: ૨૮ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
રૂપ થાય છે] તેમ અજ્ઞાનની ક્ષણિક અવસ્થારૂપે થયેલા અજ્ઞાનીનો વર્તમાન અવસ્થામાં પરાશ્રિત દ્રષ્ટિથી
વિકારરૂપ થવાનો સ્વભાવ છે. કોઈ પરદ્રવ્ય તેને વિકારરૂપ કરતું નથી પણ પોતે જ સ્વાધીન લક્ષને ચૂકેલો
હોવાથી પરાશ્રયે વિકારી થાય છે. ‘હું અવિકારી અસંગ સ્વરૂપે ત્રિકાળ છું’ એની અજ્ઞાનીને ખબર નથી અને
પર પ્રત્યે રાગ–દ્વેષરૂપે હું થનાર છું, મને પરથી સુખ–દુઃખ થાય છે, સંયોગના ફેરફારે મારા ભાવમાં ફેરફાર થાય
છે–એમ તે પોતાને પરાશ્રિત માને છે અને પરને લીધે હું વિકારરૂપ થાઉં છું એમ જેણે માન્યું તેણે પોતાને પરથી
જુદો ન માન્યો, તેથી પર લક્ષ છોડીને સ્વરૂપમાં તે ઠરી શકે નહિ, માટે તે અજ્ઞાનીનો સ્વભાવ સર્વ પર દ્રવ્યો
પ્રત્યે રાગ કરવાનો છે. એક તરફ પરિપૂર્ણ સ્વ અને બીજી તરફ સર્વ પર–એમ બે ભાગ પાડી વહેંચણી કરીને
ભેદવિજ્ઞાન જ અહીં કરાવે છે. આજની વાત બહુ જ સરસ શૈલિથી આવી છે, આજના ન્યાયો વારંવાર વિચારીને
ઓગાળવા જેવા છે, અંતરમાં મનન કરી નિર્ણય કરવાનો છે.
દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે અને પરના સ્વરૂપે ત્રણકાળમાં નથી–એ મૂળ સત્ય છે. દરેક આત્મા પરથી
ત્રિકાળ જુદા છે માટે પરવડે કોઈને કોઈ રીતે લાભ–નુકશાન થઈ શકે નહિ. બધા આત્મા પોતાના સ્વરૂપથી
ભગવાન જ્ઞાનાનંદ પૂર્ણ સામર્થ્યવાન છે, ક્ષણિક વિકાર પૂરતા નથી, વિકારરૂપે થનાર નથી. વર્તમાનમાં મોક્ષ–
સ્વરૂપ છે; આવી આત્મસ્વરૂપની વાત પોતાના આત્મામાં બેઠી છે એવા ઘણા જીવો તૈયાર થયા છે, મુક્તિની
મંડળી તૈયાર થઈ છે. આ તો સનાતન સત્ય જાહેરમાં મૂકાય છે. બધા આત્મા સ્વભાવે મોક્ષસ્વરૂપ છે તે
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને તેની અરાગી સ્થિરતારૂપ થનાર હું સ્વયં છું એવી શ્રદ્ધા કરીને આત્મામાં પર
માનંદદશાની પ્રસિદ્ધિ કરવાનો ઢંઢેરો પીટાય છે.
અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ ઉપર છે તેથી તે પોતાનું સ્વાધીન સુખસ્વરૂપ વાસ્તવિકપણે કબુલી શક્તો નથી.
જેવું સ્વરૂપ છે તેવું જોતો નથી. જેવું પરિપૂર્ણ પોતાનું સ્વરૂપ છે તેવું જ જાણવું–માનવું અને તેમાં જરાય
વિપરીતતાનો સ્વીકાર ન થવા દેવો એ જ જાગૃતિરૂપે આત્મધર્મનો અનંત પુરુષાર્થ કર્યા કરવાની સત્ ક્રિયા છે.
આત્મા અંતરંગ જ્ઞાનાનંદ સ્વરૂપે છે, દેહાદિરૂપે કે પુણ્ય–પાપરૂપે નથી. એની રુચિ અને પ્રતીત અજ્ઞાનીને નથી
તેથી તેનું લક્ષ પર ઉપર છે, પરરૂપે થનાર છું એમ પોતાને માને છે તેથી સુખ માટે તે સંયોગ માગે છે.
