Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
માઘઃ૨૪૭૩ઃ ૬૯ઃ
અન્વયાર્થઃ– (प्रमाणवत हि) ખરેખર પ્રમાણની જેમ (नयानां) નય (अवश्यं भाव्यं फलवत्वेन) અવશ્ય
ફળવાન હોવો જોઈએ (यतः) કેમ કે (प्रमाण अवयवी स्यात) પ્રમાણ અવયવી છે અને; (तत् अंशत्वात्) તે
પ્રમાણનો અંશ હોવાથી, (नया तत् अवयवाः स्युः) નય અવયવ છે.
ભાવાર્થઃ– પ્રમાણની માફક નય પણ ફળવાન જરૂર હોવો જોઈએ, કેમકે પ્રમાણ અવયવી છે અને અંશ–
અંશીભાવસંબંધથી નય તેનો અવયવ છે અર્થાત્ પ્રમાણનો એક દેશ તે જ નય છે. તેથી પ્રમાણની જેમ નયો પણ
ફળવાન જરૂર હોવા જોઈએ.
ઉપરના કથનનો સિદ્ધાંત
तस्यादनुपादेयोव्यवहारोऽतद्गुणे तदारोपः।
इष्टफलाभावादिह न नयो वर्णादिमान् यथा जीवः।।५६३।।
અન્વયાર્થઃ– (तस्मात्)–માટે અર્થાત્ નય તે પ્રમાણનો જ અંશ હોવાથી જરૂર ફળવાન હોવો જોઈએ તેથી
(अतद्गुणे तदारोपः व्यवहारः) અતદ્ગુણમાં તદારોપણ કરવારૂપ વ્યવહાર એટલે કે જે વસ્તુમાં જે ગુણ ન હોય તે
વસ્તુમાં તે ગુણનો આરોપ કરવારૂપ વ્યવહારો (इष्टफल अभावात्) તેમાં ઇષ્ટફળનો અભાવ હોવાથી, (अन् उपादेयः)
ઉપાદેય નથી; (यथा) જેમ કે (इह जीवः वर्णादिमान्) અહીં જીવને વર્ણાદિવાળો કહેવો તે (नयः न) નય નથી.
ભાવાર્થઃ– જીવમાં જે ગુણ નથી તે ગુણનો આરોપ કરીને પણ જીવને વર્ણાદિવાળો કહેવાથી કાંઈ ફળ
નીકળતું નથી તેમજ તેનાથી ઇષ્ટની સિદ્ધિ પણ થતી નથી માટે તેને સમ્યક્નય કહી શકાતો નથી અર્થાત્ જીવમાં
વર્ણાદિનો આરોપ કરીને જીવને વર્ણાદિવાળો કહેવો તે નયાભાસ છે.
શંકા
ननु चैवं सति नियमादुक्तासद्भूतलक्षणो न नयः।
भवति नयाभासः किल क्रोधादिनामतद्गुणारोपात्।।५६४।।
અન્વયાર્થઃ– (ननु च) શંકાકાર કહે છે કે (ऐवं सति) એમ માનવાથી તો (नियमात्) ચોક્કસપણે, (उक्त
असद्भूतलक्षणः) કહેવામાં આવેલ અસદ્ભૂત લક્ષણનય પણ (नयः न) નય નહિ ઠરી શકે પણ (किल) ખરેખર
(क्रोधादिनां अतद्गुण आरोपात्) ક્રોધાદિનો અતદ્ગુણમાં આરોપ હોવાથી અર્થાત્ ક્રોધાદિ જીવના ગુણ ન હોવા છતાં
પણ તેનો જીવમાં આરોપ કરીને કહેવામાં આવતો અસદ્ભૂતવ્યવહારનય પણ (नया भासः भवति) નયાભાસ જ ઠરશે!
ભાવાર્થઃ–શંકાકાર કહે છે કે–‘તદ્ગુણસંવિજ્ઞાન, ઉદાહરણસહિત’ ઇત્યાદિ નયના લક્ષણ પ્રમાણે, જો જીવને
વર્ણાદિવાળો કહેવામાં, અતદ્ગુણ આરોપ હોવાથી નયનું લક્ષણ લાગુ પડી શકતું નથી અર્થાત્ જીવને વર્ણાદિવાળો
કહેવો તે નયાભાસ છે તો પછી આપના તે કથન અનુસાર અસદ્ભૂત વ્યવહારનયના વિષયભૂત બુદ્ધિપૂર્વક થનારા
ક્રોધાદિકને જીવના કહેવા તે પણ વાસ્તવિકનય નહિ ઠરતાં નયાભાસ જ ઠરશે કેમ કે જીવને ક્રોધાદિવાળો કહેવો ત્યાં
પણ અતદ્ગુણનો જ આરોપ છે અર્થાત્ ક્રોધ તે જીવનો ગુણ ન હોવા છતાં તેને આરોપથી જીવનો કહેવામાં આવ્યો
છે માટે બુદ્ધિપૂર્વક થનારા ક્રોધાદિકને જીવના કહેવા તે પણ સમ્યક્નય કહી શકાશે નહિ.
સમાધાન
नैवं यतो यथा ते क्रोधाद्याः जीवसंभवा भावाः।
न तथा पुद्गलवपुषः सन्ति च वर्णादयो हि जीवस्य।।५६५।।
અન્વયાર્થઃ– (न ऐवं) એ પ્રકારનું કહેવું બરાબર નથી, (यतः) કેમકે (यथा ते क्रोधाद्याः भावाः
जीवसंभवा) જે રીતે તે ક્રોધાદિકભાવ જીવના સંભવે છે (तथा पुद्गलवपुषः वर्णादयः) તે રીતે પુદ્ગલાત્મક
શરીરના વર્ણાદિક (हि जीवस्य न च सन्ति) જીવના સંભવી શકતા જ નથી.
ભાવાર્થઃ– ઉપર કહેલી શંકા બરાબર નથી, કારણ કે તે ક્રોધાદિકભાવ તો જીવમાં થનારા ઔદયિકભાવરૂપ છે
તેથી તે જીવના તદ્ગુણ છે; તે જીવનો–નૈમિત્તિકભાવ હોવાથી તેને સર્વથા પુદ્ગલનો કહી શકાતો નથી. અને જીવને
વર્ણાદિવાળો કહેવામાં આવે ત્યાં તો વર્ણાદિક સર્વથા પુદ્ગલના જ હોવાથી તેને જીવના કઈ રીતે કહી શકાય?
વળી બુદ્ધિપૂર્વક થનારા ક્રોધાદિભાવને જીવના કહેવામાં તો એ પ્રયોજન છે કે–પરલક્ષે થનારા ક્રોધાદિકભાવો
ક્ષણિક હોવાથી અને આત્માનો સ્વભાવ નહિ હોવાથી તે ઉપાદેય નથી–માટે તેને ટાળવા જોઈએ આવું સમ્યગ્જ્ઞાન
થાય છે, તેથી ક્રોધને જીવનો કહેવો તેમાં તો ઉપર્યુક્ત સમ્યક્નય લાગુ પડી શકે છે; પરંતુ જીવને વર્ણાદિવાળો
કહેવામાં તો કાંઈ પણ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી. માટે જીવને ક્રોધાદિવાળો કહેનારા અસદ્ભૂતવ્યવહારમાં
તો નયાભાસપણાનો દોષ આવતો નથી પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તે દોષ આવે છે તેથી તે નયાભાસ છે.
(ચાલું...)