Atmadharma magazine - Ank 038
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
માગશરઃ ૨૪૭૩ઃ ૩૭ઃ
રીતે રહે? સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય પણ શી રીતે થાય? વંદ્યવંદકભાવ ભલે પરમાર્થે આદરણીય નથી
પરંતુ સાધક જીવે તેનો નિર્ણય તો કરવો જ પડશે ને? જો સમ્યક્ત્વનો નિર્ણય ન થાય તો કોણ કુગુરુ છે ને
કોણ સુગુરુ છે, કોણ વંદ્ય છે ને કોણ વંદ્ય નથી–એનો નિર્ણય શી રીતે થાય? કેવળી થાય તે જ પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માને અને બીજા બધા પોતાને મિથ્યાદ્રષ્ટિ માને તો પછી ધર્મની વાત કોણ કરશે? પોતાને
મિથ્યાદ્રષ્ટિ પણ માને અને વળી ધર્મની વાત કરે એ બંને કેમ બને? પોતાને સમ્યગ્દ્રષ્ટિ માન્યા વગર સત્યની
નિઃશંક પ્રરુપણા કરી શકે નહિ.
સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિર્મળ સાધકદશા વધતી જાય છે, જો પોતાને સમ્યગ્દ્રષ્ટિ નહિ માને તો વધતી
જતી સાધકદશાની પ્રતીત કોણ કરશે? પર્યાય તે વ્યવહાર છે. જો નિર્મળ પર્યાયનો નિર્ણય જ્ઞાન નહિ કરી શકે
તો તે જ્ઞાન આગળ શી રીતે વધશે? ગુરુ સમ્યગ્દ્રષ્ટિ છે કે નહિ–એમ જો જીવ સાચા ગુરુનો નિર્ણય નહિ કરી
શકે તો સાચા નિમિત્તની શ્રદ્ધા પણ નહિ થાય અને સાચા નિમિત્તને ઓળખ્યા વગર વ્યવહારતીર્થ શી રીતે
રહેશે? જો પોતાને મિથ્યાદ્રષ્ટિ જ માને તો વ્રતાદિ અંગીકાર કરવાનું ક્યાંથી બને? જેની જે ભૂમિકા હોય તે
પ્રમાણે જો તેની પ્રતીત નહિ કરે તો, આગળ વધેલા કોણ–એ જાણ્યા વગર કોનો વિનય કરવો એ નિયમ રહેશે
નહિ. માટે સમ્યક્ત્વ વડે આત્માની પ્રતીતિ થયા પછી તેમાં શંકા ન કરવી. સ્વાનુભવવડે સમ્યક્્શ્રદ્ધા પ્રગટ
થતાં તેની નિઃશંક પ્રતીત કરવી. જેનું વીર્ય સામર્થ્ય અનંત ભવની શંકામાં ઝૂલી રહ્યું હોય અને સમ્યગ્દર્શનનો
નિર્ણય કરવામાં પણ કાર્ય ન કરતું હોય તે જીવ નિઃશંક પ્રરુપણા શી રીતે કરશે? ‘સમ્યગ્દર્શનનો નિર્ણય ન
થાય’ એનો અર્થ એવો થયો કે સત્ય તત્ત્વની નિઃશંક પ્રરુપણા પણ ન થઈ શકે. જેને જડ ચેતનના
ભિન્નપણાની જ પ્રતીત નથી તેને ધર્મની જ પ્રતીત નથી. સમ્યગ્દર્શન જ બધા ધર્મનું મૂળ છે. જેનાથી
અલ્પકાળે મુક્તિ થાય એવી પ્રતીત થાય અને જેના આત્મામાંથી કર્મો જઊં–જઊં થઈ રહ્યા હોય, જેની
પરિણતિનું પરિણમન મુક્તસ્વભાવ પ્રત્યે ઢળી રહ્યું હોય તેને પોતાની દશાની પ્રતીત ન થાય એમ બને જ
નહિ. સમ્યગ્દર્શન થતાં જ પોતાના આત્મામાં તેની નિઃશંક પ્રતીત અવશ્ય થાય છે.
