ઃ ૭૪ઃ આત્મધર્મઃ ૪૦
થાય નહિ અને મુક્તિનો ઉપાય ન મળે, તે સંસારમાં રખડે. સત્ સમજવાનાં અપૂર્વ ટાણે જેણે સમજવાની ના પાડી
તે પોતાના સ્વભાવનો અનાદર કરીને સંયોગ બુદ્ધિથી અસત્નો આદર કરીને અનંત સંસારમાં દુખિત થઈને રખડે
છે; અને જેણે સમજવાનો અંતરથી ઉલ્લાસ લાવીને સ્વભાવનો સત્કાર કર્યો તે ઉપાદાનના જોરે અલ્પકાળમાં
સંસારમુક્ત થઈને પરમસુખને પામશે.
અહીં એમ સ્વાધીનતા સમજાવે છે કે હે ભાઈ! તું તારી અવસ્થામાં ભૂલ કરે છે તે ભૂલ તને કોઈ બીજું
કરાવતું નથી, પરંતુ તેં પોતાને ભૂલીને મને પરથી સુખ થાય’ એવી ઉંધી માન્યતા કરી છે તેથી જ દુઃખ છે. ભૂલનો
કરનાર પણ તું છો અને ભૂલનો ભાંગનાર પણ તું જ છો. સ્વભાવને ભૂલીને જે ભૂલ તેં કરી છે. તે ભૂલને
સ્વભાવની ઓળખાણ કરીને કાઢી નાંખ તો સુખ તો તારા અવિનાશી સ્વરૂપમાં જ ભર્યું છે તે તને પ્રગટ થાય. આ
રીતે ઉપાદાન સ્વાધીનપણે કાર્ય કરે છે.
નિમિત્તની દલીલઃ–
અવિનાશી ઘટ ઘટ બસૈં સુખ કયોં વિલસત નાહિં;
શુભ નિમિત્તકે યોગ બીન પરે પરે વિલલાહિં. ૩૬.
અર્થઃ– નિમિત્ત કહે છે–અવિનાશી સુખ તો ઘટ ઘટ–દરેક જીવમાં વસે છે, તો જીવોને સુખનો વિલાસ–
ભોગવટો કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણે ક્ષણે દુઃખી થઈ રહ્યો છે.
અરે ઉપાદાન! જો નિમિત્તથી સુખ નથી અને અવિનાશી ઉપાદાનથી જ સુખ છે એમ તું કહે છે, તો બધા
આત્માના સ્વભાવમાં અવિનાશી સુખ તો છે છતાં કેમ તેઓ તે મેળવી શકતા નથી? સારાં નિમિત્ત નથી માટે! જો
આત્મામાં જ સુખ અવિનાશી ભર્યું હોય તો તેને કેમ ન ભોગવે? અને જીવ બહારમાં સુખનાં ઝાંવાં કેમ નાખે?
ઉપાદાન તો બધાને છે પરંતુ સારાં નિમિત્ત મળે ત્યારે સુખી થાય.–આવા નિમિત્ત તરફના અજ્ઞાનીઓના પ્રશ્નો
અનાદિના છે, અને ઉપાદાનની ઓળખાણના જોરે તે પ્રશ્નને ઉડાવી દેનાર જ્ઞાનીઓ પણ અનાદિના છે.
