Atmadharma magazine - Ank 029
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૫ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ: ફાગણ
અંક: ૨૪૭૨
‘ત સમજ’
“ભાઈ, તું સમજ” આ એક વાક્યમાંથી તો આખા જૈનશાસનની સિદ્ધિ થઈ જાય છે. ‘તું સમજ’ એ
વાક્યમાંથી નીચે પ્રમાણે સિદ્ધિ થઈ જાય છે:–
(૧) ‘તું સમજ’ એમ કહેતા કોઈક સમજનાર છે, આ શરીર તો જડ છે તે કાંઈ સમજનાર નથી પણ
શરીરથી જુદું કોઈક તત્ત્વ છે કે જેમાં સમજવાની તાકાત છે, સમજવાની તાકાતવાળું જડથી જુદું તત્ત્વ તે આત્મા
છે–એમ સિદ્ધ થયું.
(૨) સમજનાર આત્મા છે પણ પહેલાંં તે સમજ્યો ન હતો અને હવે સમજવા તૈયાર થયો છે તેને
સમજવાનું કહેવાય છે. એટલે અણસમજણરૂપ દશા બદલાવીને સાચી સમજણરૂપ દશા થઈ શકે છે અને
સમજનારો બંને વખતે કાયમ રહે છે. આમાં વસ્તુનું બદલવાપણું (ઉત્પાદ–વ્યય) સિદ્ધ થયું, અને બદલવા છતાં
સમજનાર વસ્તુ તો તેને તે જ ટકી રહે છે એમ (ધુ્રવ) પણ આવ્યું.
(૩) સાચી સમજણ કરવાની તાકાત આત્મામાં છે તેથી ગમે ત્યારે તે સમજણ કરી શકે છે. ‘તું સમજ’
એમ કહ્યું છે એટલે સમજવાની મહેનત (પુરુષાર્થ) પોતે જ કરે છે, કોઈ બીજાની તેમાં મદદ નથી એમ
પુરુષાર્થની સ્વતંત્રતા સિદ્ધ થઈ.
(૪) ‘તું સમજ’ એમ કહેનાર સામા જીવનો આશય ખ્યાલમાં લેનાર પોતે જ્ઞાનસ્વરૂપ છે, અને જ્ઞાન
વડે જ પોતે સમજી શકે છે–એમ જ્ઞાન સ્વરૂપ નક્કી કર્યું.
(૫) સમજનાર તત્ત્વની હૈયાતિ છે એટલે કે સમજનાર તત્ત્વમાં સદા ટકી રહેવાની તાકાત (અસ્તિત્વ
ગુણ) છે એમ નક્કી થયું.
(૬) સમજનાર તત્ત્વ પોતામાં પોતાની સમજણરૂપ ક્રિયા કરી શકે છે એટલે કે સમજનાર વસ્તુમાં
પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરવાની તાકાત (વસ્તુત્ત્વગુણ) છે–એમ નક્કી થયું.
(૭) જગતમાં કેટલાક જીવો સમજેલા છે અને કેટલાક અણસમજેલા પણ છે, પોતે અણસમજણ ટાળી
સમજણ કરે છે એટલે બીજા જીવોથી પોતાનું પરિણમન જુદું છે અર્થાત્ દ્રવ્યત્વગુણ છે એમ નક્કી થયું.
(૮) ‘તું સમજ’ એમ કહેનાર જીવ સમજનારમાં સમજવાની તાકાત છે એમ જાણીને કહે છે–એટલે કે
સમજનાર તત્ત્વમાં બીજાના જ્ઞાનમાં જણાવારૂપ શક્તિ (પ્રમેયત્વગુણ) છે એમ નક્કી થયું.
(૯) ‘તું સમજ’ એમ કહેતાં અણસમજણ ટાળવાનું કહ્યું, અણસમજણ ક્ષણિક છે અને તે આત્માનું
સ્વરૂપ નથી માટે તે ટળી શકે છે, અને સમજણ તે પોતાનો સ્વભાવ છે, આ રીતે અણસમજણ તે વિકાર છે તેનું
ક્ષણિકપણું અને આત્માના સ્વભાવનું તેનાથી જુદાપણું બતાવ્યું, આમાં આત્માનું પરિણમન પણ સિદ્ધ થઈ ગયું.
(૧૦) જીવને દુઃખ છે તે દુઃખ ટાળવા માટે જ સમજવાનું કહ્યું છે. એટલે એમ નક્કી થાય છે કે જીવને
કોઈ બીજી વસ્તુના કારણે દુઃખ નથી, પણ પોતાની જ અણસમજણના કારણે દુઃખ છે અને તે દુઃખ ટાળવામાં
કોઈ બીજી વસ્તુની મદદ નથી પણ પોતાની સમજણથી જ તે દુઃખ ટળે છે.
(૧૧) અણસમજણ તે આત્માનો સ્વભાવ નથી પણ વિકાર છે અને વિકારમાં પર વસ્તુનું નિમિત્ત છે,
કેમકે ચેતન વસ્તુ જ્યારે પોતાનું લક્ષ ચૂકીને પોતાથી વિરુદ્ધ જાતની કોઈ વસ્તુ ઉપર લક્ષ કરીને ત્યાં અટક્યો છે
ત્યારે તેને સમજવાનું કહેવાય છે–જો જીવ પોતામાં જ લક્ષ કરીને ટકી રહ્યો હોત તો ‘તું સહજ’ એમ તેને કહેવાની
જરૂર ન પડત, પરંતુ તેનું લક્ષ ચેતનપણાથી રહિત એવી વસ્તુ ઉપર છે અને તે વસ્તુ જડ છે. –પુદ્ગલ છે–આ રીતે
પુદ્ગલની હૈયાતિ પણ સિદ્ધ થઈ જાય છે. જો પુદ્ગલની હૈયાતિ ન હોય તો એકલા ચેતનના લક્ષે ભૂલ થાય નહિ.
(૧૨) જે સમજનાર વસ્તુ છે તેનામાં સમજણ શક્તિ પૂરેપૂરી જ હોય, અને વસ્તુમાં જે શક્તિ હોય તે
કોઈકને સંપૂર્ણપણે અવશ્ય પ્રગટ હોય જ. એટલે જેમણે પૂરેપૂરી સમજણ શક્તિ પ્રગટ કરી છે તેવા સવર્જ્ઞદેવ છે,
એમ નક્કી થયું.
(૧૩) પોતાને ‘તું સમજ’ એમ જે કહે છે તે કહેનાર (સામી વ્યક્તિ) એ સમજણ કરી છે પણ હજી
પૂર્ણદશા તેને પ્રગટી નથી, કેમકે જો તેમને પૂર્ણ દશા હોત તો ‘તું સમજ’ એમ કહેવાનો વિકલ્પ તેમને ન હોત,
માટે પૂર્ણદશા પ્રગટ થતાં પહેલાંં પણ સાચી સમજણ હોય છે એટલે કે સાધક જીવો હોય છે–એમ સિદ્ધ થયું.