Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: ૮ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
વાય. પણ “પૂર્વની વિકારી પર્યાય કારણ છે માટે વર્તમાન કાર્ય વિકારી જ થાય” એમ નથી. વર્તમાન કાર્ય થાય
તો પૂર્વને કારણ કહેવાય છે. પરિણમન તો વર્તમાન એક જ સમય પૂરતું છે, તેથી બંધન પણ એક જ સમય પૂરતું
છે. ૩૩ સાગરોપમ વગેરે સ્થિતિના કર્મોની વાત શાસ્ત્રોમાં આવે છે ત્યાં તો “એવા ને એવા ઊંધા ભાવને જીવ
ટકાવી રાખે તો એવું ને એવું પરિણમન ચાલ્યા કરશે” એમ જ્ઞાન કરાવવા માટે કહ્યું છે, તેનો હેતુ જીવનો
વર્તમાન પુરુષાર્થ કેટલો છે તે બતાવવાનો છે; પરંતુ ‘કર્મનું જોર ઘણું છે’ એમ બતાવવું નથી. ખરેખર તો પર્યાય
પોતે વ્યવહાર છે છતાં જો પર્યાયમાં નિશ્ચય–વ્યવહાર કારણનો વિચાર કરીએ તો વર્તમાન સમયમાં તે અવસ્થાનું
ઉપાદાન
[પુરુષાર્થ] તે નિશ્ચય–કારણ અને પૂર્વની પર્યાયનો વ્યય તે વર્તમાન પર્યાયનું વ્યવહારકારણ છે.
: ૪ :
પ્રશ્ન:–એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ વાત દ્રવ્યદ્રષ્ટિએ છે કે પર્યાયદ્રષ્ટિએ?
ઉત્તર:–એ વાત પર્યાયદ્રષ્ટિએ છે. દ્રવ્ય–ગુણ તો કાયમ છે તેમાં કાંઈ કરવાપણું નથી. કરવાપણું તો
પર્યાયમાં છે. જ્યારે એક દ્રવ્યની અવસ્થા થાય ત્યારે અનુકૂળ નિમિત્ત જ હાજર હોય, પરંતુ પોતાની પર્યાયપણે
તો વસ્તુ પોતે જ પરિણમે છે તેથી પોતાની પર્યાયનો કર્તા તો દ્રવ્ય પોતે જ છે. બીજા હાજર રહેલા પદાર્થોએ આ
દ્રવ્યની અવસ્થામાં કાંઈ કર્યું નથી, કેમકે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. આત્મા શું અને પોતે શું કરી શકે છે તે
પોતાના સ્વાધીન જ્ઞાનથી જાણ્યું નહિ, અને પરાવલંબી જ્ઞાનથી માત્ર પર પદાર્થને જાણ્યાં, ત્યાં ઊંધી માન્યતાથી
પરમાં કર્તાપણું જીવે માન્યું છે. ઈન્દ્રિયજ્ઞાન પરાધીન છે તે તો પરવસ્તુની વર્તમાન સ્થૂળ પર્યાયને જાણે છે,
પોતાને જે વિકલ્પ થાય તેને તે જાણતું નથી તેમ જ પોતાના વિકલ્પ રહિત દ્રવ્ય–ગુણને પણ જાણતું નથી. જો
સાચા જ્ઞાન વડે પોતાના દ્રવ્ય–ગુણ અને પર્યાયને જાણે તો પોતાની અવસ્થાનું કર્તાપણું માને અને પરનું
કર્તાપણું છોડે; પોતાની અવસ્થા માટે પર પદાર્થ તરફ ન જોતાં જો પોતાના દ્રવ્ય તરફ જુએ એટલે કે દ્રવ્યદ્રષ્ટિ
કરે તો ધર્મ થાય. ઈન્દ્રિયજ્ઞાન વિકારને કે વિકારરહિત સ્વભાવને જોઈ શક્તું નથી, ઈન્દ્રિયજ્ઞાન દ્વારા ‘આત્મા શું
કરે છે? ’ તે જોઈ શકાતું નથી; માત્ર જડની ક્રિયા દેખાય છે. જો આત્માના અવલંબન વડે સ્વાધીન જ્ઞાન કરીને
‘આત્માની ક્રિયા શું છે’ તે જાણે તો જડની ક્રિયાનું કર્તાપણું માને નહિ, એ રીતે સાચા જ્ઞાન વડે પોતાના
સ્વભાવની દ્રઢતા થાય, પરના કર્તાપણાનું અભિમાન ટળે અને સાચું સુખ પ્રગટે.
