Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
ઃ ૮૨ઃ આત્મધર્મઃ ૪૧
વર્ષ ચોથુંસળંગ અંકફાગણઆત્મધર્મ
અંક પાંચમો૪૧ર૪૭૩
દરેક દ્રવ્ય અને તેની દરેક પર્યાયની સ્વતંત્રતાનો
ઢંઢેરો
(તા. ૧૬–૧–૪૭ની વહેલી સવારે પૂજ્ય સદ્ગુરુદેવના ઉદ્ગારોને આધારે)
૧. દરેક દ્રવ્ય તે ત્રિકાળી પર્યાયોનો પિંડ છે, અને તેથી ત્રણેકાળની વર્તમાન પર્યાયોને લાયક છે; અને પર્યાય
એક એક સમયની છે તેથી દરેક દ્રવ્ય દરેક સમયે તે તે સમયની પર્યાયને લાયક છે; અને તે તે સમયની પર્યાય તે તે
સમયે થવા લાયક હોવાથી થાય છે; કોઈ દ્રવ્યની પર્યાય આઘી પાછી થતી જ નથી.
૨. માટી દ્રવ્ય(–માટીના પરમાણુઓ) પોતાની ત્રણે કાળની પર્યાયોને લાયક છે, છતાં ત્રણે કાળે તે ઘડો
થવાની જ તેમાં લાયકાત છે એમ માનવામાં આવે તો, માટી દ્રવ્ય એક પર્યાય પૂરતું જ થઈ જાય અને તેના
દ્રવ્યપણાનો નાશ થાય.
૩. માટી દ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે એમ કહેવામાં આવે છે તે, પરદ્રવ્યોથી માટીને જુદી પાડીને
એમ બતાવવા માટે છે કે માટી સિવાય બીજાં દ્રવ્યો માટીનો ઘડો થવાને કોઈ કાળે લાયક નથી. પરંતુ જે વખતે માટી
દ્રવ્યની તથા તેની પર્યાયની લાયકાતનો નિર્ણય કરવાનો હોય ત્યારે, ‘માટી દ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે’
એમ માનવું તે મિથ્યા છે; કેમ કે તેમ માનતાં, માટી દ્રવ્યની બીજી જે જે પર્યાયો થાય છે તે પર્યાયો થવાને માટી દ્રવ્ય
લાયક નથી તોપણ થાય છે–એમ થયું, કે જે સર્વથા ખોટું છે.
૪. ઉપરનાં કારણોએ, ‘માટી દ્રવ્ય ત્રણેકાળ ઘડો થવાને લાયક છે અને કુંભાર ન આવે ત્યાંસુધી ઘડો થતો
નથી’ એમ માનવું તે મિથ્યા છે; પણ માટી દ્રવ્યની પર્યાય જે સમયે ઘડાપણે થવાને લાયક છે તે એક સમયની જ
લાયકાત હોવાથી તે જ સમયે ઘડારૂપ પર્યાય થાય, આઘી–પાછી થાય નહિ. અને તે વખતે કુંભાર વગેરે નિમિત્તો
સ્વયં યોગ્ય સ્થળે હોય જ.
પ. દરેક દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયનું સ્વામી હોવાથી તેની પર્યાય તે તે સમયની લાયકાત પ્રમાણે સ્વયં
થયા જ કરે છે; એ રીતે દરેક દ્રવ્યની પોતાની પર્યાય દરેક સમયે તે તે દ્રવ્યને જ આધીન છે, બીજા કોઈ દ્રવ્યને
આધીન તે પર્યાય નથી.
૬. જીવદ્રવ્ય ત્રિકાળ પર્યાયોનો પિંડ છે તેથી તે ત્રિકાળ વર્તમાન પર્યાયોને લાયક છે. અને પ્રગટ પર્યાય એક
સમયની હોવાથી તે તે પર્યાયને પોતે લાયક છે.
૭. જો એમ ન માનવામાં આવે તો, એક પર્યાય પુરતું જ દ્રવ્ય થઈ જાય. દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું સ્વામી
હોવાથી તેની વર્તમાન વર્તતી એક એક સમયની પર્યાય છે તે તે દ્રવ્યને હાથ છે–આધિન છે,
૮. જીવને ‘પરાધીન’ કહેવામાં આવે છે તેનો અર્થ ‘પરદ્રવ્યો તેને આધીન કરે છે અથવા તો પરદ્રવ્યો તેને
પોતાનું રમકડું બનાવે છે’ એમ નથી, પણ તે તે સમયની પર્યાય જીવ પોતે પરદ્રવ્યની પર્યાયને આધીન થઈ કરે છે.
પરદ્રવ્યો કે તેની કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે, તેને રમાડી શકે, હેરાન કરી શકે કે સુખી–દુઃખી કરી
શકે–એ માન્યતા જુઠ્ઠી છે.
૯. દરેક દ્રવ્ય સત્ છે, માટે તે દ્રવ્યે–ગુણે ને પર્યાયે પણ સત્ છે અને તેથી તે હંમેશા સ્વતંત્ર છે. જીવ
પરાધીન થાય છે તે પણ સ્વતંત્રપણે પરાધીન થાય છે. કોઈ પરદ્રવ્ય કે તેની પર્યાય તેને પરાધીન કે પરતંત્ર
બનાવતાં નથી.
૧૦. એ રીતે શ્રીવીતરાગદેવોએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે.