Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૯૬ઃ આત્મધર્મઃ ૪૧
શ્રીકુંદકુંદ ભગવાનને નમસ્કાર શ્રીમંડપમાં માંગળિક પ્રવચન
ફાગણ સુદ ૧ તા. ૨૧–૨–૪૭ નું પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
આજે ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપના ઉદ્ઘાટનનો માંગળિક દિવસ છે, મંગળ એટલે કે પવિત્રતાને
પમાડે તે; આ આત્મા પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તે ત્રિકાળ મંગળસ્વરૂપ છે. એ આત્માની રુચિ અને
અનુભવથી પર્યાયમાં આનંદ અને પવિત્રતા પમાય છે, તે જ માંગળિક છે.
આત્મા સિવાય બહારના કોઈ સાધનથી આનંદ પમાય એમ કહેવું તે ઉપચાર કથન છે; આત્મા તો મન,
વાણી, દેહથી પાર જ્ઞાન, દર્શન, આનંદની મૂર્તિ છે. શરીરાદિ બાહ્ય પદાર્થોની ક્રિયા તો જડ છે, તેનો કર્તા તો
અજ્ઞાનભાવે પણ આત્મા કદી નથી. શરીર વગેરે સર્વે પદાર્થો સત્તાવાળા છે, આત્માની સત્તા તેનાથી ભિન્ન છે.
પરદ્રવ્યોમાં કાંઈ ઘાલ–મેલ કરવા આત્મા સમર્થ નથી.
આત્માની પર્યાયમાં જે દયાદિ તથા હિંસાદિના શુભ–અશુભ ભાવો થાય તે વિકાર છે, અજ્ઞાની જીવ પોતાના
સ્વભાવને ચૂકીને તે ક્ષણિક વિકારી ભાવોનો કર્તા થાય છે અને તે વિકારી ભાવોને આત્માનું કર્મ (–કર્તવ્ય) માને
છે. પણ આત્માની પર્યાયમાં જે વિકાર થાય છે તેના આશ્રયે કદી પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ થતા નથી.
ધર્મ એ આત્માનો સ્વભાવ છે; જીવ પોતે પાત્ર થઈને સત્સમાગમે તે સ્વભાવ સમજે તો તેને ધર્મ પ્રગટે,
પણ અન્ય કોઈ–તીર્થંકર પણ સમજાવવા સમર્થ નથી. દરેક પદાર્થ સત્ છે, આત્મા પણ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી
સત્ છે. ‘હું સત્ છું, મારું જ્ઞાન, આનંદ વગેરે મારામાં સત્ છે, પરદ્રવ્યો તેનામાં સત્ છે, પરદ્રવ્યમાં મારો કાંઈ
અધિકાર નથી, મારી સત્તા પરથી ભિન્ન છે, પર્યાયમાં જે પુણ્ય–પાપ થાય તે વિકાર છે, એ પણ એક સમય પૂરતા
સત્ છે અને મારો ત્રિકાળી સત્ સ્વભાવ તો પુણ્ય–પાપથી રહિત છે’ એમ પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને
રમણતા તે જ અપૂર્વ આત્મધર્મ છે, અને તે પોતે જ મંગળ છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવના અંતર હૃદયમાં અનંત સર્વજ્ઞ તીર્થંકરોનો આશય ભરેલો છે. અનંત તીર્થંકરો
અને કેવળી સંતોએ જે અનુભવીને કહ્યું છે તે જ જાતની વાત પોતાના અંતર અનુભવમાં ઉતારીને આચાર્યદેવે કરી
છે. તેઓ મુનિદશામાં વર્તતા હતા. માત્ર શરીરની નગ્ન દશા તે મુનિપણું નથી, પણ આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
પૂર્વક તે સ્વભાવમાં લીનતારૂપ સ્થિર પર્યાય થતાં ત્રણ કષાયના અભાવપૂર્વક જે અંતર અનુભવ દશા પ્રગટી એવી
આત્મપર્યાય તે જ મુનિદશા છે. ક્ષણે ક્ષણે અંતર આત્મઅનુભવમાં ઉતરી જાય છે અને વિકલ્પરહિત થઈ જાય છે
આવી ભાવલિંગી મુનિદશામાં શ્રીકુંદપ્રભુ ઝુલતા હતા.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં પુરેપુરું જ્ઞાનસામર્થ્ય છે, તેની શ્રદ્ધા અને એકાગ્રતા પૂર્વક તે પૂરું સામર્થ્ય
જેમને પર્યાયમાં પ્રગટ થયું હોય તેમને સર્વજ્ઞ કહેવાય છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે શ્રી સીમંધર ભગવાન વગેરે
સર્વજ્ઞદેવો બિરાજે છે. શ્રી સીમંધર પરમાત્મા પાસે કુંદકુંદાચાર્યદેવ ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. આમાં
શંકાને કદી સ્થાન નથી, શ્રીકુંદકુંદ ભગવાનને અંતર અનુભવ તો હતો જ, અને શ્રી સીમંધર ભગવાન પાસેથી વિશેષ
સમાધાન મેળવીને ભરતક્ષેત્રે આવ્યા; ત્યાર પછી સમયપ્રાભૃત, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ
વગેરે મહાન શાસ્ત્રોની રચના શાસનના મહદ્ભાગ્યે, કુંદકુંદપ્રભુના વિકલ્પના નિમિત્તથી અને પુદ્ગલ પરાવર્તનના
સ્વતંત્ર પરિણમનથી થઈ ગઈ. એમની દશા કેવળજ્ઞાનની અત્યંત નિકટ વર્તી રહી હતી. એવા શ્રીકુંદકુંદભગવાનનો
અનંત અનંત ઉપકાર વર્તે છે. તેમના અપાર ઉપકારોની જગતને જાહેરાત થાય એ માટે આ પ્રવચન–મંડપ સાથે
શ્રીકુંદકુંદ– ભગવાનનું પવિત્ર નામ જોડીને ‘ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચન મંડપ’ એમ નામ રાખ્યું છે. તેઓશ્રીએ આ
ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા કરી છે.
આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે, તે ત્રણ કાળ ત્રણ લોકમાં દેહાદિ જડ પદાર્થોનો કર્તા નથી. જડપદાર્થોનું હોવાપણું
સ્વતંત્ર છે. જે જીવ પોતાને જડનો કર્તા માને અને