: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૧૦૩ :
સ્વભાવ ખ્યાલમાં આવી ગયો, માત્ર હવે પુરુષાર્થ દ્વારા તે રૂપે પરિણમવાનું બાકી રહ્યું છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના પૂર્ણ સ્વભાવની ભાવના કરતાં અરિહંતના પૂર્ણ સ્વભાવનો વિચાર કરે છે કે જે
જીવને જે દ્રવ્ય–ક્ષેત્રકાળ ભાવે જેમ થવાનું શ્રી અરિહંતદેવે પોતાના જ્ઞાનમાં જાણ્યું છે તેમ જ થવાનું, તેમાં
કિંચિત્ ફેર થવાનો નથી. આ નિર્ણય કરનાર જીવે એકલા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો એટલે અભિપ્રાયથી તે
સંપૂર્ણ જ્ઞાતા થઈ ગયો, કેવળજ્ઞાનસન્મુખનો અનંત પુરુષાર્થ તેમાં આવ્યો.
કેવળજ્ઞાની અરિહંતપ્રભુનો જેવો ભાવ છે તેવો પોતાના જ્ઞાનમાં જે જીવ જાણે છે તે ખરેખર પોતાના
આત્માને જાણે છે, કેમકે અરિહંતના અને આ આત્માના સ્વભાવમાં નિશ્ચયથી ફેર નથી. અરિહંતનો સ્વભાવ
જાણનાર જીવ પોતાના તેવા સ્વભાવની રુચિવડે ‘પોતે પણ અરિહંત જેવો જ છે’ એમ ચોક્કસપણે નક્કી કરે છે.
અરિહંત દેવનું લક્ષ કરવામાં જે શુભરાગ છે તેની આ વાત નથી, પણ જે જ્ઞાને અરિહંતનો યથાર્થ નિર્ણય કર્યો તે
જ્ઞાનની વાત છે. નિર્ણય કરનારૂં જ્ઞાન પોતાના સ્વભાવનો પણ નિર્ણય કરે છે અને તેનો મોહ ક્ષય પામે જ છે.
પ્રવચનસારના બીજા અધ્યાયની ગાથા ૬૫ માં કહ્યું છે કે–“જે અરિહંતને, સિદ્ધને તથા સાધુને જાણે છે
અને જીવો પર જેને અનુકંપા છે તેને શુભરાગરૂપ પરિણામ છે” એ ગાથામાં અરિહંતને જાણે તેને શુભરાગ કહ્યો
છે. ત્યાં એકલા વિકલ્પથી જાણવાની અપેક્ષાએ વાત છે; એ જે વાત છે તે શુભ વિકલ્પની વાત છે; જ્યારે અહીં તો
જ્ઞાનસ્વભાવના નિશ્ચયસહિતની વાત છે. અરિહંતનું સ્વરૂપ વિકલ્પવડે જાણે પણ એકલા જ્ઞાનસ્વભાવનો નિશ્ચય
ન હોય તો તે પ્રયોજનભૂત નથી; અને જ્ઞાન સ્વભાવના નિશ્ચયસહિત અરિહંત તરફનો જે વિકલ્પ છે તે પણ રાગ
છે, તે રાગનું સામર્થ્ય નથી પણ જેણે નિશ્ચય કર્યો છે તે જ્ઞાનનું જ અનંત સામર્થ્ય છે અને તે જ્ઞાન જ મોહક્ષય કરે
છે. તે નિર્ણય કરનાર જ્ઞાને કેવળજ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યને પોતાની પર્યાયના સ્વ–પર પ્રકાશક સામર્થ્યમાં સમાવી
દીધું છે. મારા જ્ઞાનની પર્યાય એટલી તાકાતવાળી છે કે નિમિત્તના સહારા વગર અને પરના લક્ષ વગર તેમજ
વિકલ્પ વગર કેવળજ્ઞાની અરહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને પોતામાં સમાવી દેનાર છે–નિર્ણયમાં લઈ લ્યે છે.
વાહ! પંચમકાળના મુનિ કેવળજ્ઞાનના ભાવો રેડે છે, પંચમકાળે અમૃતની રેલમછેલ કરી છે. પોતાને
કેવળજ્ઞાન લેવાની તૈયારી છે તેથી આચાર્ય ભગવાન કેવળજ્ઞાનભાવને બહુ મલાવે છે. કેવળજ્ઞાન તરફના
પુરુષાર્થની ભાવનાના જોરે કહે છે કે– મારી પર્યાયમાં શુદ્ધોપયોગના કાર્યરૂપ કેવળજ્ઞાન જ તરવરે છે, વચ્ચે શુભ
વિકલ્પ આવે તે વિકલ્પની શ્રેણીને તોડીને શુદ્ધોપયોગની અખંડ હારમાળાને જ અંગીકાર કરૂં છું; કેવળજ્ઞાન
નક્કી કરવાનું સામર્થ્ય વિકલ્પમાં નથી પણ સ્વભાવ તરફના જ્ઞાનમાં છે.
અરિહંત ભગવાન આત્મા છે, અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાય અને આ આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં નિશ્ચયથી ફેર નથી; અને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ છે–પરિપૂર્ણ છે, તેથી જે
જીવદ્રવ્ય–ગુણ–પર્યાયપણે અરિહંતને જાણે છે તે જીવ આત્માને જ જાણે છે અને આત્માને જાણતાં તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય પામે છે.
જો દેવ–ગુરુના જીવનું સ્વરૂપ યથાર્થપણે જાણે તો જીવને મિથ્યાત્વ રહે જ નહિ, આ સંબંધમાં મોક્ષમાર્ગ
પ્રકાશમાં કહ્યું છે કે–મિથ્યાદ્રષ્ટિ જીવ જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે (બાહ્ય
વિશેષણોથી) અરહંતદેવનું મહાનપણું માત્ર આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા પણ માને છે. જો
(અરિહંતના) જીવના યથાવત્ વિશેષણો જાણે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
[મ. પ્ર. પ. ૨૬]
તેવી જ રીતે ગુરુના સ્વરૂપ સંબંધી કહે છે–સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ
મુનિનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી. જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે જ નહિ.
[મ. પ્ર. પ. ૨૭]
તેવી જ રીતે શાસ્ત્રના સ્વરૂપ સંબંધી કહે છે–અહીં તો અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે
તથા સાચો રત્નત્રય મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી આ જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને આ ઓળખતો નથી, જો એ
ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
[મ. પ્ર. પ. ૨૮]
ત્રણેમાં એક જ વાત કરી છે કે જો ઓળખે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. આમાં જે ઓળખાણની વાત કરી છે
તે યથાર્થ નિર્ણયપૂર્વક જાણવાની વાત છે, જો દેવ