પ્રકારની વિરોધરૂપ માન્યતા ટાળી હું સ્વયં વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપે
થનાર છું એમ જેણે જાણ્યું તે ખરેખર કોઈ તરફના રાગમાં અટકનાર નથી, તે રાગરૂપે થનાર નથી પણ જ્ઞાનરૂપે
જ થનાર છે. મારું હોવાપણું–થવાપણું નિત્ય સ્વ સ્વભાવપણે છે પણ કોઈ પરમાંથી મેળવવું પડે કે રાગ કરું તો
ટકે એવું મારું સ્વરુપ નથી–આવી નિર્દોષ દ્રષ્ટિ તે ધર્મ છે, અને ધર્મીનો સ્વભાવ સર્વ પ્રકારના રાગના ત્યાગરૂપે
રહેવાનો છે.
જુઓ, ભાઈ! આવું પરમ સત્ય માનવામાં અને સમજવામાં અપૂર્વ ધર્મ છે. ધર્મરૂપે થનાર ધર્માત્માનો
અંતર અભિપ્રાય કેવો હોય તે સમજવાની આ વાત છે. ધર્મી એટલે સમ્યગ્દ્રષ્ટિ આત્મા પોતે જ સ્વભાવથી
વિકારના ત્યાગ સ્વરૂપે અને જ્ઞાનપણે થનાર સ્વભાવવાળો છે. પોતાના સ્વભાવની શ્રદ્ધાના જોરે તે સાક્ષાત્
નિર્મળતાનો ઉત્પાદક [નિર્મળતારૂપે થનાર] અને અશુદ્ધતાનો નાશક છે, તેથી તેને નિર્જરા જ છે અને તે
અલ્પકાળમાં પૂર્ણ સ્વભાવની અબંધદ્રષ્ટિના જોરે પૂર્ણ સુખ સ્વરૂપ થાય છે. જે પોતે જ સુખ સ્વરૂપે થાય છે તેને
સુખ માટે કોઈ વિકલ્પ, મન–વાણી–દેહ, દેવ–ગુરુ–શાસ્ત્ર કે ક્ષેત્ર–કાળના સંયોગની જરૂર નથી.
અહો! આ તો ભગવાન આત્માની, બધાની સ્વતંત્રતાની વાત છે. સહુના ઘરની સુખરૂપ વાત છે. હું
એકલો પૂર્ણ સુખસ્વરૂપ છું, મારે કોઈની જરૂર નથી, હું જ મારાથી મહિમાવંત છું, ક્ષણિક વિકારથી મારો મહિમા
નથી. આ વાતને જીવે પ્રીતિથી ધારણ કરી તેનું મનન કરી અંતરમાં મહિમા લાવી નિઃસંદેહ નિર્ણય કરવો
જોઈએ.
આજીવન બ્રહ્મચર્ય
સાં–૨૦૦૧ ના ભાદરવા સુદ ૫ ના રોજ લીંબડીવાળા ભાઈ કેશવલાલ છોટાલાલ [ઉ. વ. ૪૭] તથા
તેમના ધર્મપત્ની મરઘા બેન [ઉ. વ.] તેઓએ સજોડે પૂ. શ્રી સદ્ગુરુદેવશ્રી સમીપે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર
કર્યું છે.