Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૧ઃ
ચર્ચા સમજતાં ઘણો પ્રમોદ થયો હતો અને ઘણા ઉલ્લાસથી અનેક વખત પૂ. ગુરુદેવ પ્રત્યે તેઓ બોલ્યા હતા કે
અમારું તો બધું ભૂલવાળું હતું, આપે જ સત્ય સમજાવ્યું છે. અત્યાર સુધી અમારી દ્રષ્ટિએ શાસ્ત્રના અર્થો બેસાડતા,
પણ શાસ્ત્રના વાસ્તવિક અર્થ શું છે–તે આપે જ શીખવ્યું છે. અમારા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વ્રત, ત્યાગ વગેરે બધું
ભૂલવાળું હતું; તેમને ત્રણ દિવસના પરિચયથી ઘણો સંતોષ અને આદરભાવ થયો છે.
પૂ. ગુરુદેવશ્રી પણ કહેતા હતા કે–અત્યાર સુધીમાં ઘણા પંડિતો મળ્‌યા છે, પણ આવા સરળ કોઈ જોયા નથી.
સત્ય વાતને સ્વીકારતા તેમને વાર લાગતી નથી.
આ ઉપરાંત રાયબહાદુર રાજકુમારસિંહજી પણ તત્ત્વચર્ચામાં ઝીણવટથી ભાગ લેતા હતા, અને સૂક્ષ્મ
ન્યાયોને બરાબર બુદ્ધિગ્રાહ્ય કરતા હતા. શેઠશ્રીના સુપુત્રી ચંદાબહેને પણ તત્ત્વસ્વરૂપનું ઘણું સુંદર ગ્રહણ કર્યું હતું
અને સત્ પ્રત્યેનો ઉલ્લાસ આવતાં તેમણે પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિભાવના દર્શાવતું એક ઘણા ભાવવાળું કાવ્ય
બનાવીને ફાગણ સુદ ૩ ની રાત્રે ગાયું હતું. અને ત્યારપછી તે રાત્રે સ્પેશ્યલ ટ્રેઈનદ્વારા તેઓ બધા વીંછીયા પધાર્યા
હતા.
* * *
વીંછીયામાં શ્રી જિનમંદિર અને શ્રીસ્વાધ્યાયમંદિરનું
ખાતમુહૂર્ત
સોનગઢથી ફાગણ સુદ ૩ ની રાત્રે ૧૦ વાગે સ્પેશ્યલ ટ્રેઈન દ્વારા રવાના થઈને સર શેઠ હુકમીચંદજી વગેરે
વીંછીયા પધાર્યા હતા. અને ત્યાં તેમના તથા પોરબંદરના શ્રીમાન શેઠ નેમિદાસ ખુશાલચંદના શુભ હસ્તે શ્રી
જિનમંદિર તથા શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું ખાત મુહૂર્ત થયું હતું.
વીંછીયામાં ભવ્ય સ્વાગત થયા બાદ ત્યાં રચવામાં આવેલા મંડપમાં શ્રીમાન રામજીભાઈએ ભાષણ કરતાં
શ્રી જિનમંદિર અને શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું ખાસ મહત્વ સમજાવીને એવી મતલબે કહ્યું કે–મારી દ્રષ્ટિએ, આ
વીંછીયા જેવા નાના ગામમાં શ્રીમાન સર હુકમચંદજી શેઠ અને શ્રીમાન નેમિચંદભાઈ શેઠ જેવા બે મહાન શેઠીયાઓનું
સહકુટુંબ પધારવું અને તેમના શુભહસ્તે શ્રીજિનમંદિર અને સ્વાધ્યાયમંદિરનું ખાતમુહૂર્ત થયું–એ તો ઘણા કાળમાં
નહિ બનેલો એવો અદ્વિતીયપ્રસંગ છે. જૈન ધર્મ સનાતન વસ્તુસ્વભાવરૂપ સત્યમાર્ગ છે. તે સત્યધર્મનો પ્રકાશ અને
વિસ્તાર પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી કરી રહ્યા છે. તેનો જે વિસ્તૃત પ્રચાર થવા માંડયો છે તે વૃદ્ધિગત થઈને
સમગ્ર હિન્દુસ્તાનમાં ફેલાશે એમ કેવળજ્ઞાની ભગવાનના દિવ્યજ્ઞાનમાં ભાસેલું છે–એમાં શંકાને સ્થાન નથી.
ત્યારબાદ સર હુકમીચંદજી શેઠ ભાષણ કરતાં એવી મતલબે બોલ્યા હતા કે આવા પવિત્ર ધર્મપ્રસંગ માટે
ભાગ લેવા હું દિન–રાત તૈયાર છું. તમો જ્યારે કહો ત્યારે આવવા તૈયાર છું. હું દરેક સ્થાને મારી યત્કિંચિત્ સેવા
આપીશ. મારી તો ભાવના છે કે આખા કાઠિયાવાડમાં જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર બની જાય અને જૈનધર્મના
ડંકા સારા હિન્દુસ્તાનમાં વાગી જાય. આપ લોકોનો અતિ ઉત્સાહ અને ઉત્કટ ધર્મપ્રેમ જોઈને મારા હૃદયમાં હર્ષ
સમાતો નથી. જીવનભરમાં મેં આવી ધર્મભક્તિ દેખી નથી. મહારાજજીએ મોક્ષમાર્ગનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટપણે
નિરૂપણ કરીને હજારો ભવ્યજનોને સત્ધર્મમાં આકર્ષીત કર્યા છે. અમે હંમેશાં તેમની તારીફ કરીએ છીએ.
મહારાજશ્રીના પરિચયથી અમારા કુટુંબને ધર્મરુચિમાં વૃદ્ધિ થઈ છે–એ વાતનો ભારે હર્ષ છે. આપ લોકો ગામેગામ
જિનમંદિર અને સ્વાધ્યાય મંદિર બનાવો એવી ભાવના છે. જ્યારે મને યાદ કરશો ત્યારે અર્ધી રાતે ઊઠીને પણ
આવવા તૈયાર છું. આવા ધર્મકાર્ય તો મહાભાગ્યથી મળે છે. મહારાજશ્રી બધા આત્માને ભગવાન કહે છે, પોતાની
સાચી પ્રભુતાનો ખ્યાલ કરાવીને જે સ્વતંત્ર વસ્તુસ્વરૂપ છે તે જ પ્રકાશિત કરે છે.
ત્યારબાદ શ્રીમાન પં. દેવકીનંદનજીએ ઉભા થઈ ખૂબ હર્ષ જાહેર કર્યો અને પૂ. મહારાજશ્રી વિશે બોલતાં
એવી મતલબે જણાવ્યું કે આવા ધર્મપ્રભાવક, મહાન તત્ત્વજ્ઞ, તીર્થસ્થાપક, યુગપ્રધાન, મહર્ષી પુરુષ ઘણા વર્ષોમાં