Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭પઃ
પણ સાક્ષાત્ ભગવાનની પૂજા કરી પરંતુ–જ્ઞાનસ્વભાવી રાગરહિત પોતાના નિરાલંબન આત્મસ્વરૂપને સમજ્યો નહિ
એટલે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ તેથી જ ગમાર થઈને–અજ્ઞાનીપણે અનંત સંસારમાં રખડયો. ભગવાન જુદા અને
હું જુદો, મારા સ્વરૂપથી હું પણ ભગવાન જ છું આવી સાચી ઓળખાણ વગર ભગવાનની પૂજા કરે તો તેનાથી
ધર્મનો લાભ થાય નહિ કાંઈ ભગવાન કોઈને સમ્યગ્દર્શન આપી દે તેમ નથી, ધર્મ કોઈના આશીર્વાદથી મળતો નથી,
માત્ર પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે, તે સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી.
હું આત્મા સ્વતંત્ર ભગવાન છું, કોઈ પર વસ્તુ મારું કલ્યાણ કરી દે તેમ નથી, મારી ઓળખાણ દ્વારા હું જ
મારું કલ્યાણ કરું છું–આવું સમજ્યા વગર જૈનનો દ્રવ્યલિંગી સાધુ થયો, ક્ષમા કરી, ભગવાન પાસે ગયો, શાસ્ત્રો
ભણ્યો છતાં આત્માની રુચિ અને ભાન કર્યા વગર અનંત દુઃખી થઈને સંસારમાં રખડયો. ઉપાદાન સ્વરૂપ આત્માનું
ભાન પોતે ન કરે તો નિમિત્તો શું કરવા સમર્થ છે? જૈનનું દ્રવ્યલિંગ અને ભગવાન એ તો નિમિત્ત છે અને ખરેખર
તો ક્ષમાનો શુભરાગ તેમજ શાસ્ત્રનું જ્ઞાન તે પણ નિમિત્ત છે, તે બધાં નિમિત્તો હોવા છતાં પોતાની ભૂલના કારણે જ
જીવને સુખ થતું નથી. એક માત્ર સમ્યગ્દર્શન સિવાય બીજું કોઈ આ જીવને સુખી કરવા સમર્થ નથી.
“જો નિમિત્ત જીવને સુખી ન કરતું હોય અને ઉપાદાનથી જ સુખ પ્રગટતું હોય તો, બધા જીવોના સ્વભાવમાં
અવિનાશી સુખ તો ભર્યું છે–તેને તેઓ કેમ ભોગવતા નથી? આવો નિમિત્તનો પ્રશ્ન છે તેનો ઉત્તર ચાલે છે.
અરે ભાઈ! બધા જીવોના સ્વભાવમાં અવિનાશી સુખ છે એ વાત ખરી, પરંતુ એ તો શક્તિરૂપ છે, શક્તિનો
ભોગવટો નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિની સંભાળ કરે છે તેઓ જ તે સુખને ભોગવે છે. જો નિમિત્તથી સુખ
પ્રગટતું હોય તો નિમિત્ત તો ઘણા જીવોને છે છતાં બધાને કેમ તે પ્રગટતું નથી?
અનંત સંસારમાં રખડતાં ઘણા ભવોમાં આ જીવને *શુભ નિમિત્તો મળ્‌યાં પરંતુ એક પવિત્ર સમ્યગ્દર્શન
વગર જીવ ગમારપણે સંસારમાં રખડી રહ્યો છે. જેને પોતાના સ્વાધીન સ્વભાવની ઓળખાણ નથી અને મારું સુખ
મને દેવ–ગુરુ–શાસ્ત્ર કે શુભરાગ વગેરે પર નિમિત્તો આપી દેશે એમ જે માને છે તેને અહીં ગ્રંથકારે ‘ગમાર’ મૂર્ખ
કહ્યા છે. અરે. ગમાર! તું સ્વભાવને ભૂલીને નિમિત્તાધીનદ્રષ્ટિથી જ રખડયો છો, તારા જ દોષથી તું રખડયો છો.
