Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૨૯ :
ટાણાં મળે. અને–જે જીવ આ સત્ય
વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી,
સાચી સમજણ વડે પોતાના હિત–
અહિતનો વિવેક કરે અને સત્યનું
બહુમાન તથા મહિમા લાવી વિચારે
તેને તો અપૂર્વ કલ્યાણસ્વરૂપ
સમ્યગ્દર્શન–આત્મભાન થાય અને તેને
નિર્જરા રૂપ ધર્મ થાય. સત્ય સમજવા
તરફ રુચિ કરી તેનું બહુમાન લાવી
વિચાર કરે તો જીવ ધર્મ સન્મુખ થાય
અને તેમાં નિર્જરા પણ થાય છે.
સત્યની રુચિ, અને બહુમાન ક્યારે
થાય? કે જો તેની (સત્યતાની) કિંમત
થાય તો.
આજે ઘણું સુંદર વ્યાખ્યાન
આવ્યું છે. જ્ઞાની અને અજ્ઞાનીના
સ્વરૂપની ઓળખાણ આપી છે.
અજ્ઞાનીને નિમિત્તાધીન સુખબુદ્ધિ
છૂટતી નથી એટલે તે બહારથી સુખ
મેળવવવા માગે છે. શરીરાદિ સારાં રહે
અને શ્રવણ સારૂં હોય તો મને સુખ
થાય એમ તે માનતો હોવાથી
પરપદાર્થનો સંબંધ અને રાગ કરવાનો
તે કામી છે, સંગ અને વિકારથી તે
છૂટવા માગતો નથી, માટે લોખંડની
જેમ અજ્ઞાની રાગથી લેપાવાના
સ્વભાવવાળો છે, તેથી તે રાગના અને
પરના સંબંધવાળો–પરાધીન દુઃખી જ
રહે છે. અને જ્ઞાનીને શુદ્ધ સ્વાધીન દ્રષ્ટિ
અને અંતરભાન પ્રગટ હોવાથી તે કોઈ
પણ પરદ્રવ્ય પ્રત્યે રાગ–દ્વેષ કરવા જેવો
માનતો નથી. સ્વદ્રવ્યમાં પરિપૂર્ણ
સ્વાધીન સુખ માનતો હોવાથી તે
સ્વમાં જ ઠરવા માગે છે, તેથી સુવર્ણની
જેમ તે રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો
છે. અસ્થિરતાની વૃત્તિ થઈ જાય તેનો
તે નાશક છે. આ રીતે દ્રષ્ટિના ફેરથી
જ્ઞાની અને અજ્ઞાનીમાં આકાશ–પાતાળ
જેવડો મહાન તફાવત છે, તે અહીં
સમજાવ્યું છે.

વીર સાં. ૨૪૭૧ ના પર્યુષણ દરમિયાન પૂ. સદ્ગુરુદેવ ।। ।।
श्री सद्गुरुदेवने अत्यंत
ः भक्तिए नमस्कारः
શ્રી કાનજી સ્વામીનાં વ્યાખ્યાનો
ભૈયા ભગવતીદાસજી કૃત
ઉપાદાન – નિમિત્તનો સંવાદ
શ્રાવણ વદ ૧૩ : તા. ૫–૯–૪૫
આ ઉપાદાન–નિમિત્તનો સંવાદ છે. ઉપાદાન અને નિમિત્ત એ
બંનેનો ઝગડો અનાદિથી છે. ઉપાદાન એમ કહે છે કે જ્ઞાન, દર્શન,
ચારિત્રાદિ ગુણોની સંભાળ કરવાથી આત્માનું કલ્યાણ રૂપી કાર્ય થાય.
નિમિત્ત એમ કહે છે કે શરીરાદિની ક્રિયા કરવાથી કે દેવ–ગુરુ–શાસ્ત્રથી
અને શુભ ભાવથી આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે પોતે પોતાની
વાત સિદ્ધ કરવા ઉપાદાન અને નિમિત્ત બંને દલીલો રજુ કરે છે, અને એ
ઝઘડાનું અહીં વીતરાગ શાસનમાં સાચા જ્ઞાન વડે સમાધાન થાય છે.
અનાદિથી જગતના અજ્ઞાની જીવોની દ્રષ્ટિ પર ઉપર છે તેથી
‘મારા આત્માનું કલ્યાણ કરવાની મારામાં તાકાત નથી, હું પાંગળો–
શક્તિ વગરનો છું, કોઈક દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પર મને સમજાવી દે
તો મારું કલ્યાણ થાય’ એમ પરની ઓથે આત્માનું કલ્યાણ અનાદિથી
માને છે. જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના આત્મા ઉપર છે તેથી તે એમ માને છે
કે આત્મા પોતે પુરુષાર્થ કરે તો મુક્તિ થાય. પોતાના પુરુષાર્થ સિવાય
કોઈકના આશીર્વાદ વગેરેથી કલ્યાણ થશે એમ માનવું તે અજ્ઞાન છે.
આ રીતે ઉપાદાન કહે– આત્માથી કલ્યાણ થાય, નિમિત્ત કહે–પર
ચીજનો સાથ હોય તો કલ્યાણ થાય. એમાં નિમિત્તની વાત તદ્ન
અજ્ઞાન ભરેલી–ખોટી છે એમ આ સંવાદથી સિદ્ધ કરશે.
ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. આત્મા પરથી જુદો છે,
દેહાદિ કોઈ પર વસ્તુથી આત્માનું કલ્યાણ નથી–એમ શ્રદ્ધા–જ્ઞાન
કરવાં તે ઉપાદાન કારણ છે.
નિમિત્ત એટલે અનુકુળ સંયોગી બીજી ચીજ. જ્યારે આત્મા
સાચી શ્રદ્ધા–જ્ઞાન કરે ત્યારે જે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર હાજર હોય તેને
નિમિત્ત કહેવાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્ર તે મારાથી જુદા છે અને અને પુણ્ય–પાપના
ભાવો તે પણ હું નથી, હું જ્ઞાનાદિ અનંત ગુણનો પિંડ છું–એમ જીવ
પોતાની શક્તિની સંભાળ કરે તે ઉપાદાનકારણ છે અને પોતાની
શક્તિ તે ઉપાદાન છે. આમાં ઉપાદાન અને ઉપાદાનકારણમાં શું ફેર તે
સમજાવ્યું ઉપાદાન તે ત્રિકાળી દ્રવ્ય છે અને ઉપાદાનકારણ તે પર્યાય
છે. જે જીવ ઉપાદાનશક્તિને સંભાળીને ઉપાદાનકારણ કરે તેને
મુક્તિરૂપી કાર્ય પ્રગટે જ.