Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૭૬ઃ આત્મધર્મઃ ૪૦
પડખાનું જ્ઞાન તે (નિમિત્ત દ્રષ્ટિવાળો) છોડી દે છે કે–જો પોતે ન સમજે અને જ્ઞાન ન પ્રગટાવે તો સત્સમાગમ
વગેરેનો સંયોગ કાંઈ જ કરવા સમર્થ નથી. માટે ક્યારેય કોઈ પણ કાર્ય નિમિત્તથી થતું જ નથી, બધાંય કાર્યો સદાય
ઉપાદાનથી જ થાય છે, તેથી સુખ પણ ઉપાદાનની જાગૃતિ વડે સમ્યગ્દર્શનથી જ થાય છે.
આ રીતે, સુખ જીવના સમ્યગ્દર્શનથી જ પ્રગટી શકે છે એવી ઉપાદાનની વાત પાત્ર જીવોએ સમજીને
સ્વીકારી અને નિમિત્તની હાર થઈ. જિજ્ઞાસુ પાત્ર જીવ ઉપાદાન–નિમિત્તના સંવાદ ઉપરથી એક પછી એક વાતનો
નિર્ણય કરતો આવે છે અને નિર્ણય પૂર્વક સ્વીકાર કરે છે. આ પ્રમાણે અહીં સુધી તો નિમિત્તની હાર થઈ, હવે થોડીક
વારમાં નિમિત્ત હારી જશે અને તે પોતે પોતાની હાર સ્વીકારી લેશે. –૩૭– (ચાલું...)
* * *
શ્રી સમયસારજી ગાથા એકના પ્રવચનના આધારે કેટલાક પ્રશ્નોત્તર
ઃ (પહેલાના ૭૩ પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ તથા ૩૯)ઃ
૭૪. પ્ર.–પાંચ ગતિમાં કથંચિત્ સરખાપણું કઈ કઈ ગતિઓને છે?
ઉ.–સિદ્ધગતિને તો અન્ય ચારે ગતિઓથી વિલક્ષણપણું છે એટલે કે સિદ્ધગતિને તો અન્ય કોઈ ગતિ સાથે
સરખાપણું નથી. પણ અન્ય ચારે ગતિઓને પરસ્પર કથંચિત્ સરખાપણું છે કેમ કે તે ચારે ગતિઓ વિકારનું જ ફળ
છે.
૭પ. પ્ર.–સ્વર્ગનાં સુખ કરતાં મોક્ષનાં સુખ અનંતગણાં છે–એ ખરૂં છે?
ઉ.–એ વાત ખોટી છે, કેમ કે સ્વર્ગમાં તો આકુળતાનું દુઃખ છે; સ્વર્ગ કરતાં અનંતગણું મોક્ષમાં સુખ છે એમ
માન્યુ તેનો અર્થ એ થયો કે જેટલી આકુળતા સ્વર્ગમાં છે તેના કરતાં અનંતગુણી આકુળતા મોક્ષમાં છે!! પરંતુ
મોક્ષદશા તો આકુળતા રહિત સ્વભાવ સુખવાળી છે અને સ્વર્ગમાં તો આકુળતા છે, તેથી સ્વર્ગના સુખ સાથે મોક્ષનાં
સુખ સરખાવી શકાય નહિ. ગુણની સાથે ગુણની સરખામણી થાય પણ દોષની સાથે ગુણની સરખામણી કેમ થાય?
એમ કહી શકાય કે–સમ્યગ્દ્રષ્ટિ જીવના સુખ કરતાં અનંતગણું સુખ સિદ્ધ ભગવાનને છે. એ ધ્યાન રાખવું કે
સમ્યગ્દ્રષ્ટિને પણ સ્વર્ગાદિ પર દ્રવ્યોમાં સુખ નથી, ઊલ્ટું તે પ્રત્યેની રાગની લાગણી તે તો દુઃખ જ છે; પરંતુ
સમ્યગ્દર્શનપૂર્વક જેટલે અંશે અનાકુળભાવ વર્તે છે તેટલે અંશે જ સુખ છે.
૭૬. પ્ર.–જેણે સિદ્ધ ભગવંતોની વસ્તીમાં દાખલ થવું હોય તેણે શું આદરવું ને શું છોડવું?
ઉ.–જે જીવને સિદ્ધોની વસ્તીમાં દાખલ થવું હોય એટલે કે સિદ્ધ થવું હોય તેણે સિદ્ધ અને પોતાના આત્મામાં
કાંઈ ફેર માનવો ન જોઈએ; જે કાંઈ સિદ્ધ ભગવાનમાં છે તેટલું જ મારા આત્માનું સ્વરૂપ છે અને જે કાંઇ
સિદ્ધભગવાનમાં નથી તે બધું મારા આત્માનું સ્વરૂપ નથી. આ પ્રમાણે પોતાના આત્માની ઓળખાણપૂર્વક
સ્વભાવનો આદર (શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર) કરવો જોઈએ અને મિથ્યાત્વ, રાગ–દ્વેષાદિ વિભાવોને છોડવા જોઈએ.
૭૭. પ્ર.–સ્વભાવનો અભ્યાસ કઈ રીતે થાય?
ઉ.–સંપૂર્ણ સ્વભાવને પામેલા સિદ્ધભગવાનને ઓળખીને, તેમના જેવા જ સંપૂર્ણ સ્વભાવે પોતાના આત્માને
ભાવવો–તે સ્વભાવનો અભ્યાસ છે.
૭૮. પ્ર.–સિદ્ધ ભગવાન મનથી અને રાગથી પાર છે, તેમનું ધ્યાન કઈ રીતે થઈ શકે?
ઉ.–પ્રથમ તો, જેનું ધ્યાન કરવું હોય તેનું જ્ઞાન કરવું જોઈએ. સિદ્ધ ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાયથી
યથાર્થપણે ઓળખવા અને પોતાના આત્માનો સ્વભાવ પણ એવો જ છે એમ પોતાના આત્માના સ્વભાવને
ઓળખીને ધ્યાન કરવું તે જ સિદ્ધનું ધ્યાન છે; કેમ કે જેવો સિદ્ધનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે.
પોતાના આત્મસ્વભાવને ઓળખ્યા વગર સિદ્ધભગવાનનું સ્મરણ કર્યા કરે તે શુભરાગ છે, તેને
સિદ્ધભગવાનનું ધ્યાન કહી શકાય નહિ.
સિદ્ધ ભગવાનના ધ્યાનથી સિદ્ધપણું થાય, પરંતુ એ પરદ્રવ્યનું ધ્યાન નહિ, પણ સિદ્ધ જેવા પોતાના
સ્વભાવનું ધ્યાન કરતાં કરતાં સિદ્ધદશા થાય છે. સમ્યગ્દર્શન વગર સ્વભાવનું ધ્યાન હોઈ શકે નહિ.
૭૯. પ્ર.–સિદ્ધ ભગવાનના આત્મામાં અને આ આત્મામાં સમાનતા તથા અસમાનતા કઈ રીતે છે?
ઉ.–દ્રવ્ય સ્વભાવ અપેક્ષાએ સિદ્ધને અને આ આત્માને સમાનપણું છે.