: ૫ :
પ્રશ્ન:–અગ્નિને અડવાથી દઝાય છે એમ જાણ્યા પછી કોઈ અગ્નિને અડવાના ભાવ કરતા નથી તો પછી
સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગ બૂરો છે એમ જાણે છે છતાં રાગમાં કેમ જોડાય છે?
ઉત્તર:–પોતાને ખબર હોય કે આ વસ્તુ મને નુકશાન કરશે છતાં તેમાં જોડાયા વગર કોઈ વખત રહી
શકાતું નથી. જેમ કોઈ ઘણા વગખનો રોગી હોય તેને ખબર હોય કે આ પેંડા વગેરે કુપથ્ય છે તે મને નુકશાન
કરશે, વૈદે પણ તે ખાવાની ના પાડી હોય છતાં કોઈવાર રસની ગૃદ્ધિને લીધે તે ખાય છે, ખાતી વખતે જ ભાન
છે કે આ મને નુકશાન કરે છે છતાં જેનાથી નુકશાન થાય છે તે કરે છે–તેમ–જ્ઞાનીઓ રાગને પોતાનું સ્વરૂપ
માનતા નથી, તેમને દ્રષ્ટિમાં સાચી માન્યતા હોવા છતાં ચારિત્રની અસ્થિરતામાં તેમને અલ્પ બંધનું કાર્ય થઈ
જાય છે. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગનું કર્તાપણું હોતું નથી તેથી “કાર્ય થઈ જાય છે” એમ કહ્યું છે; પરંતુ “કરે છે”
એમ કહ્યું નથી કેમકે રુચિ નથી, ટાળવાની જ ભાવના છે. ચારિત્રની અસ્થિરતામાં જ્ઞાનીને રાગ હોય તેનાથી
તેઓ લાભ માનતા નથી પણ નુકશાન જ માને છે. તે રાગથી સ્વરૂપની નિર્મળતા અંશે હણાય છે, જો ન જ
હણાતી હોય તો કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે જ્ઞાનીને રાગ હોવા છતાં અભિપ્રાય ફરી ગયો છે.
: ૬ :
પ્રશ્ન:–સમ્યગ્દર્શન [સાચી શ્રદ્ધા] થયું તે સમયે ચેતનાનો દર્શન ઉપયોગ હોય છે કે જ્ઞાન ઉપયોગ?
ઉત્તર:–સમ્યક્શ્રદ્ધા વખતે સ્વ તરફનો જ્ઞાન ઉપયોગ હોય છે. જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે તે સમયે દર્શન
ઉપયોગ હોતો નથી પણ સ્વ તરફનો જે જ્ઞાનોપયોગ હોય છે તે દર્શનઉપયોગપૂર્વક હોય છે. સમ્યક્શ્રદ્ધા વખતે
સ્વ તરફ વળેલા જ્ઞાનને ઈન્દ્રિયનું અવલંબન નથી, બુદ્ધિપૂર્વકના વિકલ્પો ત્યાં નથી. તે કેવળજ્ઞાનનો અંશ છે.
મતિજ્ઞાને સ્વનો વિષય કર્યો છે માટે તે કેવળજ્ઞાનનો અંશ છે. મતિજ્ઞાન પોતાના વિષયને અભેદપણે ગ્રહણ