કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૭ :
પ્રશ્નોત્તર
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નો અને અને તેના ઉત્તર આ નીચે આપેલ છે.]
: ૧ :
પ્રશ્ન:–શુભભાવ અને અશુભભાવ એવા બે ભેદનું મૂળ કારણ શું? દેવ–ગુરુ–શાસ્ત્ર કે સ્ત્રી, કુટુંબ વગેરે
પરની અપેક્ષા લીધા વગર શુભ–અશુભ એવા ભેદનું આત્મામાં શું કારણ છે?
ઉત્તર:–ભેદની અપેક્ષાએ એટલે કે શુભ અને અશુભને જુદા ગણવામાં આવે તો તેનું કારણ ઊંધાઈમાં
વીર્યની મંદતારૂપ કે તીવ્રતારૂપ જોડાણ છે–તે છે જ્યારે ઊંધાઈમાં વીર્ય તીવ્રપણે જોડાય ત્યારે અશુભભાવ છે
અને ઊંધાઈમાં મંદપણે જોડાય ત્યારે શુભભાવ છે અને પુણ્ય–પાપ બન્ને વિકાર હોવાથી પરમાર્થે તો તે બંને એક
જ છે–એમ અભેદપણે જોતાં તેનું કારણ અજ્ઞાનભાવે સ્વલક્ષથી ખસીને પરલક્ષ કરવું તે છે.
: ૨ :
પ્રશ્ન:–એક જીવ જ્ઞાની મુનિ છે, તેમને સંયમદશા–સાતમું–છઠ્ઠું ગુણસ્થાન વર્તે છે, ક્ષયોપશમ સમકિત છે,
અહીં સંયમદશામાં દેહ છોડીને જ્યારે તે દેવલોકમાં જાય છે ત્યારે ત્યાં અસંયમભાવ–ચોથું ગુણસ્થાન આવે છે
તેનું શું કારણ?
ઉત્તર:–છઠ્ઠાથી ચોથે ગુણસ્થાને આવે છે તેમાં દ્રષ્ટિનો દોષ નથી પરંતુ ચારિત્રના પુરુષાર્થનો દોષ છે.
ચારિત્રના પુરુષાર્થની નબળાઈને લીધે પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો સત્તામાં સદ્ભાવ
છે, જો તીવ્ર પુરુષાર્થ કરીને તે પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય કર્યો હોત તો તે જ ભવે મોક્ષ પામત.
પ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃત્તિનો વર્તમાન ઉપશમ કર્યો પરંતુ સત્તામાં તે કેમ રહી ગઈ? અહીં જીવનો પુરુષાર્થ મંદ
છે તેથી સામે નિમિત્તરૂપે સત્તામાં તે કર્મ રહ્યું છે. મુનિદશા વખતે જેને ચારિત્રનો પુરુષાર્થ અપ્રતિહત નથી પણ
પ્રતિહત પુરુષાર્થ છે તેને હજી ચારિત્ર અધૂરૂં રહી જાય છે અને તેથી જ નવા ભવનો બંધ પડ્યો છે. જો ચારિત્ર
અપ્રતિહત હોત તો નવા ભવનો બંધ પડત નહિ અને તે જ ભવે મોક્ષ જાત.
છઠ્ઠે ગુણસ્થાનથી ચોથે આવે છે ત્યાં દ્રષ્ટિનો દોષ નથી પણ ચારિત્રનો દોષ છે. દ્રષ્ટિએ તો સામાન્ય
એકરૂપ દ્રવ્યનું લક્ષ કર્યું છે તેથી તે તો અખંડ થઈ છે, તેથી તે દ્રષ્ટિ તો બીજા ભવમાં પણ ચાલુ જ રહે છે. પરંતુ
ચારિત્ર ગુણ અખંડ થયો નથી તેથી છઠ્ઠેથી ચોથે આવી જાય છે. જે ગુણ અખંડ થયો છે તે ગુણ સાથે લઈ જાય
છે, અને જે ગુણમાં ખંડ પડે છે તે સાથે લઈ જવાતો નથી. જો દ્રષ્ટિ અને ચારિત્ર બંને પૂરા થઈ જાય તો તે જ
ભવે મુક્તિ થાય, પણ જો દ્રષ્ટિ ક્ષાયક હોય અને ચારિત્ર અધૂરૂં રહી જાય તો ત્રણ ભવની અંદર મુક્તિ પામે.
અહીંથી છઠ્ઠે ગુણસ્થાને દેહ છૂટે છતાં દેવલોકમાં છઠ્ઠું નથી રહેતું તેનું કારણ એ છે કે ચારિત્ર ખંડિત છે,
પુરુષાર્થમાં ભંગ પડ્યો છે અને સત્તામાં અપ્રત્યાખ્યાનાવરણાદિ કર્મ પડ્યાં છે; જ્યારે દેવમાંથી મનુષ્ય થશે ત્યારે
પણ ચારિત્રનો પુરુષાર્થ નવેસરથી કરવો પડશે અને જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે સત્તામાંથી તે કર્મોનો ક્ષય કરશે
ત્યારે જ મુક્તિ થશે.
દ્રષ્ટિનો વિષય તો એકરૂપ અખંડ છે તેથી દ્રષ્ટિ પણ એકરૂપ રહે છે, તેમાં ખંડ પડતો નથી. ચારિત્રની
સ્થિરતામાં ક્રમ પડે છે, ત્યાં દ્રષ્ટિનો બિલકુલ દોષ નથી. વર્તમાન પુરુષાર્થ સાથે જ પર્યાયનો સંબંધ છે. વર્તમાન
પર્યાયમાં પૂર્વની પર્યાયનો અભાવ વર્તે છે, માટે પૂર્વના દોષનું કોઈ કારણ વર્તમાન પર્યાયમાં નથી. દેવ લોકમાં
જનાર મુનિને અસંયત ભાવ થાય છે તેનું કારણ તે અવસ્થાની વર્તમાન યોગ્યતા જ છે અને તેમાં પુરુષાર્થનો
દોષ છે. કોઈ કર્મનું કારણ નથી તેમ જ દ્રષ્ટિનો દોષ નથી.
: ૩ :
પ્રશ્ન:–જો પૂર્વની પર્યાય વર્તમાન પર્યાયને કાંઈ ન કરી શકતી હોય તો અમુક સ્થાનેથી આવેલો જીવ
અમુક દશા પ્રાપ્ત ન કરી શકે એમ શા માટે? જેમકે સાતમી નરકેથી નીકળીને મનુષ્ય થયેલો જીવ તે ભવે મોક્ષ
ન જઈ શકે એવો નિયમ છે–આમ શા માટે બને છે?
ઉત્તર:–તે જીવ મોક્ષ નથી જઈ શકતો તેમાં તે જીવની વર્તમાન નબળાઈ છે. પૂર્વે તે જીવે ઉગ્ર જોરપૂર્વક
ઊંધુંં વીર્ય ફોરવ્યું છે અને તે ઊંધાઈ પોતે વર્તમાન પર્યાયમાં ચાલુ રાખી છે તેથી તેને વર્તમાન વીર્યની મંદતા
વર્તે છે. વીર્યની મંદતા પોતે જ વર્તમાન–વર્તમાન લંબાવતો આવે છે, પૂર્વની પર્યાય વિકાર કરાવતી નથી. જો
વર્તમાન વિકારી કાર્ય [પર્યાય] પોતે કરે તો પૂર્વની વિકારી પર્યાયને વ્યવહારથી કારણ કહે–