જાય તો તે દુઃખી થાય–તો સુખી કોને લઈને થાય? અર્થાત્ જીવ પર નિમિત્તના લક્ષે શુભભાવ કરીને પુણ્ય બાંધીને
તેના ફળમાં સુખી થાય છે માટે જીવને સુખી થવામાં પણ નિમિત્તની જ મદદ છે. આના જવાબમાં ઉપાદાન તેની
મૂળભૂત ભૂલ બતાવે છે કે હે ભાઈ! તું જે પુણ્યના ફળને સુખ કહે છે તે સુખ જ નથી, પરંતુ એ તો દુઃખનું જ મૂળ
છે. પુણ્યને અને પુણ્યના ફળને પોતાનું સ્વરૂપ માનીને જીવ મિથ્યાત્વની મહાપુષ્ટિ કરીને અનંત સંસારમાં દુઃખી થાય
છે માટે અહીં પુણ્યને દુઃખનું જ મૂળ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના વિષય તરફનું વલણ તો દુઃખ છે જ પણ પંચમહાવ્રતોના
ભાવ તે પણ આસ્રવ છે–દુઃખનું મૂળ છે.
શ્રીપ્રવચનસારજીમાં સ્વર્ગના સુખને ઊના ધગધગતા ઘી સમાન કહ્યાં છે; જેમ ઘી પોતાના સ્વભાવથી તો શીતળતા
કરનારૂં છે પરંતુ અગ્નિનું નિમિત્ત પામીને પોતે વિકૃત થતાં તે જ ઘી દઝાડવાનું કાર્ય કરે છે; તેમ આત્માનો અનાકૂળ
જ્ઞાન સ્વભાવ પોતે સુખરૂપ છે, પરંતુ જ્યારે તે સ્વભાવમાંથી ખસીને પોતે નિમિત્તનું લક્ષ કરે છે ત્યારે આકુળતા
થાય છે, તેમાં જો શુભરાગ હોય તો પુણ્ય છે અને અશુભરાગ હોય તો પાપ છે; પરંતુ પુણ્ય તે ધગધગતા ઘીની માફક
જીવને આકુળતામાં બાળનારા છે અને પાપથી તો સાક્ષાત્ અગ્નિ સમાન નરકાદિમાં જીવ અત્યંત દુઃખી થાય છે. માટે
હે ભાઈ નિમિત્ત! તું પુણ્યના સંયોગથી જીવને સુખ માને છે પરંતુ તેમાં સુખ નથી. પુણ્યના ફળમાં મળેલા પાંચ
ઇન્દ્રિયોના વિષયોના સંયોગથી જીવને કઈ રીતે સુખ થાય? ઊલટું પાંચ ઇન્દ્રિયોના વિષયનું લક્ષ કરવાથી જીવ
આકુળિત થઈને દુઃખ ભોગવે છે. સુખ તો આત્માના અંતર સ્વભાવમાં છે. અવિનાશી જ્ઞાયક સ્વભાવના લક્ષે, તેની
શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાથી જીવ સુખી થાય છે, માટે અવિનાશી ઉપાદાન સ્વભાવને ઓળખીને તેના લક્ષે ઠરવું
જોઈએ અને નિમિત્તનું લક્ષ છોડવું જોઈએ. –૩પ–
કરવો પડશે ને! એ નક્કી કરવા માટે આ ઉપાદાન–નિમિત્તનો સંવાદ ચાલે છે.
સ્વાધીનપણામાં હોય કે પરાધીનપણામાં? જો સુખ પરને આધીન હોય તો તે નાશ પામી જાય અને દુઃખ આવે,
પરંતુ સ્વાધીન સુખ છે અને તે આત્મામાં જ સ્વતંત્રપણે છે. કોઈ પર ચીજની હાજરીવડે આત્માને સુખ મળે એ
માન્યતા ખોટી છે, પરાધીનદ્રષ્ટિ છે અને મહા દુઃખ આપનારી છે. પૈસા વગેરેથી મને સુખ મળે અગર તો સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રથી આત્માને ધર્મ થાય એવી જે પરપદાર્થને આધીનપણાની માન્યતા તે આત્માને પોતાની
શક્તિમાં લૂલો–પાંગળો બનાવનારી છે, એવું થવું કોને ગમે? જે જીવ પરવસ્તુથી પોતાને સુખ–દુઃખ માને છે તે
જીવે પોતાને શક્તિહીન લૂલો, પાંગળો માન્યો છે. જેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે તેને આત્મશક્તિની સંભાળ નથી
અને તેથી તેવા જીવો ચાર ગતિમાં દુઃખી થઈ રહ્યા છે. જગતના જીવો પોતાના આત્માના સામર્થ્યની સંભાળ
કરતા નથી અને આત્માને પરનું અવલંબન માનીને, તેનાથી શાંતિ–સુખ માને છે પરંતુ તે માન્યતા સાચી નથી,
પરના અવલંબને સુખ–શાંતિ છે જ નહિ. સ્વતંત્રતાની સાચી માન્યતા ન હોય તો તેમાંથી સ્વતંત્ર સુખ ન જ
આવે, માટે પરતંત્રપણાની (નિમિત્ત આધીનપણાની) શ્રદ્ધામાં દુઃખ જ છે. ધર્મ અથવા સુખ આત્માની
ઓળખાણ દ્વારા જ થાય છે.
ને! ત્યારે ઉપાદાને તેની દલીલનો નકાર કરતાં કહ્યું કે અનુકુળ સામગ્રીમાં આત્માનું સુખ છે જ નહિ. ‘શરીર સરખું
હોય, નિરોગતા હોય, ઉંમર પાકટ થાય, ભુક્ત–ભોગી થઈએ એમ બધું પાર કરીને પછી મરવા ટાણે નિરાંતે ધર્મ
થાય’ આવી મહા પરાધીન દ્રષ્ટિથી આત્મા પોતે જીવનમાં કદી સત્સમાગમે અંતરથી ધર્મ સમજવાનો ઉપાય ન કરે
તો તેને ધર્મ