તેઓ કોઈ વિકારને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી ત્રણેકાળના વિકારનું સ્વામીત્વ તેઓએ છોડી દીધું છે.
બહારની વસ્તુના સંયોગ ઉપરથી પરિગ્રહનું માપ નથી. બહારમાં ત્યાગી હોવા છતાં જેને અંતરમાં મિથ્તાત્વ છે અને
પુણ્યાદિથી લાભ માને છે, પરવસ્તુનું હું કરૂં એમ માને છે તેને ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યનો પરિગ્રહ છે.
અને બહારમાં છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં અંતરમાં જેને આત્મભાન વર્તે છે
અને પુણ્ય મારૂં સ્વરૂપ નથી, પુણ્યથી મને લાભ નથી, પરનું હું કાંઈ કરી શકતો નથી એવી પ્રતીત છે તેણે
અભિપ્રાયમાંથી ત્રણેકાળના વિકારનો અને પરદ્રવ્યોનો ત્યાગ કર્યો છે. સૌથી મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે તે
સમ્યગ્દર્શન વડે જ ટળે છે. બહારમાં સમોસરણનો સંયોગ હોવા છતાં કેવળી ભગવાન નિષ્પરિગ્રહી છે. કેમકે તેમને
મોહ નથી. અને મોહ તે જ પરિગ્રહ છે.
અને એ સમજણની દ્રઢ પ્રતીતિ–સાચી શ્રદ્ધા કરવી જોઈએ. આટલું કરશો તો આત્મધર્મનું વાંચન આપને ખૂબ
આનંદદાયી–રસદાયી લાગશે.
‘સમ્યક્ત્વ ન માનવું’ એવો ઊંધો નિર્ણય તો તું કરી શક્યો કે નહિ? તો પછી ‘સમ્યક્ત્વ છે’ એવો સવળો નિર્ણય
પણ જ્ઞાની પોતાથી જરૂર કરી શકે છે. પોતાને સમ્યક્ત્વ છે કે નહિ– તે બીજાને પૂછવું ન પડે. સમ્યક્ત્વનો નિર્ણય
નથી થઈ શકતો એમ સર્વથા એકાંત માનવું તે મિથ્યાત્વ છે. સમ્યક્ત્વના સૂક્ષ્મ પરિણામને કેવળી ભગવાન સીધા
જાણે અને છદ્મસ્થને પરોક્ષ જ્ઞાનમાં સ્વસંવેદનવડે પોતાને પોતાના સમ્યક્ત્વનો નિર્ણય થાય છે–એમ પ્રત્યક્ષ અને
પરોક્ષ બંને પ્રમાણને માનવા જોઈએ. પણ એકાંત કેવળી જ જાણી શકે અને પોતે કોઈ રીતે ન જાણી શકે એમ માનવું
નહિ. સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને સ્વભાવની નિઃશંકતા થાય છે અને પોતાના સમ્યગ્દર્શનનો પોતાને નિઃસંદેહ
નિર્ણય થાય છે. આ શ્રદ્ધાનું અર્થાત્ સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ ઓળખાવાય છે. સમ્યગ્દ્રષ્ટિને પણ પોતાના
સમ્યક્ત્વનો નિર્ણય ન થઈ શકે એમ જે માને છે તેઓ સમ્યગ્દર્શનના સ્વરૂપને સમજ્યા નથી.
સ્વરૂપનો અનુભવ થયો અને પોતાને તેની ખબર ન પડે એમ બને જ નહિ. ચૈતન્ય એવો આંધળો નથી કે પોતાને
પોતાના સ્વસંવેદનની ખબર ન પડે! અલ્પ કાળે નિઃસંદેહ મુક્તિ છે એવી પ્રતીત સમ્યગ્દર્શન થતાં જીવને પોતાને
થાય છે.
પોતાની મિથ્યાદ્રષ્ટિ જ માને તો પછી સાધકપણું ક્યાં રહ્યું? માટે પોતાને સ્વાનુભવની પ્રતીત વડે સમ્યગ્દર્શનનો
નિર્ણય થયા પછી શંકા ન કરવી.