માઘઃ ૨૪૭૩ઃ ૬૭ઃ
નયાભાસ અથવા મિથ્યાનયોનું સ્વરૂપ
૧. જૈનશાસ્ત્રોમાં કથન બે પ્રકારે છે–એક આગમરૂપ અને બીજું અધ્યાત્મરૂપ. જેમાં સામાન્ય– વિશેષપણે
છ એ દ્રવ્યોનું પ્રરૂપણ હોય તે કથન આગમરૂપ છે અને જેમાં એક આત્માના જ આશ્રયે પ્રરૂપણ હોય તે કથન
અધ્યાત્મરૂપ છે.
૨. આગમ કથનમાં છએ દ્રવ્યોનું પ્રરૂપણ હોવાથી તેમાં, દરેક ‘દ્રવ્ય પોતપોતાથી દ્રવ્યે–ગુણે અને પર્યાયે
સ્વતંત્ર છે એમ બતાવવા ઉપરાંત, દરેક દ્રવ્યની પર્યાય સાથે બીજા દ્રવ્યની પર્યાયને મેળ છે કે નહિ અને હોય તો તે
કેવા પ્રકારે છે તે બતાવવાની જરૂર પડે છે; કેમ કે તે જાણ્યા વિના છએ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન થતું નથી. આમ હોવાથી
આગમ કથનમાં તે સંબંધ બતાવવામાં આવે છે, પરંતુ તેથી કોઈ દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાય કરી શકે કે તેને
મદદ, શરણ કે આલંબન આપી શકે તેમ બનતું નથી; અગર તો એક દ્રવ્યની પર્યાયનું કાર્ય કોઈ વખતે તે દ્રવ્યની
પોતાની મુખ્યતાથી થાય અને કોઈ વખતે પરદ્રવ્યની મુખ્યતાથી તેનું કાર્ય થાય એમ બનતું નથી; આથી તે પર દ્રવ્ય
સાથેના મેળને જ્ઞાનનું જે પડખું જાણે છે તે પડખાને ‘અસદ્ભુત વ્યવહારનય’ કહેવાય છે; તેને અસદ્ભૂત કહેવાનો
હેતુ એ છે કે, એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરી શકે છે, મદદ કરી શકે છે આલંબન આપી શકે છે અથવા કોઈ
વખતે પરદ્રવ્યની મુખ્યતાથી કાર્ય થાય છે. એમ લોકો માને છે તેમજ બોલે છે તેથી શાસ્ત્રોમાં પણ તેમ કથન કરવામાં
આવે છે, પણ તે અસત્ય છે, અસદ્ભૂતનો અર્થ અસત્ય થાય છે. તેથી તે અસત્ય કથનને જાણનારું જ્ઞાનનું પડખું તેને
અસત્ય તરીકે જાણતું હોવાથી તે નયને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવે છે.
૩. આ સંબંધમાં શ્રી પ્રવચનસારશાસ્ત્રના પહેલા અધ્યાયની સોળમી ગાથાના ભાવાર્થમાં નીચે મુજબ કહ્યું
છે–
“વ્યવહાર છ કારકો ઉપચાર અસદ્ભૂત નયથી સિદ્ધ કરવામાં આવે છે તે કારણે અસત્ય છે. નિશ્ચય છ
કારકો પોતામાં જ જોડવામાં આવે છે માટે સત્ય છે; કારણ કે વાસ્તવિક રીતે કોઈ દ્રવ્યનો કર્તા કે હર્તા નથી તેથી
વ્યવહારકારક અસત્ય છે.”
૪. આ પ્રમાણે આગમ શાસ્ત્રોમાં ઉપાદાન કારણથી કાર્ય થાય છે અને નિમિત્ત કારણ અસત્ય છે એમ
જણાવ્યું છે; તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભેદજ્ઞાન કરાવવા માટે જણાવ્યો હોવા છતાં પણ મંદબુદ્ધિ જીવો ‘નિમિત્ત
અપેક્ષાએ તો કર્તાપણું છે ને!’ એમ કહીને પોતાનું વલણ અને વજન નિમિત્ત તરફથી ખેંચીને સ્વભાવ તરફ વાળતા
નથી.
પ. આ કારણે, પર વલણથી છોડાવીને અધ્યાત્મશાસ્ત્રોનું પ્રયોજન આત્માને સ્વ તરફ વાળવાનું હોવાથી,
આગમ શાસ્ત્રોએ જે કથન ‘અસદ્ભૂત–અસત્ય’ કહ્યું છે તેને વિશેષ બળવાનપણે સમજાવવા માટે, પર સાથે સંબંધ
બતાવનારાં બધાંય કથનો સમ્યક્નય નથી પણ મિથ્યાનય છે તેથી તેને નયાભાસ કહે છે.
આ વિષય શ્રી પંચાધ્યાયશાસ્ત્રના પહેલા અધ્યાયમાં પ૬૧ થી પ૮૭ ગાથામાં લેવામાં આવ્યો છે, તે ગાથાઓ
અહીં આપવામાં આવે છે. પ્રથમ તે ગાથાઓનો ટૂંક સાર નીચે જણાવવામાં આવે છે–
(૧) સમ્યક્નય અને મિથ્યાનયની વ્યાખ્યા આપી છે કે, જે આત્માના ગુણનો બોધક હોય તથા આત્માને લાભ
થાય તેવા ઉદાહરણ, હેતુ અને પ્રયોજનસહિત હોય તે સમ્યક્નય છે, અને બીજા બધા મિથ્યાનય છે. (ગાથા–પ૬૧)
(૨) જેમ પ્રમાણ જ્ઞાનથી આત્માને શુદ્ધિનો લાભ થાય છે તેમ નયનું ફળ પણ પર તરફથી ખસીને પોતાના
આત્મા તરફ વલણ વડે આત્માની શુદ્ધિ થાય તેવું હોવું જોઈએ; કેમ કે પ્રમાણનો અંશ તે જ નય છે. (ગાથા–પ૬૨)
(૩) જે વસ્તુમાં જે ગુણ નથી તેમાં તે ગુણનો આરોપ કરવારૂપ વ્યવહાર–અર્થાત્ આત્માને શરીરવાળો
ઈન્દ્રિયવાળો, રંગવાળો ઇત્યાદિ પ્રકારે કહેવો તે–ઉપાદેય નથી કેમ કે તેનાથી કાંઈ ઇષ્ટ ફળની સિદ્ધિ થતી નથી; માટે
તે મિથ્યાનય છે. (ગાથા–પ૬૩)
(૪) જીવની ભૂમિકામાં શરીરનો પ્રવેશ થતો નથી, પણ ક્રોધાદિ
* * * * * *
આત્મધર્મ ફાઈલ
આપ આત્મધર્મની શરૂઆતથી જ ગ્રાહક ન થયા હો તો આપની પાસે પહેલા બીજા કે ત્રીજા જે વર્ષની
ફાઈલ ન હોય તે તુરત જ મગાવો. પહેલા વર્ષની થોડી જ ફાઈલ બાકી છે.
મૂલ્ય રૂા. ૩–૪–૦ ટ. ખ. ૦–૯–૦
આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા, કાઠિયાવાડ.