Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૧૦૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૨ :
અટકે એમ બને જ નહિ, કેમકે અર્હંત જેવા પોતાના પૂર્ણ સ્વભાવનો નિર્ણય કર્યો છે; જેણે પૂરા સ્વભાવનો નિર્ણય
કર્યો તેણે ક્ષેત્ર, કર્મ કે કાળના કારણે મારી પર્યાય અટકી જાય એવી પુરુષાર્થ હીનતાની વાત ઉડાડી દીધી. દ્રવ્ય–ગુણ–
પર્યાયથી પૂરા સ્વભાવનો નિર્ણય કર્યો. પછી પૂરાનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો, પણ ક્યાંય અટકવાનું ન રહ્યું.
આ મોહક્ષયના ઉપાયની વાત છે. પોતાના જ્ઞાનમાં જેણે અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યાં તેના
જ્ઞાનમાં કેવળજ્ઞાનનો હારડો જ ગૂંથાશે–તેની પર્યાય કેવળજ્ઞાન તરફની જ થવાની.
પોતાની પર્યાયમાં જેણે અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યાં તેણે પોતાના આત્માને જાણ્યો અને તેનો
મોહ ક્ષય પામે જ છે–કેટલી ખૂબીથી વાત કરી છે. વર્તમાનમાં આ ક્ષેત્રે ક્ષાયક સમકીત નથી છતાં ‘મોહ ક્ષય
પામે છે’ એમ કહેવામાં અંતરનું એટલું જોર છે કે જેણે આ વાતનો નિર્ણય કર્યો તેને વર્તમાન ભલે ક્ષાયક
સમકીત ન હોય તો પણ તેનું સમકીત એટલું જોરદાર અપ્રતિહત છે કે તેમાં ક્ષાયકદશા થતાં સુધી વચ્ચે ભંગ
પડવાનો જ નથી. સર્વજ્ઞ ભગવાનનો આશ્રય લઈને કુંદ–કુંદાચાર્યદેવ કહે છે કે જે જીવ દ્રવ્ય–ગુણ–પર્યાયવડે
અર્હંતના સ્વરૂપનો નિર્ણય કરે છે તે પોતાના આત્માને પણ તેવો જ જાણે છે અને તે જીવ ક્ષાયકસમકીતના જ
રસ્તે છે; અધૂરી કે ઢીલી વાત અમે કરતા નથી.
પંચમકાળના મુનિરાજ આ વાત કરે છે અને પંચમકાળના જીવોને માટે મોહક્ષયનો ઉપાય આમાં
બતાવ્યો છે. બધા જીવોને માટે એક જ ઉપાય છે, પંચમકાળના જીવને માટે કોઈ જુદો ઉપાય નથી. જીવ તો બધા
કાળે પૂરેપૂરો જ છે, તો પછી તેને કોણ રોકી શકે? કોઈ રોકતું નથી. ભરતક્ષેત્ર કે પંચમકાળ એ કોઈ જીવને
પુરુષાર્થ કરતા રોકતા નથી. કોણ કહે છે કે પંચમકાળે ભરતક્ષેત્રથી મુક્તિ નથી? અત્યારે પણ
મહાવિદેહક્ષેત્રમાંથી ધ્યાનસ્થ મુનિને ઉપાડીને કોઈ ભરતક્ષેત્રમાં મૂકી જાય તો, પંચમ કાળ અને ભરતક્ષેત્ર હોવા
છતાં પણ, તે મુનિ પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન અને મુક્તિ પામે છે; માટે એ સિદ્ધ થયું કે કાળ કે
ક્ષેત્રના કારણે મોક્ષ અટકતો નથી. પંચમકાળે ભરતક્ષેત્રે જન્મેલો જીવ તે ભવે મોક્ષ પામતો નથી તેનું કારણ
કાળ કે ક્ષેત્ર નથી પરંતુ તે જીવ પોતે જ પોતાની યોગ્યતાના કારણે મંદ પુરુષાર્થી છે તેથી બહારમાં પણ તેવાં જ
નિમિત્તો છે. જો જીવ પોતે તીવ્ર પુરુષાર્થ કરી મોક્ષ પામવા લાયક હોય તો તેને બહારમાં પણ ક્ષેત્ર વગેરે અનુકૂળ
નિમિત્તો હોય જ. એટલે કાળ કે ક્ષેત્ર ઉપર જોવાનું ન રહ્યું પણ પુરુષાર્થ ઉપર જોવાનું રહ્યું. પુરુષાર્થ અનુસાર
ધર્મ છે, કાળ કે ક્ષેત્ર અનુસાર ધર્મ નથી.
જે અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે એટલે કે જેવા દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપે અરિહંત છે
તેવા જ સ્વરૂપે હું છું, જેવડા અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવડા જ મારા દ્રવ્ય–ગુણ–પર્યાય છે, અરિહંતનું
પર્યાય સામર્થ્ય પૂરેપૂરું છે તેમ મારી પર્યાયનું સામર્થ્ય પણ પૂરેપૂરું જ છે, વર્તમાનમાં તે સામર્થ્યને રોકનાર જે
વિકાર છે તે મારું સ્વરૂપ નથી આમ જે જાણે છે તેનો મોહ ‘
खलु जादि लयं’ અર્થાત્ ચોક્કસ ક્ષય પામે છે; આ
જ મોહ ક્ષયનો ઉપાય છે.
૦ – •– – ટીકા – •– – ૦
“જે ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે
બંનેમાં નિશ્ચયથી તફાવત નથી;” અહીં ‘ખરેખર જાણવાની’ વાત કરી છે. માત્ર ધારણા તરીકે અરિહંતને જાણે
તેની વાત અહીં ગણી નથી કેમકે તે તો શુભરાગ છે, જગતની લૌકિક વિદ્યા જેવું તે છે, તેમાં આત્માની વિદ્યા
નથી. ખરેખર જાણ્યું ક્યારે કહેવાય? કે અરિહંત પ્રભુના દ્રવ્યગુણ પર્યાય સાથે પોતાના આત્માના દ્રવ્ય–
ગુણપર્યાયને મેળવે કે જેવો અરિહંતનો સ્વભાવ તેવો મારો સ્વભાવ છે–આવા નિર્ણયપૂર્વક જાણે તો ખરેખર
જાણ્યું કહેવાય; એ રીતે જે ખરેખર અર્હંતને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે
છે અને તેને સમ્યગ્દર્શન થાય છે.
અરિહંત ભગવાનને જાણવામાં સમ્યગ્દર્શન આવી જાય છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે णादं
जिणेण णियदं... ...” એમાં એવો આશય છે કે જિનેન્દ્ર દેવે જે જાણ્યું તેમાં કંઈ ફરે નહિ. આટલું જાણતાં
અરિહંતના કેવળજ્ઞાનનો નિર્ણય પોતામાં આવી ગયો–તે યથાર્થ નિર્ણય સમ્યગ્દર્શનનું કારણ થાય છે. સર્વજ્ઞદેવે
જેમ જાણ્યું છે તેમ જ થાય–આ નિર્ણયમાં જિનદેવના અને પોતાના કેવળજ્ઞાન સામર્થ્યની પ્રતીત આવી ગઈ.
અરિહંત જેવો જ પોતાનો પરિપૂર્ણ