જૈનદર્શન શિક્ષણવર્ગ રાખવામાં આવેલ, તેમાં અભ્યાસ કરતાં
ઉ–અગુરુ લઘુત્વ ગુણ બે જાતના છે, એક અનુજીવી અને બીજો પ્રતિજીવી; તેમાંથી અનુજીવી અગુરુલઘુત્વ ગુણ તો
અત્યારે પ્રગટ નથી, સિદ્ધદશામાં તે ગુણ પ્રગટે છે.
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે.
૧૪. પ્ર–સિદ્ધને સાતા હોય કે ન હોય?
ઉ–સિદ્ધને સાતા–અસાતા એકેય ન હોય.
૧૫. પ્ર–સિદ્ધને કર્મનો ઉદય આવે તો અવતાર લ્યે કે નહિ?
ઉ–સિદ્ધને કદાપિ કર્મનો ઉદય આવે નહિ અને તેમને કદી પણ અવતાર હોય નહિ, એ તો જન્મ–મરણ રહિત થયા છે.
૧૬. પ્ર–સમ્યગ્દર્શન છે તે પુણ્ય છે કે ગુણ છે?
ઉ–સમ્યગ્દર્શન તે પુણ્ય નથી પણ ધર્મ છે, અને તે ગુણ નથી પણ શ્રદ્ધા ગુણની પર્યાય છે.
૧૭. પ્ર–જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે કેવો આકાર હોય?
ઉ–લગભગ છેલ્લા શરીર જેવો (કાંઈક ઓછો) આકાર.
૧૮. પ્ર–જગતમાં દ્રવ્ય કેટલાં? તેમાં સૌથી મોટું કયું? સૌથી મહત્તાવાળું કયું? અને સૌથી નાનું કયું?
ઉ–જગતમાં છ દ્રવ્ય છે; આકાશ દ્રવ્ય સૌથી મોટું છે; જીવ દ્રવ્ય સૌથી મહત્તાવાળું છે, કેમકે તે જ બધા દ્રવ્યોને
ઉ–હળવો સ્પર્શ તે ગુણ નથી પણ પર્યાય છે. પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ નામના અનુજીવી ગુણની તે પર્યાય છે.
૨૦. પ્ર–સૂક્ષ્મત્વ એટલે શું? ‘સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ છે’ એ વાક્ય બરાબર છે?
ઉ–સૂક્ષ્મત્વ એટલે ઈન્દ્રિયોના વિષયરૂપ સ્થૂલતાનો અભાવ; સૂક્ષ્મત્વ તે આત્માનો અનુજીવી ગુણ નથી પણ
ઉ–વસ્તુઓના પરિણમનમાં જે નિમિત્ત થાય તેને કાળ દ્રવ્ય કહેવાય છે. સમય, મિનિટ, કલાક વગેરે તેની પર્યાય છે.
૨૨. પ્ર–ચંદ્ર ઉગ્યો, સૂર્ય આથમ્યો–તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કઈ રીતે છે તે ગોઠવો?
ઉ–ચંદ્ર અને સૂર્ય બંને જુદી જુદી વસ્તુ છે, ઉત્પાદ–વ્યય–ધુ્રવ એક જ વસ્તુમાં હોય છે, બે જુદી વસ્તુમાં ઉત્પાદ–
ઉ–જીવ દ્રવ્યમાં એક અગુરુલઘુત્વગુણ સામાન્ય છે અને એક વિશેષ છે; તેમાંથી જે સામાન્ય છે તે અનુજીવી છે
ઉ–ધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિર છે, તે ગતિ કરતું જ નથી.
૨૫. પ્ર–નિગોદને સ્થાવર જીવ કહી શકાય કે નહિ? અને સ્થાવર જીવને નિગોદ કહી શકાય કે નહિ?
ઉ–નિગોદને સ્થાવર જીવ કહી શકાય છે પણ બધા સ્થાવરને નિગોદ કહી શકાતા નથી. નિગોદ સિવાય બીજા
ઉ–કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય છે; કાળ દ્રવ્ય અસ્તિકાય નથી, એક પુદ્ગલ પરમાણુ પણ અસ્તિકાય
ઉ–અસ્તિકાય તે અનેક પ્રદેશવાળું દ્રવ્ય છે. જે દ્રવ્ય અનેક પ્રદેશવાળું હોય તેને અસ્તિકાય કહેવાય છે.
૨૮. પ્ર–વેદનીય કર્મના નાશથી ક્યો ગુણ પ્રગટે છે? તે અનુજીવી કે છે પ્રતિજીવી?
ઉ–અવ્યાબાધ ગુણ પ્રગટે છે તે પ્રતિજીવી ગુણ છે.
૨૯. પ્ર–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે કે પ્રતિજીવી?
ઉ–અભવ્યત્વ તે અનુજીવી ગુણ છે, કેમકે તે કોઈ પરના અભાવની અપેક્ષા રાખતો નથી.