પેટમાં રોટલા પડે તો શાંતિથી ધર્મ થાય, સારૂં વાતાવરણ હોય તો સદ્દવિચારો આવે, પણ રસોઈના કામ
કરતાં કરતાં કાંઈ સારા ભાવ આવે? જો ભગવાનની પ્રતિમા પાસે જઈએ તો શુભભાવ થાય–એ વગેરે પ્રકારે
અજ્ઞાની નિરંતર પરાલંબી દ્રષ્ટિ વડે પોતાનું સુખ પરાધીન માને છે. અનાદિની એવી પરાશ્રિત દ્રષ્ટિ વડે સાક્ષાત્
તીર્થંકરની ધર્મસભામાં ગયો ત્યાં પણ સ્વાધીન સ્વરૂપમાં સુખ છે એવી સ્વાધીન તત્ત્વ દ્રષ્ટિ કરી નહિ, અને
કંઈક પુણ્ય જોઈએ તથા અમુક સંયોગ હોય તો ઠીક એવી પરાશ્રિત બુદ્ધિરૂપ ઊંધી માન્યતાની પક્કડ છોડી નહિ,
તેથી જ દુઃખી થઈને રખડયો.
જે પરથી પોતાને સુખ માને તે પર ઉપરથી દ્રષ્ટિ કેમ ઉઠાવશે? પર ઉપરથી દ્રષ્ટિ ઉપાડ્યા વગર અજ્ઞાન
ટળે નહિ. અને અજ્ઞાનભાવે જે જે પદાર્થોને અનિષ્ટ–ખરાબપણે જેણે માન્યા તે બધા પ્રત્યે દ્વેષ કરવા જેવો તેણે
માન્યો છે. પરપદાર્થના કારણે જેણે નુકશાન માન્યું તેણે પરપદાર્થ મને દ્વેષ કરાવે એમ માન્યું છે તેથી તે દ્વેષ
ટાળી શકશે નહિ. અજ્ઞાની અનંત પરપદાર્થોમાં અનુકૂળ–પ્રતિકૂળપણાના ભાગલા પાડીને સર્વ પ્રત્યે રાગ–દ્વેષ કરે
છે તેથી વર્તમાન અજ્ઞાનદશાનો સ્વભાવ (લોઢાના દ્રષ્ટાંતે) સર્વ પ્રત્યે રાગ–દ્વેષ કરી કર્મથી લેપાવાનો છે,
અજ્ઞાની રાગની રુચિ છોડતો નથી, અજ્ઞાનીનું લક્ષણ જ રાગને કર્તવ્ય માનવાનું છે. જેણે પરથી પોતામાં સુખ
દુઃખ માન્યું તેણે પર મારામાં પેસી મારા પણે થાય છે અને મારા ગુણ પરમાં જાય છે એમ માન્યું છે, પણ
વસ્તુની સ્વાધીનતાને તેણે માની નથી.
નિમિત્ત એટલે પરવસ્તુ. પરવસ્તુથી લાભ નુકશાન માન્યું તેણે, નિમિત્તો હું સારા મેળવું તો મને સુખ
થાય, પરનું ગ્રહણ–ત્યાગ હું કરી શકું, પરને મારા તાબે કરીને તેની વ્યવસ્થા રાખી શકું એટલે કે પરપદાર્થોનો
સંબંધ મેળવીને તે બધા સાથે રાગ–દ્વેષ કર્યા કરૂં–એમ માન્યું, તે ઊંધી દ્રષ્ટિરૂપ મહા અજ્ઞાનમાં ચૈતન્ય સ્વરૂપની
અનંતી હિંસા કરનાર મહાપાપ છે, અને તે મહાપાપરૂપ દ્રષ્ટિ જ સંસારના અનંતા જન્મ–મરણના ગર્ભમાં
ગળાવાનું મૂળ છે.
આ વાત બહુ સરસ છે, આત્મસ્વરૂપની વાત અપૂર્વ છે, સમજવા જેવી છે. રુચિપૂર્વક એક કલાક
સાંભળવામાં ધ્યાન રાખે તોય મહા પુણ્ય બંધાય અને તેના ફળમાં ફરી આત્મ હિતની પરમ સત્ય વાત
સાંભળવાના