જેને આત્માના સ્વાધીન સુખસ્વરૂપની ખબર નથી તે એમ શંકા કરે છે કે જો સુખ આત્મામાં જ હોય તો
કયા જીવને સુખ ભોગવવાની ભાવના નથી? અને તો પછી તે સુખ કેમ ન ભોગવે? માટે સુખને ખાતર સારાં
નિમિત્તો જોઇશે. અને એ નિમિત્તના આધારે જ આત્માનું સુખ છે. માનવદેહ, આઠ વર્ષનો કાળ, સારૂં ક્ષેત્ર,
નિરોગશરીર અને સત્ સંભળાવનાર સંત પુરુષનો સમાગમ આ બધા જોગ હોય તો જીવ ધર્મ પામીને સુખી થાય
પરંતુ જીવને સારાં નિમિત્ત નથી મળ્યાં તેથી જ સુખ નથી અને નિમિત્તના અભાવમાં એક પછી એક દુઃખ ભોગવે છે,
માટે સુખ લેવામાં જીવને નિમિત્તની મદદની જરૂર છે.–આવી નિમિત્ત તરફની દલીલ છે. –૩૬–
ઉપરની દલીલનો ઉપાદાન જવાબ આપે છેઃ–
શુભ નિમિત્ત ઇહ જીવકો, મિલ્યો કંઈ ભવસાર;
પૈ ઈક સમ્યક્દર્શ બિન, ભટકત ફિર્યો ગંવાર. ૩૭.
અર્થઃ– ઉપાદાન કહે છે–શુભ નિમિત્ત આ જીવને ઘણા ભવોમાં મળ્યું, પણ એક સમ્યગ્દર્શન વિના આ જીવ
ગમારપણે (અજ્ઞાનભાવે) ભટકયા કરે છે.
આ દોહામાં નિમિત્તાધીન દ્રષ્ટિવાળા જીવને ગમાર કહ્યો છે. જે જીવને સમ્યગ્દર્શન નથી તે ગમાર છે–
અજ્ઞાની છે. પરમસત્ય ભાષા છે. શ્રી સર્વજ્ઞ ભગવાનના પક્ષથી અને સ્વભાવની સાક્ષીથી અનંત સમ્યગ્જ્ઞાનીઓ કહે
છે કે હે ભાઈ! જીવને સમ્યગ્દર્શન વગર જ સુખ નથી. પોતે જ પોતાના આખા સ્વભાવને ભૂલી ગયો અને પર સાથે
સુખ–દુઃખનો સંબંધ માન્યો તેથી જ જીવ રખડે છે, અને દુઃખી થાય છે. આ અનંત સંસારમાં રખડતા જીવને સારાં–
ઉત્કૃષ્ટ નિમિત્તો મળ્યાં, સાક્ષાત્ શ્રી તીર્થંકર ભગવાન, તેમનું સમવસરણ જેમાં ઇન્દ્રો, ચક્રવર્તી, ગણધરો અને સંતો–
મુનિઓનાં ટોળાં આવતાં એવી ધર્મસભા તથા દિવ્યધ્વનિનો ધોધમાર ઉપદેશ વરસતો હતો– આવાં સર્વોત્કૃષ્ટ
નિમિત્તો પાસે અનંતવાર જઈને બેઠો અને ભગવાનની દિવ્ય વાણી સાંભળી છતાં પણ તું તારી અંતરની રુચિના
અભાવે ધર્મ ન સમજ્યો, નિમિત્તો હોવા છતાં તેં ઉપાદાનની જાગૃતિ કરી નહિ તેથી સમ્યગ્દર્શન ન પામ્યો. ભાઈ રે!
વસ્તુસ્વભાવ જ જ્યાં સ્વતંત્ર છે તોપછી નિમિત્ત તેમાં શું કરે? જો જીવ પોતે પોતાના સ્વભાવની ઓળખાણ કરે તો
કોઈ નિમિત્તો રોકવા સમર્થ નથી અને જો જીવ પોતાના સ્વભાવની ઓળખાણ ન કરે તો કોઈ નિમિત્તો તેને
ઓળખાણ આપવા સમર્થ નથી.
અનંતકાળથી સંસારમાં રખડતાં રખડતાં દરેક જીવ મોટો રાજા થયો અને સમવસરણમાં બિરાજમાન
સાક્ષાત્ ચૈતન્યદેવ શ્રી અરિહંત ભગવાનની હીરાના થાળમાં કલ્પવૃક્ષના ફળ–ફૂલથી પૂજા કરતાં ઇન્દ્રોને જોયાં અને
પોતે