Atmadharma magazine - Ank 040
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
માઘઃ ૨૪૭૩ઃ ૭૭ઃ
દ્રવ્ય અપેક્ષાએ તો બધા જ આત્મા સરખા છે; અને પર્યાય અપેક્ષાએ સિદ્ધભગવાન સંપૂર્ણ શુદ્ધ છે, આ આત્માને
પર્યાયમાં અશુદ્ધતા છે. સિદ્ધ ભગવાનને જ્ઞાન, સુખ ઇત્યાદિ ગુણોની પર્યાય પરિપૂર્ણ છે અને રાગાદિનો સર્વથા
અભાવ છે, આ આત્માને જ્ઞાનાદિ ગુણોની અધૂરી પર્યાય છે તથા રાગાદિ પણ છે. આ રીતે. પર્યાય અપેક્ષાએ અંતર
છે.
૮૦. પ્ર.–સિદ્ધને અને આ આત્માને પર્યાય અપેક્ષાએ જે અંતર છે તે અંતર કઈ રીતે ટળે?
ઉ.–પર્યાય અપેક્ષાએ અસમાનતા હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ તો આ આત્મા પણ સિદ્ધ સમાન જ છે; માટે
પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિનો આશ્રય કરતાં આત્માની શુદ્ધ પર્યાય પ્રગટે છે. દ્રવ્ય દ્રષ્ટિનો આશ્રય
કરવાથી પ્રથમ સિદ્ધ સમાન પોતાના આત્માની શ્રદ્ધા પ્રગટે છે અને પછી તેમાં સ્થિરતા કરતાં સાક્ષાત્ સિદ્ધદશા પ્રગટે
છે એટલે આત્મા પોતે સિદ્ધ થાય છે.
પરંતુ જીવ જો પોતાના સિદ્ધ સ્વભાવને ન માને, ન ઓળખે અને માત્ર પર્યાય જેટલો જ પોતાને માની લે
તો તે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યસ્વભાવનું લક્ષ કરે નહિ અને દ્રવ્યસ્વભાવના લક્ષ વગર અશુદ્ધતા ટળે નહિ.
સિદ્ધભગવાન પર દ્રવ્યનું કાંઈ જ કરતા નથી, અને પુણ્યની લાગણી પણ તેમનામાં નથી, માટે હું પણ કોઈ
પરદ્રવ્યનું કંઈ જ કરતો નથી અને પુણ્ય તે મારૂં સ્વરૂપ નથી.
પર્યાયમાં વિકાર છે પણ તે મારૂં સ્વરૂપ નથી કેમ કે સિદ્ધને વિકાર નથી–એમ ઓળખીને, તે વિકારરહિત
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતા કરવાથી વિકાર ટળીને સિદ્ધ દશા પ્રગટે છે. (ચાલું...)
***
અષ્ટપ્રાભૃત
પ્રવચનોનો ટૂંકસાર લેખાંકઃ ૪
વૈશાખ વદ ૬ શ્રી સમવસરણ વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ દિન તા. ૨૨–પ–૪૬.
(અંક ૩૮ થી ચાલુ) દર્શનપ્રાભૃત ગાથા–૭
(૭૭) આ અષ્ટપાહુડ શાસ્ત્ર ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે, સર્વજ્ઞના માર્ગનું આમાં કથન છે.
અત્યારે દર્શન પ્રાભૃત વંચાય છે. તેમાં આચાર્યદેવ કહે છે કે સમ્યગ્દર્શન એ જ બધા ધર્મનું મૂળ છે. બધા ધર્મ કહેતાં
આત્માની શુદ્ધચેતનારૂપ ધર્મના પૂર્વે જે ચાર પ્રકાર બીજી ગાથામાં કહ્યા હતા તે સમજવા. સર્વજ્ઞદેવે કહેલા સનાતન
જૈનધર્મ સિવાય અનેક પ્રકારના કલ્પિત મતો છે તે સત્ય સ્વરૂપ નથી.
(૭૮) બીજી ગાથામાં કહ્યું હતું કે ધર્મની પ્રરૂપણા ચાર પ્રકારે છે–
૧. વસ્તુસ્વભાવ તે ધર્મ–આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે, તેનો સ્વભાવ જ્ઞાન–દર્શનમય ચેતના છે, તે ચેતના
શુદ્ધતારૂપે પરિણમે અર્થાત્ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપે પરિણમે તે ધર્મ છે. આત્મા ત્રિકાળ શુદ્ધ ચેતના
સ્વરૂપ વસ્તુ છે અને વિકાર ક્ષણિક છે–એવા ભેદજ્ઞાનપૂર્વક આત્મસ્વભાવની પ્રતીત અને અનુભવ તે સમ્યગ્દર્શન છે
અને તે જ વસ્તુસ્વભાવનું મૂળ છે.
૨. દસ લક્ષણરૂપ ધર્મ–સમ્યગ્દર્શનવડે શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરીને તેનું જ્ઞાન અને સ્થિરતા પ્રગટ
કરીને આત્માને કષાય ભાવોથી બચાવી લેવો તે જ ઉત્તમ ક્ષમાદિ ધર્મ છે. તે ઉત્તમ ક્ષમાદિ ધર્મો સમ્યગ્દર્શન વગર
હોય નહિ. સમ્યગ્દર્શન વગર દ્રવ્યલિંગી મુનિ થાય અને કોઈ બાળી મૂકે છતાં ક્રોધ ન કરે, સિંહ ખાઈ જાય છતાં બોલે
નહિ અને શુભ પરિણામ રાખે તો પણ તેને ‘ઉત્તમ ક્ષમા’ કહેવાય નહીં. કેમ કે તે સમ્યગ્દર્શન રહિત જીવ એમ માને
છે કે મેં આ ઘણું કર્યું અને શુભપરિણામ રાખ્યા તેથી હવે મને ધર્મ થશે. જેણે શુભભાવને સારા માન્યા અને તેનાથી
આત્માને લાભ માન્યો તે જીવને શુભાશુભ રહિત શુદ્ધચૈતન્ય સ્વભાવ ઉપર ક્રોધ (–અરુચિ) છે, તેને અનંતાનુબંધી
ક્રોધ કહેવાય છે. માટે સમ્યગ્દર્શન જ ઉત્તમ–ક્ષમાદિ દસ ધર્મોનું મૂળ છે.
૩. રત્નત્રયરૂપી ધર્મ–પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રયધર્મ છે, તેનું મૂળ પણ
સમ્યગ્દર્શન જ છે.
૪. જીવરક્ષારૂપ ધર્મ–જ્ઞાનદર્શન સ્વરૂપ આત્મા છે, તેની પુણ્ય–પાપના વિકારી ભાવોથી રક્ષા કરવી એટલે કે
પુણ્ય–પાપના ભાવોને આત્માનો સ્વભાવ ન માનવો પણ પુણ્ય–પાપથી ભિન્ન શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવને
શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને સ્થિરતામાં ટકાવી રાખવો તે જ સાચી જીવરક્ષા છે. પર જીવને હું બચાવી શકું એમ માનવું
તથા પુણ્ય–પાપના પરિણામો વડે આત્માને લાભ માનવો તે જ સ્વ જીવની હિંસા છે. પર જીવની રક્ષા કે હિંસા તો
કોઈ કરી શકતા જ નથી, કેમ કે પરજીવનાં જીવન કે મરણ તે આ જીવને આધીન નથી. સમ્યગ્દર્શન વડે પોતાના શુદ્ધ