Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૯૦ઃ આત્મધર્મઃ ૪૧
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપનું ઉદ્ઘાટન
ફાગણ સુદ–૧ના રોજ સવારે ૮ા વાગે ઇન્દોરના શ્રીમાન્ સર હુકમચંદજી શેઠના વરદ્ હસ્તે ‘શ્રીમંડપ’નું
ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે શેઠશ્રી સાથે તેમના ધર્મપત્ની દાનશીલા સૌ. કંચનબાઈ, સુપુત્ર રા. બ.
રાજકુમારસિંહજી, સુપૌત્ર રાજા બહાદુરસિંહજી, પુત્રવધુશ્રી પ્રેમકુમારીજી અને સુપુત્રી શ્રી ચંદાબેન–ઇત્યાદિ કુટુંબીજનો
અને અન્ય સદ્ગૃહસ્થો મળી ૪પ માણસો પધાર્યા હતા. પંડિતવર્ગમાં શ્રીમાન્ પં. શ્રી દેવકીનંદનજી અને પં. શ્રી
જીવંધરજી પધાર્યા હતા. શેઠશ્રીએ પોતાની આ મુસાફરીને ‘સોનગઢ–યાત્રા’ નામ આપ્યું હતું.
શેઠશ્રી ફાગણ સુદ ૧ના પરોઢિયે લગભગ ૨ વાગે સોનગઢ પહોંચ્યા હતા; સવારે ૭ાાા વાગે તેમના
બંગલેથી જાહેર સ્વાગત કરીને તેઓને ‘શ્રીમંડપે’ લાવવામાં આવ્યા હતા. અને ત્યાં મુમુક્ષુઓના ઘણા ઘણા ઉત્સાહ
વચ્ચે પૂ. ગુરુદેવશ્રીની હાજરીમાં તેમણે શ્રીકુંદકુંદ ભગવાનના જયકારનાદ પૂર્વક શ્રી મંડપના મંગળદ્વારોને ખૂલ્લાં કર્યા
હતા.
ઉદ્ઘાટન થતાં જ હોલ લગભગ ભરાઈ ગયો હતો. તરત જ શેઠશ્રી બોલવા માટે ઉભા થયા હતા, તેઓને
ઘણો ઉત્સાહ હતો. તેઓએ પોતા તરફથી રૂ. ૭૦૦૧) રા. બ. રાજકુમારસિંહજી તરફથી રૂા. ૭૦૦૧), રાજા
બહાદુરસિંહજી તરફથી રૂા. ૭૦૦૧), સૌ દાનશીલા શેઠાણી કંચનબેન તરફથી રૂ. ૭૦૦૧) અને સૌ. પ્રેમકુમારીબેન
તરફથી રૂા. ૭૦૦૧) એ રીતે કુલ રૂા. ૩પ૦૦પ) પાંત્રીસ હજાર પાંચની ઉદાર ભેટ શ્રીજૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને
અર્પણ કરી હતી.
ત્યાર પછી તરત જ શ્રી સમયસારજીની સ્તુતિ થઈ હતી અને પછી ૮–૩પ કલાકે પૂ. સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
શરૂ થયું હતુ.
પ્રવચન પુરું થતાં શેઠશ્રી બોલવા માટે ઉભા થયા હતા અને કહ્યું હતું કે–હું તો બહુ અલ્પ લાભ લઈ શકું છું,
દેશ–પરદેશના આપ સર્વ મુમુક્ષુઓના બડા ધનભાગ્ય છે કે શ્રી કાનજી મહારાજના આવા પવિત્ર ઉપદેશનો વારંવાર
લાભ લઈ રહ્યા છો. આ સચ્ચા જૈનધર્મની વાત કેટલા મુમુક્ષુઓ સાંભળી રહ્યા છે! એ જોઈને મને હર્ષ થાય છે.
અનાદિ દુઃખ મટાડવાનો અને સાચું આત્મસુખ પ્રગટાવવાનો આ જ ઉપાય છે. હું મારા હૃદયમાં એમ સમજું છું કે
મારી સબ કુછ સંપત્તિ આ સત્ધર્મની પ્રભાવનાર્થે ન્યોછાવર કરી દઉં તો પણ ઓછું છે, છતાં પણ મારાથી તૂચ્છ ભેટ
થઈ છે તે બદલ હું ક્ષમા માંગું છું. અને આ સંસ્થા દ્વારા સત્ધર્મની વૃદ્ધિ દિનપ્રતિદિન થયા કરો–એવી ભાવના છે.
ત્યાર પછી માનદ્ પ્રમુખશ્રી રામજીભાઈએ શેઠશ્રી વગેરેના પધારવા બદલ તેઓશ્રીનો આભાર વ્યક્ત કર્યો
હતો. સાથે સાથે ભાવનગરના દીવાનસાહેબ તરફથી ગઢડાના નગર શેઠશ્રી મોહનલાલ મોતીચંદભાઈ મારફત
આવેલો એક શુભ સંદેશ આપ્યો હતો કે–ભાવનગરના દિવાન સાહેબ પોતે મુંબઈથી અહીં પહોંચવા માટે વાહનની
અગવડતા વગેરેના કારણે અહીં આવી શક્યા નથી, છતાં તેઓશ્રીએ સંદેશો મોકલાવ્યો છે કે ‘શ્રી કાનજી સ્વામી
મહારાજ જેવા પવિત્ર આત્મા અમારા રાજ્યમાં છે, તેમનાથી અમારૂં રાજ્ય મહાન ગૌરવવંત છે.’ શ્રી પ્રમુખ સાહેબે
સત્ધર્મ પ્રચારની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સત્ધર્મનો લાભ લેનારા મુમુક્ષુઓ દિનપ્રતિદિન ઘણા વધતા
જાય છે, આપણે તો એમ ઇચ્છીએ કે લાભ લેનારા મુમુક્ષુઓ અત્યંત વધે અને આ ‘શ્રીમંડપ’ પણ જલ્દી જલ્દી ટૂંકો
પડે અને આથી પણ વિશાળ નવો મંડપ બંધાવવાની જલ્દી જરૂર પડે. એ ચોક્કસ છે કે આ ‘મંડપ’ પણ થોડા જ
વખતમાં ટૂંકો પડશે.
‘શ્રી મંડપ’ ના ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે સુવર્ણપુરીને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ઘણા
ઉલ્લાસપૂર્વક સફળતાથી ઉદ્ઘાટન થઈ ગયું હતું.
બીજે દિવસે દિવાનસાહેબના પ્રમુખપણા નીચે શેઠશ્રીને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. તેની
નકલ તથા તેના ઉત્તરમાં શેઠશ્રીએ કરેલું ભાષણ આ અંકમાં આપવામાં આવેલ છે.
વિશેષ મહત્વની વાત એ છે કે આ વખતે તત્ત્વચર્ચા ઘણી સંતોષપૂર્વક ચાલી હતી. પં. શ્રી જીવંધરજી તો પૂર્વે
બે વખત અત્રે આવી ગયેલા હતા. અને પં. શ્રી દેવકીનંદનજી પહેલી જ વાર આવ્યા હતા. તેમને તત્ત્વ