Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૬ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
સપ્રભત મગળક : : :
આજે બેસતું વરસ છે. નવા વરસનાં પ્રભાત તો ઘણાં ઊગે છે પરંતુ આત્માના સમ્યગ્જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ
ખીલીને જે કેવળજ્ઞાન પ્રગટે છે તે જ ખરૂં સુપ્રભાત છે. નવાં વરસનાં પ્રભાત તો ઘણાં આવ્યાં અને ઘણાં ગયાં
પણ પ્રભાત તો તેને કહેવાય કે આત્માનો જે કેવળજ્ઞાન સૂર્યનો જળહળતો પ્રકાશ ઊગ્યો તે ઊગ્યો, પછી અસ્ત
ન થાય–તેનું નામ સુપ્રભાત, સુપ્રભાત મંગળિક છે, કઈ રીતે મંગળિક છે? મંગળિક એટલે જે આત્માના ભાન
દ્વારા પોતાના પુરુષાર્થવડે કેવળજ્ઞાન પમાડે તે પોતે સુમંગળ છે. નિર્મળ સમ્યગ્દર્શન, નિર્મળ સમ્યગ્જ્ઞાન અને
નિર્મળ સમ્યકચારિત્ર તે ત્રણ ગુણોની નિર્મળ પર્યાય પ્રગટે તે પવિત્રભાવ છે–પવિત્ર પર્યાય છે, તે પવિત્ર પર્યાય
પ્રગટતાં રાગદ્વેષની અપવિત્ર પર્યાયનો નાશ થાય છે તેથી તે પવિત્ર ભાવ પોતે જ મંગળ છે.
આત્મા સહજ સ્વરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે ગુણોથી ભરેલ સ્વભાવ સંપદાનું મંદિર છે.
સ્વભાવની પૂર્ણ લક્ષ્મીનું વીતરાગી–મંદિર છે. આત્મા જ્ઞાન–આનંદથી તાદાત્મ્ય [એકમેક] સ્વરૂપ છે, તેનાથી
કદી આત્મા છૂટયો નથી. એવા આત્મસ્વભાવમાં દ્રષ્ટિના જોરથી જેને કેવળજ્ઞાન પ્રગટ્યું તેને જ સાદિ–અનંત
સુપ્રભાતનો પ્રકાશ થયો અને મોક્ષદશા પ્રગટી તે જ નવું વર્ષ બેસ્યું છે. જીવને આત્માના પૂર્ણ સ્વભાવનો અને
કેવળજ્ઞાનનો મહિમા આવતાં પરનો મહિમા ટળે છે–તે જ મંગળ છે.
× × × ×
આજથી ૨૪૭૧ વર્ષ પહેલાંં ત્રિલોકનાથ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સંપૂર્ણજ્ઞાનસહિત આ ભરતક્ષેત્રમાં
વિચરતા હતા, તેઓશ્રી વિશ્વ–ઉપકારક અને મહાન ધર્મતીર્થના પ્રવર્તક તીર્થંકર મહાપુરુષ હતા. આસો વદી ૧૪
ની પાછલી રાત્રે એટલે કે આસો વદી ૦)) ના પ્રાતઃકાળમાં આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુશ્રીનો આત્મા સર્વ પ્રકારે
સંપૂર્ણ શુદ્ધ થયો અર્થાત્ પ્રભુશ્રી નિર્વાણ પધાર્યા, જીવનમુક્ત ભગવાન દેહ મુક્ત થયા. પ્રભુશ્રીના નિર્વાણનો આ
સંદેશ વીજળીની માફક થોડી જ વારમાં સર્વત્ર ફેલાઈ ગઈ ગયો અને તુરત જ દેવેન્દ્રો, દેવો, રાજવીઓ અને
જનસમૂહ ભક્તિથી ગદ્ગદ્ થઈ નિર્વાણભૂમિ શ્રી પાવાપુરીમાં આવી પહોંચ્યા.
ભગવાન શ્રી મહાવીરનો વિરહ પડતાં ઈન્દ્રોને પણ પ્રશસ્ત રાગને લીધે આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા
જાય છે અને કહે છે કે અરેરે! આજે આ કેવળજ્ઞાન સૂર્ય અસ્ત થયો, કેવળજ્ઞાની ભગવંતના વિરહ પડ્યા...આ
રીતે એક તરફથી વિરહનાં–વેદન થાય છે–પરંતુ બીજી તરફથી ભગવાન મહાવીર પ્રભુ સંસારથી છૂટીને સંપૂર્ણ
મુક્તદશા પામ્યા તેથી અતિ આનંદથી સર્વે નિર્વાણકલ્યાણક મહોત્સવ ઉજવે છે.
ભગવાન શ્રી મહાવીર તીર્થનાયક જગતઉદ્વારક તીર્થંકર પુરુષ હતા, તેથી સમસ્ત ભવ્યાત્માઓ
ભગવાનના નિર્વાણ કલ્યાણકનો પવિત્ર મહોત્સવ ઉજવે એ સ્વાભાવિક છે. તે દિવસે પ્રાતઃકાળે કાંઈક અંધારૂં
હોવાથી ભક્તિથી રત્નોના અને ઘીના દીપકો કરવામાં આવ્યા હતા. અગણિત દીપકોની હાર વડે એ મહોત્સવ
ઉજવાયો હોવાથી તે દિવસને ‘દીપોત્સવી’ અથવા તો ‘દીપાવલી’ (દીવાળી) કહેવામાં આવે છે.
જે આ મહાવીર ભગવાના નિર્વાણ કલ્યાણક–ઉજવવાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું છે તે પ્રમાણે સમજીને,
જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે તે મુક્તિને પામશે. જેવું ભગવાન મહાવીરના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા
આત્માનું સ્વરૂપ છે. આ જે મહાવીર ભગવાનનાં ગાણાં ગાયા તે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે, તેવા
સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે; ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મોક્ષ
પધાર્યા અને સંતોના નાયક શ્રી ગૌતમ ગણધર કેવળજ્ઞાન પામ્યા–જ્ઞાનાવરણાદિ રાત્રિનો નાશ કરી કેવળજ્ઞાન–
પ્રભાત પ્રગટ કર્યું તેવા શ્રી કેવળજ્ઞાનીઓને અમારા
ન....મ....સ્કા....ર....હો.
: પ્રવચનસાર :
ગુજરાતી
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યકૃત શ્રી પ્રવચનસારજીની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત મૂળ ટીકાને સ્પર્શીને તેનું
ગુજરાતી અનુવાદન તૈયાર થાય છે, તેનો પ્રથમ ભાગ (જ્ઞાનતત્વ પ્રજ્ઞાપન) છપાઈ ગયેલ છે અને અહીં વાંચન
માટે કાચું બાઈન્ડીંગ કરીને તે તૈયાર કરેલ છે. આસો સુદ ૧ થી તેનું વ્યાખ્યાનરૂપે વાંચન શરૂ થયેલ છે.
આચાર્ય ભગવંતોના ગુઢ અંતરભાવોને ઊંડેથી સીંચીને પૂ. ગુરુદેવશ્રી ખુબ સ્પષ્ટ કરે છે. આસો સુદ ૧ ના રોજ
શ્રી પ્રવચનસારજીની શાસ્ત્ર–પૂજા તથા જ્ઞાન–પૂજા થઈ હતી.