Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
ઃ ૯૮ઃ આત્મધર્મઃ ૪૧
‘કરવી પડે કે ન કરવી પડે’ એ પ્રશ્નનો અવકાશ જ નથી.
વળી અજ્ઞાની એમ માને છે કે ભલે વ્યાપ્યવ્યાપકપણે (એકમેક થઈને) આત્મા પરનું કાંઈ ન કરી શકે, પણ
પરના કામમાં નિમિત્ત તો થાય ને? એમ માનનાર પણ નિમિત્તાધીન દ્રષ્ટિવાળો મિથ્યાત્વી છે. નિમિત્ત–ઉપાદાનના
નામે જીવોમાં ઘણા ગોટા ચાલે છે. જ્યારે જ્યારે જે વસ્તુની ક્રિયા થાય ત્યારે તેની સ્વતંત્ર પર્યાયથી જ તે થાય છે.
અને ત્યારે નિમિત્તરૂપ અનુકૂળ પદાર્થ હોય છે. પરંતુ એકવાર તો એવી સ્વતંત્ર દ્રષ્ટિ કરવી જોઈએ કે મારો ત્રિકાળી
સ્વભાવ કદી કોઈને નિમિત્ત પણ નથી–એમ નિરપેક્ષદ્રષ્ટિ વગર સમ્યગ્દર્શન થાય નહિ.
સમયસારની આત્મખ્યાતિ ટીકામાં શ્રી અમૃતચંદ્રસૂરિએ કહ્યું છે કે–
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।।
આત્મા જ્ઞાન છે, પોતે જ જ્ઞાન છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું
તે અજ્ઞાની–વ્યવહારીજીવોનો મોહ છે. વ્યવહારી અજ્ઞાની જીવો પોતાને પર પદાર્થના કર્તા માને છે. અજ્ઞાનભાવે પણ
આત્મા વિકાર કરે, પરંતુ પરમાં તો કાંઈ કરી શકે નહિ.
પ્રશ્નઃ–વ્યવહારને હેય કહો છો, તો શું સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને જુદા કહેવારૂપ જે વ્યવહાર
છે તે પણ હેય છે?
ઉત્તરઃ–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ભેદરૂપે જાણવા તે વ્યવહાર છે, વ્યવહારને જાણવો તે મિથ્યાત્વ નથી,
કેમકે વસ્તુના સ્વભાવમાં જ કથંચિત્ ગુણભેદ છે. પરંતુ તે ભેદને જાણતાં છદ્મસ્થને વિકલ્પ આવે છે, તે ભેદના
વિકલ્પનો આશ્રય કરવો તે મિથ્યાત્વ છે. ગુણભેદરૂપ વ્યવહાર તો વસ્તુમાં જ છે, પણ પરનું કરવાની તાકાત તો કોઈ
વસ્તુમાં નથી. પુણ્ય–પાપના ભાવને જાણવા તે વ્યવહારનય છે, પણ તે પુણ્ય–પાપ કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન
નથી. સમ્યગ્દર્શન એવી ચીજ છે કે વાણી–વિકલ્પથી તે પકડાય તેમ નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી પણ
વાસ્તવિક સમ્યગ્દર્શન નથી કેમ કે તે પણ પર વસ્તુ છે. અસંગી ચૈતન્યસ્વભાવની પ્રતીત વગર સમ્યગ્દર્શન થાય
નહિ.
જડની અવસ્થા જડથી સ્વતંત્ર જેમ થવાની હોય તેમ જ થાય, આવી માન્યતા તે નિયતવાદ નથી પણ
સમ્યક્શ્રદ્ધાનું કારણ છે કેમકે તેવો વસ્તુસ્વભાવ છે. જેમ જડની અવસ્થા સ્વતંત્ર ક્રમબદ્ધ છે, તેમ ચૈતન્યની અવસ્થા
પણ ક્રમબદ્ધ પોતાથી થાય છે. આત્મામાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ ક્રમબદ્ધ થવાની; આ શ્રદ્ધામાં અનંત
પુરુષાર્થ છે. જેણે એક સમયની પર્યાયનો સ્વીકાર કર્યો તેને કેવળજ્ઞાનની અને આત્માની પ્રતીત થઈ ગઈ. જડની
અવસ્થા તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે થાય છે એવી શ્રદ્ધા થતાં જડનો તો જ્ઞાતા થઈને તે પ્રત્યે ઉદાસીન થયો. હવે
પોતામાં જે ક્રમબદ્ધ અવસ્થા થાય છે તેનો આધાર આત્મદ્રવ્ય છે–એમ દ્રવ્યદ્રષ્ટિ થઈ, એટલે પર્યાયદ્રષ્ટિ અને રાગની
દ્રષ્ટિ ટળી ગઈ. આ રીતે વસ્તુસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન થયા વગર ક્રમબદ્ધ–પર્યાયની શ્રદ્ધા થાય નહિ, ક્રમબદ્ધ પર્યાય
કહો કે સ્વતંત્ર વસ્તુ સ્વભાવ કહો, તેની પ્રતીતમાં જ સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ છે.
જ્યાં બધા જ દ્રવ્યોની અવસ્થા ક્રમબદ્ધ પોતપોતાથી થાય છે, ત્યાં ‘નિમિત્ત હોય તો થાય’ એ વાત જ ક્યાં
રહી? પહેલાં સ્વતંત્ર સ્વભાવનું જ્ઞાન કરે અને દરેક પર્યાયને પણ સ્વતંત્ર કબુલે પછી જ નિમિત્તનું જ્ઞાન સાચું થાય.
જ્યાં સુધી સ્વતંત્ર દ્રવ્ય–ગુણ–પર્યાયને ન સમજે ત્યાં સુધી જીવને નિમિત્તનું જ્ઞાન પણ યથાર્થ હોય નહિ.
નિમિત્ત છે તે તો સમ્યગ્જ્ઞાનનો વિષય છે. સમ્યગ્જ્ઞાન સ્વ અને પર બંનેને જાણે છે. પહેલાં નિરપેક્ષ
સ્વભાવને દ્રષ્ટિમાં સ્વીકાર્યા વગર જ્ઞાન સમ્યક્ થાય નહિ અને જ્ઞાન સાચું ન થાય ત્યાં સુધી તે સ્વ–પરને યથાર્થ
જાણે નહિ. બીજી ચીજ છે પણ તેનાથી આ જીવમાં કાંઈ પણ વિકૃતિ થતી નથી, પોતાના પુરુષાર્થથી જ થાય છે.
ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય લોકમાં સર્વત્ર છે. જ્યારે પદાર્થ ચાલે ત્યારે તેને ધર્મદ્રવ્ય નિમિત્ત કહેવાય છે અને
સ્થિર રહે ત્યારે અધર્મદ્રવ્ય નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીઓ વસ્તુની સ્વાધીન શક્તિને જુએ છે કે જે પદાર્થમાં તેવી
લાયકાત છે તે પોતાની શક્તિથી ચાલે છે અગર સ્થિર રહે છે, અજ્ઞાની પરાધીન દ્રષ્ટિથી જુએ છે કે નિમિત્ત છે માટે
આમ થાય છે અને નિમિત્ત નથી માટે આમ થતું નથી. આ દ્રષ્ટિમાં જ મહાન ભેદ છે. નિમિત્ત તો ‘ધર્માસ્તિકાયવત્’
છે. વસ્તુ પોતાની શક્તિથી જેવું કાર્ય