: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૦૧ :
પ. પૂ. સદ્ગુરુદેવશ્રીનું । “। શ્રી પ્રવચનસારજી ગાથા
પ્રવચન • અરહત સ જયવત વરત • ૮૦
જે ખરેખર અર્હંતને જાણે છે તે પોતાના આત્માને જાણે જ છે.
આચાર્યદેવ કહે છે કે–શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે હું કટિબદ્ધ થયો છું; જેમ મલ્લ કમર બાંધીને લડવા ઊભો
થાય તેમ હું મારા સર્વ પુરુષાર્થના જોરે મોહ–મલ્લનો નાશ કરવા માટે કમર કસીને તૈયાર થયો છું.
મોક્ષાભિલાષી જીવ પોતાના પુરુષાર્થવડે મોહનો નાશ કરવાનો ઉપાય વિચારે છે. ભગવાનના ઉપદેશમાં
પુરુષાર્થ કરવાનું કહ્યું છે. ભગવાન પુરુષાર્થવડે મુક્તિ પામ્યા છે અને જે ઉપાય ભગવાને કર્યો તે જ ઉપાય
બતાવ્યો છે, તે ઉપાય જો જીવ કરે તો જ તેની મુક્તિ થાય, એટલે કે પુરુષાર્થવડે સત્ય ઉપાય કરવાથી જ મુક્તિ
થાય પણ એની મેળે થાય નહીં.
કોઈ કહે કે “કેવળી ભગવાને તો બધું જાણવું છે કે ક્યો જીવ ક્યારે મુક્ત થશે અને ક્યો જીવ મુક્ત નહિ
થાય; તો પછી ભગવાન પુરુષાર્થ કરવાનું કેમ કહે?” તો એમ કહેનારની વાત ખોટી છે. ભગવાને તો પુરુષાર્થ જ
ઉપદેશ્યો છે, ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય પણ પુરુષાર્થવડે જ થાય છે. જે જીવ ભગવાને કહેલા મોક્ષમાર્ગનો
પુરુષાર્થ કરે છે તેને અન્ય બધા સાધન સ્વયં થઈ જાય છે. હવેની આ ૮૦–૮૧–૮૨ એ ત્રણ ગાથામાં બહુ સરસ
વાત આવે છે. જેમ માતા એકના એક બાળકને “હૈયાનો હાર” કહે તેમ આ ત્રણ ગાથાઓ તો હૈયાનો હાર છે.
મોક્ષની માળાનાં મોતી ગૂંથાણા છે; ત્રણ ગાથા તો ત્રણ રત્ન (શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) સમાન છે. તેમાં પહેલાં ૮૦
મી ગાથામાં મોહનો ક્ષય કરવાનો ઉપાય બતાવે છે:–
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्त पज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।। ८०।।
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યયપણે,
તે જીવ જાણે આત્માને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
અર્થ:– જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને
તેનો મોહ અવશ્ય લય પામે છે.
આ ગાથામાં મોહની સેનાને જીતવાનો પુરુષાર્થ વિચારે છે. મોહને જીતવાનો પુરુષાર્થ કર્યો ત્યાં સામે
અર્હંતાદિ નિમિત્તો તૈયાર હોય જ છે. ઉપાદાન જાગ્યું ત્યાં નિમિત્ત તો હોય જ. કાળ વગેરે નિમિત્ત તો બધા
જીવને સદાય હાજર છે, જીવ પોતે જેવા પ્રકારનો પુરુષાર્થ કરે તેમાં કાળને નિમિત કહેવાય. એક વખતે કોઈ જીવ
શુભ–ભાવ કરી સ્વર્ગમાં જાય તો તે જીવને માટે તે કાળ સ્વર્ગનું નિમિત્ત કહેવાય, બીજો જીવ તે જ વખતે પાપ
કરી નરકમાં જાય તો તેને માટે તે જ કાળને નરકનું નિમિત્ત કહેવાય, અને કોઈ જીવ તે જ વખતે સ્વરૂપ સમજી,
સ્થિરતા કરી મોક્ષ પામે તો તે જીવને માટે તે જ કાળ મોક્ષનું નિમિત્ત કહેવાય છે. નિમિત્ત તો સદાય છે, પણ
પોતે પોતાના પુરુષાર્થવડે અર્હંતના સ્વરૂપનો અને પોતાના આત્માનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે અવશ્ય ક્ષાયક
સમકિત પ્રગટે છે અને મોહનો ક્ષય થાય છે.
અર્હંત ભગવાનના દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપને જેણે જાણ્યું તે જીવ અલ્પકાળમાં મુક્તિને પાત્ર થયો
છે, અરિહંત ભગવાન આત્મા છે, તેમનામાં અનંત ગુણો છે અને તેમની કેવળજ્ઞાનાદિ પર્યાય છે તેનો નિર્ણય
કર્યો તેમાં આત્માના અનંતગુણો અને પૂર્ણ પર્યાયના સામર્થ્યનો નિર્ણય આવી ગયો, અને તે નિર્ણયના જોરે
કેવળજ્ઞાન અલ્પકાળમાં જ છે, તેમાં વચ્ચે સંદેહ પડતો નથી; અહીં આ ગાથામાં ક્ષાયક સમકિતનો ધ્વનિ છે.
“જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાય પણે જાણે છે તે” આમ કહેતાં જાણનારના જ્ઞાનનું વજન છે.
અર્હંતને જાણનાર જ્ઞાનમાં મોહ ક્ષયનો ઉપાય સમાડી દીધો છે. જે જ્ઞાને અર્હંત ભગવાનના દ્રવ્ય; ગુણ, પર્યાયને
પોતાના નિર્ણયમાં સમાવ્યા તે જ્ઞાને ભગવાનથી ઓછાનો અને વિકારનો પોતામાં અભાવ સ્વીકાર્યો–એટલે કે
દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી પરિપૂર્ણતાનો સદભાવ નિર્ણયમાં લીધો છે. ‘જે જાણે છે’ આમાં જાણનારી તો
વર્તમાન પર્યાય છે. નિર્ણય કરનારે પોતાની જ્ઞાનપર્યાયમાં પૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાયનો અસ્તિપણે નિર્ણય કર્યો અને
વિકારનો નકાર કર્યો. આવો નિર્ણય કરનારની પૂરી પર્યાય કોઈ પરના કારણે