તારામાં સ્વતંત્ર સુખ છે એમ તું માનતો જ નથી તેથી જ તને સુખનો અનુભવ નથી, પરંતુ કર્મોએ તારું સુખ દાબી
રાખ્યું નથી. માટે તું તારી માન્યતા ફેરવ.
નિમિત્તાધીનદ્રષ્ટિવાળાને અહીં ‘ગમાર’ કહ્યો, તેમાં દ્વેષ નથી પણ કરુણા છે. અવસ્થાની ભૂલ છે તે
બતાવવા ગમાર કહ્યો છે, સાથે એમ સમજાવે છે કે હે ભાઈ! તારું ગમારપણું તારી અવસ્થાની ભૂલથી છે, સ્વભાવે
તો તું ભગવાન છો માટે તારા સ્વભાવની ઓળખાણ વડે તું તારી પર્યાયનું ગમારપણું ટાળ. પરંતુ જે પોતાની ભૂલને
જ સ્વીકારે નહિ અને નિમિત્તોનો દોષ કાઢયા કરે તે પોતાની ભૂલને ટાળવાનો પ્રયત્ન કરે નહિ અને તેથી તેનું
ગમારપણું ટળે નહિ. સમ્યગ્દર્શનના અભાવે મિથ્યાદ્રષ્ટિપણે ગાંડા જેવો થઈને સ્વભાવને ભૂલ્યો અને નિમિત્તોની
શ્રદ્ધા કરી પરંતુ સ્વસન્મુખ થઈને પોતાની શ્રદ્ધા કરી નહિ તેથી જ અનંતસંસારમાં અવતાર કરીને દુઃખ ભોગવ્યું છે.
‘અમુક નિમિત્ત હોય તો આમ થાય અને અમુક નિમિત્ત હોય તો તેમ થાય’ એ પ્રમાણે પરાધીનદ્રષ્ટિ જ રાખી તેથી
સુખ થયું નહિ, પરંતુ ‘હું સ્વતંત્ર છું, મારા ઉપાદાનથી હું મારું જે કરું તે થાય, મને રોકવા કોઈ સમર્થ નથી’ આમ
ઉપાદાનની સાચી સમજણથી પરાધીનદ્રષ્ટિનો નાશ કરતાં જ જીવને પોતાના સુખનો વિલાસ (ભોગવટો) થાય છે,
માટે હે નિમિત્ત! એક ઉપાદાનની જાગૃતિથી જ જીવને સુખ થાય છે, જીવને સુખી થવામાં નિમિત્તોની કાંઈ જ મદદ
નથી. જેમ ચક્રવર્તી પુરુષ હોય ત્યાં પટાવાળા હાજર જ હોય પરંતુ તે પુરુષનું ચક્રવર્તીપણું કાંઈ પટાવાળાને લીધે
નથી, તેમ જીવ જ્યારે પોતાની જાગૃતિથી સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરી સુખી થાય ત્યારે નિમિત્તો હાજર સ્વયં હોય છે
પરંતુ જીવના સુખના તેઓ કર્તા નથી. જીવ પોતે જો સાચી સમજણ ન કરે તો કાંઈ નિમિત્તો તેને સુખી કરવા સમર્થ
નથી.
સાચા નિમિત્ત મળ્‌યા વગર સમ્યક્જ્ઞાન ન થાય એટલું એક પડખું નિમિત્તનું બરાબર છે, એટલે કે જીવ પોતે
જ્યારે જ્ઞાન કરે ત્યારે સાચા નિમિત્તોની હાજરી હોય છે–આટલું બરાબર છે પરંતુ બીજા સાચાં
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* શુભનિમિત્ત–સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર; કુદેવાદિ તો અશુભ નિમિત્ત છે. તેને તો સુખના નિમિત્ત તરીકે પણ કહી શકાતા
નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનનાર પણ નિમિત્તના લક્ષે અટકે છે તેની વાત છે.