Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
ઃ ૯૪ઃ આત્મધર્મઃ ૪૧
અભિનંદનપત્ર।। ૐ શ્રી કુંદકુંદાચાર્યદેવાય નમઃ।।
શ્રીમાન, દાનવીર, તીર્થભક્તશિરોમણિ, જૈન દિવાકર,
જૈન સમ્રાટ, રાયબહાદુર, રાજ્યભુષણ, રાજ્યરત્ન
રાવરાજા, રઈસઉદ્રોલા, સર શેઠશ્રી હુકમચંદજી સાહેબ નાઈટ
અત્ર બિરાજતા પૂજ્ય આત્મસ્વરૂપસ્થ સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી, સદુપદેશ દ્વારા વીતરાગી વિજ્ઞાનનો
પ્રચાર કરવામાં સતત પ્રયત્ન કરી રહ્યા છે તેવી હકીકત આપશ્રીના જાણવામાં આવતાં, આપ ધર્મપ્રેમી હોવાથી
સહકુટુંબ સંવત ૨૦૦૧માં પધારી સદ્ગુરુદેવશ્રીના પ્રવચન–શ્રવણનો લાભ લઈ પ્રમોદ પામ્યા અને તેના ઉત્સાહ
તરીકે તે જ સમયે આપે રૂા. ૧૨પ૦૧), આપના ધર્મપત્નીશ્રીએ રૂા. ૧૨પ૦૧), આપના સ્વર્ગસ્થ બંધુ કલ્યાણમલજી
સાહેબના ધર્મપત્નીશ્રીએ રૂા. પ૦૦૧) તથા સાથે પધારેલ માનવંતા શેઠશ્રી શેઠજીએ રૂા. પ૦૧) એ પ્રમાણે ઉદાર
સખાવત જાહેર કરી ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરી છે.
એક વિશાલ પ્રવચન મંડપ ૧૦૦×પ૦ ફીટના માપનો બાંધવાનો નિર્ણય કરી, આપશ્રીને તે મંડપનું
શિલાન્યાસઆરોપણ કરવા અત્રે પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું અને તે આપે સહર્ષ સ્વીકારી અત્રે
પધારવાની તસ્દી લઈ શિલાન્યાસરોપણવિધિ કર્યો; તે માંગલિક પ્રસંગે પણ આપે રૂા. ૧૧૦૦૧) આપી ધર્મપ્રેમ
પ્રદર્શિત કર્યો છે. ત્યારબાદ આપશ્રી અહોનિશ સદ્ગુરુદેવ પ્રત્યે, અહીંના જિજ્ઞાસુઓ પ્રત્યે અને અહીંથી પ્રચાર
પામતા સત્ય ધર્મ પ્રત્યે સતત ભાવના, અનુમોદના સેવી રહ્યા છો તે ગુણોથી આકર્ષાઈ તે મંડપનું ‘ભગવાન
શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ તરીકે નામકરણ સહ ઉદ્ઘાટન કરવાને પધારવા આપશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું
અને તે આપે સપ્રેમ સ્વીકારી, પકવ ઉંમર અને નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ બહુ દૂરથી આપે, શ્રીમાન
રાયબહાદુર રાજકુમારસિંહજી સાહેબે, આપના સમસ્ત કુટુંબ અને મિત્રવર્ગે અત્રે પધારવા તસ્દી લીધી છે તે માટે
તથા ગઈકાલે આપશ્રીએ રૂા. ૭૦૦૧), આપના ધર્મપત્નીશ્રી સૌ. દાનશીલા કંચનબાઈજીએ રૂા. ૭૦૦૧, કુમારશ્રી
રાજકુમારસિંહજીએ રૂા. ૭૦૦૧), આપશ્રીના પૌત્ર રાજા બહાદુરસિંહજીએ રૂા. ૭૦૦૧) આપશ્રીના પુત્રવધુશ્રી સૌ.
પ્રેમકુમારીદેવીજીએ રૂા. ૭૦૦૧) જેવી ઉદાર સખાવત કરી છે તે માટે પણ અમે સૌ આપ સર્વનો હૃદયપૂર્વક ઉપકાર
માનીએ છીએ.
આપે આપની મુસાફરીને ‘સોનગઢ–યાત્રા’ નામ આપી સફળ કરી છે તથા સોનગઢ (સુવર્ણપુર) ની
‘તીર્થસ્થાન’ તરીકેની પ્રસિદ્ધિને વેગ આપ્યો છે.
આપ શ્રીસદ્દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે સદા હાર્દિક ભક્તિ દર્શાવી રહ્યા છો તે સાથે આહારદાન, શાસ્ત્રદાન,
અભયદાન, ઔષધિદાનમાં લાખો રૂપિયાના દાનથી સંસ્થાઓ સ્થાપી પુણ્ય–કાર્યો કરી રહ્યા છો તે સુપ્રસિદ્ધ છે.
વિશેષ શું કહીએ? આપે અત્યાર સુધીમાં પંચોતેર લાખ રૂપિયા ઉપરાંતની બાદશાહી સખાવત કરી જૈન ધર્મનો
કીર્તિધ્વજ ફરકાવ્યો છે.
છેવટમાં આપ જેવા ઉદારચિત્ત, સદ્ધર્મપ્રેમી શ્રીમાનની, શ્રી રાજકુમારસિંહજીની, આપના સમસ્ત કુટુંબની
સદ્ધર્મ પ્રત્યેની અભિરુચિ તથા ધર્મ–પ્રભાવનાના કાર્યો કરવાની ઉમેદો દિનપ્રતિદિન વૃદ્ધિને પામો તેમ સહૃદય ઇચ્છી
આ ફુલપાંખડીરૂપ અભિનંદન પત્ર આપના કરકમલમાં અર્પણ કરી વિરમીએ છીએ.
સોનગઢ (સુવર્ણપુરી)અમે છીએ
વીર સં. ૨૪૭૩ ફાલ્ગુન શુક્લ ૨આપના ગુણાનુરાગી
શનિવાર, તા. ૨૨–૨–૪૭દોશી રામજી માણેકચંદ તથા
સોનગઢ, ભાવનગર, ગઢડા, બોટાદ, વીંછીયા, પોરબંદર, ગોરડકા, ઉમરાળા, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ શહેર,
જોરાવરનગર, વઢવાણ કેમ્પ, વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, વવાણિયા, ગોંડલ, જેતપુર, લાઠી, અમરેલી,
દામનગર, ધ્રાંગધ્રા, અમદાવાદ, કલોલ, દેહગામ, પાલેજ, મુંબઈ, કરાંચી, સરદાર શહેર, ખસ, નાગનેશ, ચોટીલા,
ચલાળા, સમઢિયાળા, ખંભાત, ભડકવા, ચેલાચંગા, સુદામડા, થાન, મોટા આંકડિયા, લીલીયા, કુંડલા, બાબરા,
બરવાળા, સૂરત, બોરસદ, સાયલા, વડિયા, કલકત્તા, રંગુન તથા આફ્રિકાના નૈરોબી, કેનિયા, મોમ્બાસા આદિ
શહેરોના સમસ્ત મુમુક્ષુઓ.