ઃ ૯૨ઃ આત્મધર્મઃ ૪૧
થયા નથી એમ હું મારા હૃદયથી માનું છું. શાસ્ત્રાધાર સહિત વસ્તુસ્વરૂપ બતાવવાની તેમની શૈલી મેં આજ સુધી
ક્યાંય જોઈ નથી. અમે લોકો આજ સુધી નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખીને શાસ્ત્રો પઢતા હતા, પણ સ્વામીજીએ વાસ્તવિક
દ્રષ્ટિથી–સ્વાશ્રિત નિશ્ચય તત્ત્વદ્રષ્ટિથી શાસ્ત્રના અર્થ કરવાની યથાર્થ શૈલી બતાવી–એ જ મારા માટે અપૂર્વ લાભ
થયો છે, અને તે બાબતનો મને અનહદ પ્રમોદ થયા કરે છે. ત્યારબાદ વીતરાગસ્વરૂપ ધર્મ અને મંગળિકનું સ્વરૂપ
કહીને, તથા તેનું મહત્પણું જણાવીને છેવટે પૂજ્ય મહારાજશ્રીનો ઉપકાર માન્યો.
ત્યારબાદ શેઠ શ્રી સર હુકમચંદજી તથા તેમના કુટુંબીજનો તરફથી એકંદર રૂા. ૭૪૭૧) ની ઉદાર સખાવત
શ્રી વીંછીયા સંઘને જાહેર થઈ.
આ પ્રસંગે શેઠશ્રી નેમિદાસભાઈએ પૂર્વે જે ૧૦૦૦૦) રૂા. જિનમંદિરના ખર્ચ માટે જાહેર કર્યા હતા, તેમાં
ઘણા ઉલ્લાસથી બીજા રૂા. ૨૦૦૦) ઉમેર્યા હતા; તથા તેમના ધર્મપત્ની શ્રી કંચનબેને પણ રૂા. ૨પ૦) વિશેષ ઉમેર્યા
હતા. તે ઉપરાંત મુમુક્ષુઓએ પણ ઘણા ઉત્સાહથી રકમો જાહેર કરી હતી, જે લગભગ ૧૧૦૦૦) થઈ હતી શ્રી સંઘના
આમંત્રણને માન આપીને જસદણ સ્ટેટના ના. ઠાકોર સાહેબ બપોરે પધાર્યા હતા અને તેઓએ આ ધર્મસ્થાન માટે
પોતા તરફથી રૂા. ૧૦૦૦) અર્પણ કરીને ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો. એ રીતે ખાતમુહૂર્ત પ્રસંગે લગભગ રૂા.
૨૨૦૦૦) ની ઉદાર સહાયત મળી હતી.
છેવટમાં, વીંછીયા સંઘના સમસ્ત મુમુક્ષુઓની વતી ત્યાંના એક અગ્રેસર ધર્મપ્રેમી શ્રી પ્રેમચંદભાઈએ શેઠશ્રી
વગેરે સર્વે મહેમાનોનો ખૂબ આભાર માન્યો. અને જણાવ્યું કે–આ જિનમંદિર થવામાં પ્રથમ પ્રેરણા કરનાર સદ્ગત
ભાઈશ્રી ધનજી ગફલભાઈ હતા, તે માટે પોતા તરફથી તેઓએ રૂા. ૩૦૦૦) ની ઉદાર સહાયતા આપી હતી.
ત્યારબાદ ગામના મુમુક્ષુઓએ પણ યથાશક્તિ મદદ કરી છે અને પોરબંદરના મહાન ભાવિક શેઠશ્રી નેમિદાસભાઈએ
પોતાના તરફથી રૂા. ૧૨૦૦૦) જેવી ઉદાર મદદની જાહેરાત કરીને પોતાના તરફથી જિનમંદિર બંધાય એથી ઉત્કટ
ભાવના વ્યક્ત કરી છે. અને સર શેઠશ્રી વગેરે મહેમાનોએ પણ ઘણી ઉદાર મદદ કરી છે–તે માટે તે સર્વેનો ઘણો
આભાર માનવામાં આવે છે.
આ રીતે શ્રી વીંછીયા ગામમાં પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના પુનિત પ્રતાપે શ્રી જિનમંદિર તથા
સ્વાધ્યાય મંદિરના પાયા ઘણી સુંદર રીતે નંખાયા છે. અને એ રીતે ભગવાનશ્રી કુંદકુંદદેવના શાસનની મહાન
પ્રભાવના થઈ છે.
* * *
ભગવાનશ્રી સીમંધર જિન પ્રતિષ્ઠાનો છઠ્ઠો વાર્ષિક મહોત્સવ અને
શ્રી રાજકોટમાં જિનમંદિરની તૈયારી
ફાગણ સુદ ૨ ના દિવસ સવારમાં જિનમંદિરમાં સમૂહપૂજન તથા ધ્વજારોહણ થયું હતું. ત્યાર પછી પૂ.
ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન થયું હતું. વ્યાખ્યાન બાદ માનવંતા શ્રી પ્રમુખસાહેબે રાજકોટ સમસ્ત મુમુક્ષુઓ તરફથી ઘણા
ઘણા ઉમંગથી જાહેરાત કરી હતી કે ‘રાજકોટમાં જેમ બને તેમ ટૂંકા વખતમાં શ્રી જિનમંદિર અને શ્રી સ્વાધ્યાય મંદિર
કરાવવામાં આવશે અને તે માટે
રૂા. ૮૦૦૦૦) એંશી હજાર નીચે મુજબ નક્કી થયા છે–
૪૦૦૦૦) શેઠશ્રી કાળીદાસ રાઘવજીના સુપુત્રો
(નાનાલાલભાઈ, બેચરદાસભાઈ તથા મોહનલાલભાઈ) તરફથી.
૨૦૦૦૦) શેઠશ્રી દામોદરદાસ ચત્રભુજ તથા મૂળજી ચત્રભુજ તરફથી.
૧પ૦૦૦) સ્વ. પારેખ લીલાધર ડાહ્યાભાઈના ધર્મપત્ની શ્રી જયાકુંવરબેન તરફથી.
પ૦૦૦) ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તરફથી.
ઉપર્યુક્ત જાહેરાત કરતી વખતે શ્રી રામજીભાઈ તથા શ્રી નાનાલાલભાઈ વગેરેની આંખમાં હર્ષના આંસુઓ
જણાઈ આવ્યા હતા. એ રીતે જેમ બને તેમ ટૂંક વખતમાં રાજકોટમાં શ્રી જિનમંદિર અને શ્રી સ્વાધ્યાય મંદિર થઈ
જશે.
ત્યાર પછી તરત જ શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી.
બપોરે ૧ાા થી ૨ાા ઉપાદાન–નિમિત્તનો સંવાદ લાઠી પાઠશાળાના વિદ્યાર્થીઓએ કર્યો હતો. બપોરે વ્યાખ્યાન
બાદ ભાવનગરના શ્રી દીવાનસાહેબ પધાર્યા હતા. અને