(પ૯) મિથ્યાદ્રષ્ટિ તો અન્યમતિ છે; સનાતન વીતરાગ જિનમાર્ગથી વિરુદ્ધ હોય તે બધા અન્યમતિ
મિથ્યાદ્રષ્ટિ છે. જેણે રાગસહિત ધર્મ મનાવ્યો, ધર્મના નિમિત્તો જિન પ્રતિમા વગેરે અન્યથા માન્યા અને વસ્ત્ર
સહિત મુનિપણું મનાવ્યું તે પણ અન્યમત છે. આ તો સત્ સ્વરૂપ છે, જિજ્ઞાસુઓએ સત્ને મીઠાશથી સાંભળવું
જોઈએ. સત્યની પ્રરુપણાથી જેને માઠું લાગે તેને સત્યની રુચિ નથી. જે કેવળીને આહાર, સ્ત્રીને મુક્તિ કે
મુનિને વસ્ત્રાદિકનો રાગ માને તે જૈનનામધારી પણ મિથ્યાદ્રષ્ટિ છે. અન્યમતિ એટલે જૈન સિવાયના બીજા તે
તો અન્યમત છે જ, પરંતુ જૈન સંપ્રદાયમાં પણ જેઓ પુણ્યથી ધર્મ માને છે તે પણ પરમાર્થે અન્યમતિ છે. પરમ
પવિત્ર સર્વજ્ઞ પદને વિપરીતપણે મનાવે તે જૈનમતની બહાર છે. ૩૬૩ પાખંડ તો સ્થૂળ અન્યમત છે, જૈનમાં
દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપમાં ભૂલ કરી તે પણ સ્થૂળ અન્યમતિ (–ગૃહિતમિથ્યાદ્રષ્ટિ) છે અને સાચા દેવ–
ગુરુ–શાસ્ત્રને માનનારા પણ પુણ્યાદિથી ધર્મ માને કે નિમિત્ત ઉપાદાનના કાર્યમાં ખરેખર મદદ કરે ઇત્યાદિ
માને તો તે પણ અન્યમત સમાન છે, એ બધા મિથ્યાદ્રષ્ટિ છે.
(૬૦) જૈનમતમાં અરિહંતદેવને આહાર નથી, છતાં મનાવે તો તે વાત અન્યમતિની છે, જૈનની નથી.
અરિહંત પદ તો કેવું ઉત્કૃષ્ટ છે! ઇન્દ્રને પણ રોગ અને દવા હોતા નથી, તો પછી તે ઇન્દ્ર પણ જેમના ચરણ
કમળમાં નમી પડે છે એવા સર્વોત્કૃષ્ટ પુણ્યના ધારક તીર્થંકરને રોગ કે દવા હોય જ કેમ? છતાં જે અરિહંતને
રોગ કે દવા મનાવે તેઓ અરિહંતના પુણ્યને પણ ઓળખી શક્યા નથી, તો પછી તેમની પવિત્રતાને તો
ઓળખે જ ક્યાંથી?
(૬૧) મુનિદશામાં શ્રી ગુરુને જે વસ્ત્ર મનાવે તે પણ અન્યમતિ છે, જૈનમતમાં ગુરુમુનિ સદા નિર્ગ્રંથ હોય
છે. જેને કેવળદશાની યથાર્થ પ્રતીત થઈ તેને આત્માના કેવળની પ્રતીત થઈ અને જેને નિર્ગ્રંથ મુનિ પદની પ્રતીત થઈ
તેને ચારિત્ર દશાની પ્રતીત અને ભાવના થઈ.
સ્ત્રીપણામાં પુરુષાર્થની મંદતાને કારણે અમુક પ્રકારનો રાગ હોય છે માટે સ્ત્રીને પાંચમા ગુણસ્થાન કરતાં
આગળની ભૂમિકા હોતી નથી.
તીર્થંકરને બે બાપ હોય નહિ; ‘બે બાપનો’ એવું સાંભળવાનો પ્રસંગ આવે તે તો પાપનો ઉદય છે. તીર્થં–