: ફાગણ : ૨૪૭૨ : આત્મધર્મ : ૯૯ :
મંદ કષાય તે આત્માના કલ્યાણનું સાધન નથી
તા. ૧૯–૨–૪૬ માહ વદ–૩ ના રોજ લીંબડીના ભાઈશ્રી વાડીલાલ પાનાચંદ શેઠ [ઉ. વ. ૪૨] તથા તેમનાં
ધર્મપત્ની સમરતબેન [ઉ. વ. ૪૦] તેમણે સજોડે પૂ. સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે.
પ્રશ્ન:– શુભભાવથી આત્માને લાભ કેમ ન થાય? આત્મા શુભભાવ કરે ત્યારે કષાય પાતળો પડે અને
કષાય પાતળો પડવાથી આત્માના સ્વભાવને વિધ્ન ઓછું થાય, તેથી શુભરાગ વડે આત્માને લાભ થાય ને?
ઉત્તર:– ના, ના. શુભરાગવડે આત્માને લાભ થતો નથી. જેને આત્માના શુદ્ધ સ્વભાવનું લક્ષ નથી તેનું
લક્ષ રાગ ઉપર છે અને તેથી તેના અભિપ્રાયનું જોર કષાય ઉપર જ રહે છે. કષાયના જ અભિપ્રાયપૂર્વક
અશુભરાગ છોડીને શુભ રાગ કર્યો છે, તે શુભરાગમાં વર્તમાન પૂરતો અશુભરાગ ઓછો થયો તેટલું વીર્ય છે
ખરૂં–પરંતુ–મંદકષાયથી લાભ થાય એવા અભિપ્રાયપૂર્વક મંદ થયેલો કષાય તે આત્માને લાભનું કિંચિત કારણ
નથી. કષાયને લાભનું સાધન માનવાથી અજ્ઞાની જીવ ઉલટો આખા સ્વભાવને વિપરીત પણે માનીને
મિથ્યાત્વરૂપી મહા નુકશાન કરે છે. મંદ કષાયને અકષાય સ્વભાવનું સાધન માનવું તે જ અનંતો કષાય છે અને
તે જ આત્માના સ્વભાવને મહા વિધ્ન કરીને અનંત સંસારમાં રખડાવનાર છે.
પર અપેક્ષાએ કષાય મંદ પડ્યો છે તેથી બહારના સંયોગમાં ફેર પડશે પરંતુ સ્વ અપેક્ષાએ તો એવો ને
એવો કષાય છે, મંદ કષાયથી જેણે લાભ માન્યો છે તેને પોતાના સ્વભાવ ઉપર પૂરેપૂરો કષાય છે. પોતાના કષાય
રહિત સ્વભાવના ભાન વગર ઘણો શુભરાગ કરી મંદ કષાય કરીને નવમી ગ્રૈવેયકે જાય તોપણ તેને સ્વભાવનું
સાધન અંશમાત્ર નથી. અને સાચું જ્ઞાન કરતાં તે જ ક્ષણે અનંત કષાય ટળી જાય છે તે જ સ્વભાવનું સાધન છે.
અજ્ઞાની ઘણો શુભરાગ કરે તોપણ તે વખતે તે અનંત કષાયી છે કેમકે રાગવડે લાભ માનીને પોતાના
સ્વભાવને તે ક્ષણે ક્ષણે હણી રહ્યો છે.
જ્ઞાનીને અશુભરાગ થાય તોપણ તે અલ્પ કષાયી છે કેમકે કષાયને તે પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી
કષાય રહિત પોતાના સ્વરૂપની તેઓ હિંસા કરતા નથી. માટે સિદ્ધ થાય છે કે–
શુભરાગ તે સ્વભાવનું સાધન નથી, પણ રાગરહિત પોતાના આત્માની સાચી સમજણ તે જ સ્વભાવનું
સાધન છે. અને કષાય ટાળવાનો ઉપાય જ્ઞાન જ છે. (૨૪૭૨ માગશર સુદ ૧૦–સમયસાર)
સચ સમજણ
સૌથી પહેલાંં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા છોડીને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખવા જોઈએ, તેમ
કરવાથી તીવ્ર મિથ્યાત્વ છૂટે છે; સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી મિથ્યાત્વની મંદતા થાય પણ અભાવ ન
થાય; તેમજ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી અશુભ ભાવ ટળીને શુભ ભાવ વધે, પરંતુ એ તો બંધભાવમાં
તફાવત પડ્યો, અશુભ અને શુભ બંને બંધભાવ જ છે, એક પ્રકારનો બંધભાવ બદલાવીને બીજા પ્રકારના
બંધભાવમાં આવ્યો, પરંતુ આત્માના ભાન વગર બંધભાવથી છૂટીને મુક્તિ માર્ગમાં પ્રવેશ થતો નથી. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ તે અશુભબંધને રોકે છે પણ શુભબંધને રોકી શકતું નથી. અને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
માન્યતા તો અશુભબંધને પણ રોકવા સમર્થ નથી. અબંધ આત્મસ્વભાવના ભાન વડે અશુભબંધ અને શુભબંધ
બંનેને રોકી શકાય છે.
પ્રશ્ન:– અશુભ તો બંધન જ છે અને શુભ પણ બંધન જ છે તો પછી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું લક્ષ કરી
શુભરાગ શા માટે કરવો?
ઉત્તર–ભાઈ! શુભરાગ પણ કરવા જેવો તો નથી જ, જો તને શુભ અશુભ ભાવ રહિતના આત્માના
સ્વભાવની ઓળખાણ હોય અને સ્વભાવમાં ટકી રહેવાનો પુરુષાર્થ હોય તો આ જ ક્ષણે શુભને પણ છોડીને શુદ્ધાત્મ
ઉપયોગમાં સ્થિર થવું યોગ્ય છે. શુભ–અશુભ રાગ રહિત સ્વભાવની ઓળખાણ હોય પણ તેમાં સ્થિરતા વડે
શુદ્ધઉપયોગ ન થઈ શકે તો જ્ઞાનીને પણ અશુભ ભાવથી બચવા માટે શુભરાગ થાય. અશુભ રાગ કરતાં તો શુભ
રાગ ઠીક છે પરંતુ શુભરાગ પણ બંધન જ છે તેનાથી પણ આત્માને કિંચિત્ ધર્મ નથી; આમ પ્રથમ સમજવું જોઈએ.
જ્ઞાનીઓ ‘પુણ્યથી ધર્મ ન થાય’ એમ સમજાવે છે, પરંતુ તરત જ પુણ્ય છોડી દેવાનું કહેતા નથી. નીચલી
દશામાં પુણ્યભાવ હોય ખરો પણ તેનાથી ધર્મ નથી એમ સમજવું જોઈએ. ‘પુણ્યથી ધર્મ નથી’ એમ માનવાથી
પુણ્ય ઘટી જતાં નથી પણ સત્ના લક્ષે ઊંચા