Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૧ઃ
કરગોત્રનો રાગભાવ તો સંસારના ભવનું કારણ છે અને ઉપાદાન સ્વરૂપના લક્ષે સ્થિરતા તે જ મોક્ષનું કારણ છે.
નિમિત્ત તરફના લક્ષે થતો ભાવ ઉપાદાન સ્વરૂપની સ્થિરતાને રોકનાર છે. કોઈ પણ પ્રકારનો રાગ ભાવ તે સંસારનું
જ કારણ છે, પછી ભલે તે રાગ તિર્યંચ ગોત્રનો હો કે તીર્થંકર ગોત્રનો હો. જુઓ! શ્રેણિક રાજાને આત્મભાન હતું
છતાં રાગમાં અટકયા હતા તેથી, તીર્થંકર ગોત્ર બંધાણું હોવા છતાં, બે ભવ કરવા પડશે.
પ્રશ્નઃ– બે ભવ કરવા પડે એ સારૂં નહિ તે તો ઠીક; પરંતુ જે ભવ તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ પામે તો
તો જે ભાવે તીર્થંકરગોત્ર બંધાણું તે ભાવ સારો કે નહિ?
ઉત્તરઃ– સિદ્ધાંતમાં ફેર ન પડે. ઉપર જ કહ્યું છે કે ‘કોઈપણ પ્રકારનો રાગભાવ તે સંસારનું જ કારણ છે.’
ભલે કોઈ જીવ જે ભવે તીર્થંકરગોત્ર બાંધે તે જ ભવે મોક્ષ જાય, તોપણ જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાણું તે તો
રાગભાવ જ છે અને તે રાગભાવ તો કેવળજ્ઞાન અને મોક્ષને અટકાવનારો જ છે. જ્યારે તે રાગ ટળે ત્યારે જ તે
કેવળજ્ઞાની તીર્થંકર થાય.
પ્રશ્નઃ– ભલે તીર્થંકરગોત્રનો રાગ તો ખરાબ છે, પરંતુ તીર્થંકરગોત્ર જે જીવે બાંધ્યું તે જીવને કેવળજ્ઞાન
અવશ્ય થાય જ. તીર્થંકરગોત્ર બાંધવાથી એટલું તો નક્કી થઈ જ ગયું કે તે જીવ કેવળજ્ઞાનનો અને મોક્ષ પામવાનો
જ–માટે એટલું તો નિમિત્તનું જોર કહેશો કે નહિ?
ઉત્તરઃ– ભાઈ રે! કેવળજ્ઞાન અને મોક્ષદશા તો આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોથી થાય છે કે જે ભાવથી
તીર્થંકરગોત્ર થયું તે રાગભાવથી થાય છે? રાગભાવથી મોક્ષ થવાનું નક્કી થયું નથી પરંતુ તે જીવને સમ્યગ્દર્શનનું
અપ્રતિહત જોર છે તેના કારણે, અલ્પકાળમાં મુક્તિ પામવાનો છે–એમ નક્કી થયું છે. જે રાગથી ધર્મ માને અને
રાગથી કેવળજ્ઞાન માને તે તીર્થંકરગોત્ર તો ન બાંધે પરંતુ તેતર ગોત્ર બાંધે... કેમકે તેની માન્યતામાં રાગનો આદર
હોવાથી વીતરાગ સ્વભાવનો અનાદર કરતો કરતો તે પોતાની જ્ઞાન શક્તિને હારી જઈને હલકી ગતિમાં ચાલ્યો જશે.
વળી, આપણ એક સમજવા જેવો ન્યાય છે કે, જે કારણે તીર્થંકરગોત્રપ્રકૃતિ બંધાણી તે કારણને (–રાગને)
ટાળ્‌યા વગર તે પ્રકૃતિ ફળ પણ આપતી નથી. જે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે તો ઘણો વખત સુધી ફળ પણ આપતી
નથી. ક્યાં સુધી તે ફળ નથી આપતી? કે જે રાગભાવે તીર્થંકરગોત્ર બાંધ્યું તેથી વિરુદ્ધભાવવડે તે રાગભાવનો
સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે તે પ્રકૃતિનું ફળ આવે અને તે ફળ પણ આત્મામાં તો ન આવે, પરંતુ
બહારમાં સમવસરણાદિની રચના થાય. આ રીતે તીર્થંકરગોત્ર જે ભાવે બાંધ્યુ તે ભાવ તો કેવળજ્ઞાન થતાં છૂટી જ
ગયો છે, કાંઈ તે ભાવ કેવળજ્ઞાનદશામાં રહેતો નથી. તો જે ભાવ પોતે નાશ પામી ગયો તે ભાવે કેવળજ્ઞાનમાં શું
મદદ કરી? માટે અરે નિમિત્ત! તારા ઉપરની દ્રષ્ટિથી જીવ ત્રણલોકનો નાશ તો થતો નથી પરંતુ ત્રણલોકમાં તે
અજ્ઞાનભાવે રખડે છે–તેથી તું જીવને ચાર ગતિમાં લઈ જાય છે.
ઉપાદાનદ્રષ્ટિઃ–સ્વાધીન સ્વભાવની કબુલાત; હું પરિપૂર્ણ સ્વરૂપ છું, મારી પવિત્રદશારૂપી કાર્યને કોઈની
મદદ વગર હું જ મારી શક્તિથી કરું છું–આવું પોતાના સ્વભાવની શ્રદ્ધાનું જોર તે ઉપાદાન દ્રષ્ટિ છે અને તે
મુક્તિનો ઉપાય છે.
નિમિત્તદ્રષ્ટિઃ– પોતાના સ્વભાવને ભૂલીને પર દ્રવ્યાનુસારી ભાવ; સ્વાધીન આત્માનું લક્ષ ચૂકીને જે કોઈ
ભાવ થાય તે બધા ભાવો પરાશ્રિત છે અને તે પરાશ્રિત ભાવ સંસારનું કારણ છે. સાક્ષાત્ તીર્થંકરના લક્ષે જે ભાવ
થાય તે ભાવ પણ દુઃખરૂપ અને સંસારનું જ કારણ છે. પુણ્યનો રાગ તે પણ પર લક્ષે જ થતો હોવાથી દુઃખ અને
સંસારનું જ કારણ છે. માટે પરાધીન–દુઃખરૂપ હોવાથી નિમિત્તદ્રષ્ટિ છોડવા જેવી છે અને સ્વાધીન–સુખરૂપ હોવાથી
ઉપાદાન સ્વભાવદ્રષ્ટિ જ અંગીકાર કરવા જેવી છે.
ભાઈ રે! આ તો શ્રીભગવાન પાસેથી આવેલા હીરા સરાણ પર ચઢે છે. એક પણ ન્યાયની જો ઊંધી
સમજણ પકડે તો સંસાર થાય અને જો યથાર્થસંધિ કરીને બરાબર સમજે તો મુક્તિ થાય. અહો! આ વાત તો
વીતરાગ ભગવાન જ કરે...વીતરાગના જે સેવકો તે પણ વીતરાગ જ છે ને! વીતરાગ અને વીતરાગના સેવકો
સિવાય આ વાત કરવા કોઈ સમર્થ નથી.
ત્રિકાળી સ્વતંત્રસ્વભાવી હોવા છતાં અનાદિથી આ આત્મા કેમ સંસારમાં રખડી રહ્યો છે? અનાદિથી
પોતાની ભૂલને જીવે ઓળખી નથી. બંધ–મુક્ત પોતે પોતાના ભાવે જ થાય છે છતાં પરના કારણે પોતાને