Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૩ઃ
તેમના પ્રમુખપણા નીચે શેઠશ્રીને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. અભિનંદનપત્રના ઉત્તરમાં તેઓશ્રીએ
એક ટૂંકું ભાષણ કર્યું હતું. તે બંને આ અંકમાં છાપવામાં આવ્યા છે.
ત્યારબાદ પ્રમુખસ્થાનેથી શ્રી દીવાનસાહેબે ટુંકું ભાષણ કર્યું હતું.
બાકી બધો કાર્યક્રમ હર વખતના ધાર્મિક ઉત્સવો પ્રમાણે હતો.
* * *
ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપમાં મંગળ પ્રસંગ
‘ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ નું ઉદ્ઘાટન થયું તે મંગળ પ્રસંગે રાજકોટના ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ
શેઠ (ઉ. વ. ૪૪) તથા તેમના ધર્મપત્ની જયાકુંવરબેન (ઉ. વ. ૪૦) એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ભાઈશ્રી ખીમચંદભાઈ ઘણા શાંત, બુદ્ધિશાળી અને તત્ત્વપ્રેમી છે. આ ઉંમરે
તેઓએ બ્રહ્મચર્ય લઈને ઘણું સુંદર કાર્ય કર્યું છે. આ પ્રસંગને તેમના કુટુંબીઓએ અત્યંત ઉલ્લાસથી શોભાવ્યો હતો.
ભાઈશ્રી ખીમચંદભાઈ તથા જયાબેન આ કાર્યને માટે અભિનંદનને પાત્ર છે.
વળી એથી પણ વિશેષ હર્ષદાયક પ્રસંગ એ છે કે–જામનગરના રહીશ મહેતા નથુભાઈ પરશોત્તમના સુપુત્ર
ભાઈશ્રી અમૃતલાલ નથુભાઈ તથા મોરબીના રહીશ મહેતા અમૃતલાલ કાસીદાસના સુપુત્ર ભાઈશ્રી હરિલાલ
અમૃતલાલ–એ બંને ભાઈઓએ પૂ. સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન–બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. બંને ભાઈઓની ઉંમર
માત્ર ૨૩ વર્ષની છે, બંને કુમાર–બ્રહ્મચારી છે. લાંબા વખતથી પૂ. ગુરુદેવશ્રીના ચરણે રહીને તેઓ તત્ત્વનો અભ્યાસ
સતત્પણે કરી રહ્યા છે, બંને ઘણા તત્ત્વપ્રેમી, બુદ્ધિશાળી, અને વૈરાગ્યવંત છે, અને પૂ. ગુરુદેવશ્રીની તેમના ઉપર
કૃપાદ્રષ્ટિ છે. નાની ઉંમરે આવું મહાન કાર્ય કરવા બદલ બંને ભાઈઓને ઘણા અભિનંદન ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા આપતાં પૂ. ગુરુદેવશ્રીને પણ ઘણો ઉલ્લાસ હતો. અને આ ઘણો મંગળ પ્રસંગ છે એમ
તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત તે જ વખતે બાલેસર (મારવાડ) ના રહીશ ભાઈશ્રી હસ્તીમલજી (ઉ. વ. ૪૨)
તથા ઘોડનદી ગામના રહીશ ભાઈ ગિરિધરલાલજી કે જેઓ દરજી જ્ઞાતિના છે–તે બંને ભાઈઓએ પણ આજીવન
બ્રહ્મચર્ય અંગીકાર કર્યું હતું ભાઈ હસ્તીમલજી પણ કુમાર બ્રહ્મચારી છે.
આ પ્રસંગે એક એ પણ જણાવવું યોગ્ય છે કે લાખણકાના રહીશ શાહ આણંદજી વલમજીના સુપુત્ર ભાઈશ્રી
ગુલાબચંદ આણંદજી (ઉ. વ. ૩પ) તેમણે પણ પૂજ્ય ગુરુદેવશ્રી પાસે સં. ૧૯૯પમાં આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું
છે. બ્રહ્મચર્ય લીધું તે વખતે તેમની ઉંમર ૨૭ વર્ષની હતી. તેઓ છેલ્લા આઠેક વર્ષ થયા પૂ. ગુરુદેવશ્રીના ચરણોમાં
રહી તત્ત્વનો અભ્યાસ કરે છે. અને તેઓશ્રી પણ કુમાર–બ્રહ્મચારી છે, તેઓ ઘણા સેવાભાવી છે.
***
આજીવન બ્રહ્મચર્ય
તા. ૨૪–૧–૪૭ માહ સુદ ૧ ગુરુવારના રોજ મોરબીના રહીશ ભાઈશ્રી મનસુખલાલ જીવરાજ મહેતા તથા
તેમના ધર્મપત્ની નવલબેન–તેમણે સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ખાસ બ્રહ્મચર્ય
લેવા માટે મોરબીથી કુટુંબીજનો સહિત પૂ. ગુરુદેવ પાસે આવીને તેમણે પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.
* * * *
નિયમસાર–પ્રવચનોઃ ભાગ ૧
ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવ રચિત નિયમસાર ઉપર શ્રી પદ્મપ્રભમલધારિદેવની ટીકા એટલે તો અધ્યાત્મની
ટોચ! તેના ઉપર વિસ્તૃત પ્રવચનો કરીને પૂ. સદ્ગુરુદેવશ્રીએ અધ્યાત્મના અતિ ગહન વિષયોને સમજવા સુગમ કરી
દીધા છે. પહેલા જીવઅધિકાર (ગા. ૧ થી ૧૯) ઉપરનાં પ્રવચનો પ્રગટ થઈ ગયાં છે. અધ્યાત્મ રસિકજનોએ અવશ્ય
તેનો અભ્યાસ–મનન કરવા યોગ્ય છે, પૃષ્ટ ૩૨૦ કિંમત. રૂા. ૧–૮–૦