માટે અહીં આચાર્યદેવ કહે છે કે ચેતનાવડે આત્માનું ગ્રહણ કરવું. જે ચેતનાવડે આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા
આત્મામાં જ છે. જેણે ચેતના વડે શુદ્ધ આત્માને જાણ્યો છે તે કદી પર પદાર્થને કે પરભાવોને આત્માના સ્વભાવ
તરીકે ગ્રહણ કરતા નથી પણ શુદ્ધાત્માને જ પોતાપણે જાણીને તેનું જ ગ્રહણ કરે છે, એટલે તે સદાય પોતાના
આત્મામાં જ છે. કોઈ પૂછે કે– કુંદકુંદ પ્રભુ ક્યાં છે? તો જ્ઞાની ઉત્તર આપે છે કે–ખરેખર કુંદકુંદ પ્રભુ સ્વર્ગાદિ બાહ્ય
ક્ષેત્રોમાં નથી પણ તેમના આત્મામાં જ છે. જેણે કદી કોઈ પરપદાર્થોને પોતાના માન્યાં નથી અને એક
ચેતનાસ્વભાવને જ સ્વપણે અંગીકાર કર્યો છે, તે ચેતનાસ્વભાવ સિવાય બીજે ક્યાં જાય! જેણે ચેતનાવડે આત્માનું
ગ્રહણ કર્યું છે તે સદા પોતાના આત્મામાં ટકી રહે છે. જેમાં જેની દ્રષ્ટિ પડી છે તેમાં જ તે કાયમ રહેલા છે. પોતાની
ચૈતન્યભૂમિકાથી બહાર ખરેખર કોઈ જીવ રહેતો નથી, પોતાની ચૈતન્ય ભૂમિકામાં જેવા ભાવ કરે તેવા ભાવમાં તે
રહે છે, જ્ઞાની જ્ઞાનભાવમાં રહે છે અને અજ્ઞાની અજ્ઞાનભાવમાં રહે છે. બહારમાં ગમે તે ક્ષેત્ર હોય પણ જીવ પોતાની
ચૈતન્યભૂમિકામાં જે ભાવ કરે તે ભાવ ને જ તે ભોગવે છે, બહારના સંયોગને ભોગવતો નથી.
શ્રી સર્વજ્ઞ ભગવાન, આપ સાથી મળ્યા છો, મેં આપને પરમવૈદ તરીકે ઓળખ્યા છે; આપની સેવાથી મારો ભાવરોગ
અવશ્ય દૂર થશે.
આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
શરણભૂત થશે નહિ. સર્વજ્ઞ ભગવાન અને તેઓએ કહેલા આત્માના સ્વરૂપને ઓળખ્યા વગર જીવ કોના શરણે ધર્મ
કરશે?
પોતાને સંપૂર્ણ વીતરાગતા થઈ નથી તેથી વીતરાગ પ્રત્યેની ભક્તિનો શુભરાગ આવે છે. જેમ યોગીઓને લક્ષ્મી
ભોગવવાનો ભાવ જ હોતો નથી, અને જે મરવાની તૈયારીમાં છે તેનામાં લક્ષ્મી ભોગવવાની તાકાત નથી, તેમ જેઓ
વીતરાગ થઈ ગયા છે તેમને ભક્તિનો રાગ હોતો નથી, અને જે કુદેવાદિને માને છે, સાચા દેવ–ગુરુ–ધર્મને
ઓળખતો નથી તે તો અસાધ્ય–દુર્ગતિમાં જવાની તૈયારીવાળો છે, તેને પણ વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિ
આવતી નથી. સાધક ધર્માત્માને વીતરાગની ઓળખાણ છે અને પોતાના વીતરાગ સ્વભાવનું ભાન છે, તેમને રાગ
વર્તે છે ત્યાં સુધી વીતરાગતા પ્રત્યે ભક્તિ–બહુમાન આવ્યા વગર રહેતું નથી. વીતરાગદેવને રાગનો સંપૂર્ણ ત્યાગ છે,
અને અજ્ઞાનીને રાગનો ત્યાગ કરવાનું જ ભાન નથી. જ્ઞાનીને સંપૂર્ણ રાગથી રહિત આત્માનું ભાન છે અને રાગનો
ત્યાગ કરતાં શુભરાગ રહી જાય છે તેથી વીતરાગની ભક્તિ કરે છે. પરંતુ તેઓ ભક્તિના શુભ રાગને પણ ઇચ્છતા
નથી. શુભરાગવડે વીતરાગદેવની ભક્તિ કરવી તે તો ભેદ ભક્તિ છે, તે મોક્ષનું સાધન નથી, પણ રાગ તૂટીને જેટલી
સ્વરૂપમાં એકાગ્રતા વધે છે તેટલી અભેદ ભક્તિ છે, અભેદભક્તિ જ મોક્ષનું સાધન છે.