કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૨૭ :
ધર્મની વસ્તુસ્થિતિ તો ત્રણેકાળ આમ જ છે એમ પ્રથમ જ્ઞાન–શ્રદ્ધાન વડે આત્મામાં ઉત્કૃષ્ટપણે બહુમાન
લાવી સાચો નિર્ણય કરે તો ધર્મરૂપે–સુખરૂપે થનારને જે સ્વરૂપે કબુલ્યો અને પ્રતીતમાં લીધો તે રૂપે તે થાય જ
થાય. માટે વસ્તુસ્વરૂપ જે રીતે છે તે રીતે સમજી તે રૂપે થવું તે જ બધાને માટે કલ્યાણનો સનાતન મૂળ માર્ગ છે.
સર્વદ્રવ્યથી ભિન્ન મારા સ્વરૂપમાં જ સુખ છે, સર્વ દ્રવ્યપ્રત્યે રાગ કરનાર હું નથી અર્થાત્ કોઈ પ્રકારનો
રાગ તે મારું કર્તવ્ય નથી એવી શ્રદ્ધારૂપ પ્રથમ થવું જોઈએ. સાચી સમજણ થયા પછી તરત જ બધો રાગ ન
ટળી શકે ત્યાં અશુભ ભાવોથી બચવા નિર્દોષ દેવ, ગુરુ, શાસ્ત્રની ઓળખાણ સહિત ભક્તિ, પૂજા, વ્રત વગેરે
પ્રકારના શુભરાગ આવે પણ જ્ઞાનીને તે રાગની રુચિ કે ભાવના નથી. કેમકે જ્ઞાનીનો સ્વભાવ સર્વ દ્રવ્ય પ્રત્યેનો
રાગ છોડવાનો છે, જ્ઞાનીને નિરાલંબી વીતરાગ સ્વરૂપે થવાની ભાવના છે. સર્વદ્રવ્યના આલંબન રહિત સ્વાધીન
મારૂં સ્વરૂપ છે એવી નિરાલંબન સ્વરૂપની દ્રષ્ટિ અને સ્થિરતારૂપે થનાર હું છું–એવો નિઃસંદેહ નિર્ણય પ્રથમ
આત્મામાં જે કરે તે રાગરહિત વીતરાગ સ્વરૂપે પરિણમે છે.
શ્રી સમયસારજીની છેલ્લી ગાથામાં કહ્યું છે કે–
“આ સમય પ્રાભૃત પઠન કરીને, અર્થ–તત્ત્વથી જાણીને;
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫
સર્વ શાસ્ત્રોના નીચોડરૂપ આ સમયસારજીમાં સર્વજ્ઞ ભગવાને કહ્યા અનુસાર જે લાયકજીવ ચૈતન્ય
પ્રકાશરૂપ આત્માને અર્થ અને તત્ત્વથી જાણીને–સ્વભાવ શું અને અવસ્થા શું તે જાણીને પોતાના સ્વભાવમાં
પુણ્ય–પાપરહિતની શ્રદ્ધા–જ્ઞાન સ્થિરતાપણે ઠરશે તે આત્મા પોતે જ ઉત્તમ સુખરૂપ થશે. અહીં “તે આત્માને
સુખ મળશે” એમ નથી કહ્યું પરંતુ “તે પોતે જ સુખરૂપ થશે” એમ કહીને સુખ અને આત્માનું અભેદપણું
બતાવ્યું છે, એટલે આત્માને ક્યાંય બહારથી સુખ આવતું નથી પણ આત્મા પોતે જ સુખમય છે એમ બતાવ્યું
છે. સુખગુણ આત્માનો છે તેને કોઈ બીજો લઈ ગયો નથી કે આત્માને પોતાના સુખ માટે બીજાની જરૂર પડે!
સ્વભાવથી પોતે સુખસ્વરૂપ છે માટે કોઈ પાસે રાંકાઈ કે ઓશિયાળ કરવાની જરૂર નથી. તેમ જ સુખ માટે કોઈ
સંયોગ મેળવવા પડતા નથી. મુક્તિ એટલે સર્વ વિભાવથી છૂટા થવું તે, અથવા તો બધા દુઃખથી છૂટીને પૂર્ણ
સુખરૂપ થવું તે. સુખ સ્વમાં પરિપૂર્ણ છે તે પ્રગટ થાય છે, કાંઈ સિદ્ધ શિલામાંથી સુખ આવતું નથી.
આત્માને કોઈ બહારના સંયોગમાંથી સુખ આવતું નથી. જો બહારથી સુખ મળતું હોય તો સુખ પણ
સંયોગી ચીજ છે એમ ઠરે, પરંતુ સુખ તો આત્માનો સ્વભાવ છે, એ કોઈ સંયોગથી ઉત્પન્ન થતું નથી. આત્મા
પોતે જ સુખસ્વરૂપે છે તેથી પોતાને સુખરૂપ થવા માટે કોઈ પરચીજની કે પરચીજ તરફના વલણની આત્માને
જરૂર નથી. સ્વાધીન સ્વરૂપે આત્મા સુખી છે. સોનું જેમ સ્વભાવથી–પોતાની શક્તિથી જ મલિનતાના ત્યાગરૂપ
સ્વભાવે પરિણમેલું છે તેથી કાદવના સંગમાં રહેવા છતાં તેને કાટ લાગતો નથી, તેમ સ્વભાવથી જ જ્ઞાનરૂપે
પરિણમેલા આત્માનો સર્વ રાગના ત્યાગરૂપ સ્વભાવ છે તેથી ગમે તેવા સંયોગમાં હોવા છતાં તે જ્ઞાનરૂપ જ
પરિણમે છે, અસ્થિરતાનો રાગ હોવા છતાં તેનો સ્વભાવ રાગના ત્યાગરૂપ છે, પરિપૂર્ણ સ્વભાવની ભાવનામાં
ક્ષણિક રાગની ભાવના નથી. માટે કહ્યું કે–જ્ઞાનરૂપે થયેલા આત્માનો સ્વભાવ સર્વ પરદ્રવ્યોપ્રત્યે કરવામાં
આવતો જે રાગ તેના ત્યાગરૂપ છે.
અજ્ઞાનીને સ્વ–પરની જુદાઈનું ભાન નથી, જ્ઞાન અને રાગનો વિવેક નથી, પોતાનો સ્વાધીન
જ્ઞાનસ્વભાવ જ સુખમય છે એવી પ્રતીત નથી તેથી તેને સંયોગ અને રાગની રુચિ છે તથા તેની ભાવના છે
તેથી સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ તે અજ્ઞાનીનો સ્વભાવ છે. [અહીં જ્ઞાનરૂપ
અવસ્થા અને અજ્ઞાનરૂપ અવસ્થા એ બંને અવસ્થાનું સ્વરૂપ સમજાવ્યું છે.] અજ્ઞાની પરદ્રવ્યથી સુખ–દુઃખ
માનતો હોવાથી સર્વ પરદ્રવ્યો પ્રત્યે અમર્યાદપણે રાગ–દ્વેષ કરીને તે દુઃખી જ થાય છે. જેમ લોઢારૂપ વર્તમાન
અવસ્થાનો સ્વભાવ કાદવના સંયોગે કાટરૂપ થવાનો છે–[અહીં એ ધ્યાન રાખવું કે કાદવ પોતે લોઢાને કાટરૂપ
કરતો નથી પરંતુ લોઢારૂપ તે પર્યાયનો સ્વભાવ જ કાટરૂપ થવાનો છે તેથી તે કાટ–
આજીવન બ્રહ્મચર્ય
સાં. ૨૦૦૧ ના ભાદરવા સુદ ૧૪ [અનંત ચતુર્દશી] ના રોજ જામનગર ના ભાઈ જયંતીલાલ હીરાચંદ
ભણશાળી [ઉ. વ. ૪૨] તથા તેમના ધર્મપત્ની બેનકુંવર બેન [ઉ. વ. ૩૬] તેઓએ સજોડે પૂ. સદ્ગુરુદેવશ્રી
સમીપે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે.