કેટલાક ગુણો કહી શકું? વિકલ્પ દ્વારા આત્મા ખીલતો નથી. સરસ્વતી જે વીતરાગની વાણી તેના દ્વારા પણ કેવળી
ભગવાનના ગુણો પૂરા કહી શકાય નહિ.
ગુણોના પારને કેમ પામી શકે? શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે...
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...અપૂર્વ. ૨૦
સરસ્વતી પણ આત્માના સ્વરૂપને ન પામી શકે એટલે કે વાણી તરફના વિકલ્પ વડે આત્માનો સ્વભાવ ખીલતો
નથી, પણ વાણીનો વિકલ્પ છોડીને આત્માનો અનુભવ થાય છે, તેની અહીં ભાવના છે.
નથી. તારા અનંત ગુણોના અપાર ભાવને આ સ્તુતિના વિકલ્પરૂપ હદવાળો રાગ પહોંચી શકતો નથી. માટે અમે
સ્તુતિના વિકલ્પને તોડીને, આ રાગ ટાળીને સ્વરૂપની નિર્વિકલ્પ શ્રેણી વડે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કરશું ત્યારે જ
સ્વભાવનો પાર પમાશે.
વાણીમાં સર્વોત્કૃષ્ટ એવી સરસ્વતી પણ તારા ગુણો વર્ણવતાં હારી જાય છે. તો પછી અમે છદ્મસ્થ પામર જીવ તેને
કેવી રીતે વર્ણવી શકીએ? આ સ્તુતિકાર પોતે મહાન સંત નિર્ગ્રંથ મુનિ છે. છતાં ભગવાન પાસે કેટલી પામરતા
વર્ણવે છે! જેને પૂર્ણ સ્વભાવનો વિનય પ્રગટયો હોય તેને અધૂરી પર્યાયનો અહંકાર કેમ હોય? પંચમઆરાના સંત
મુનિ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા છે પણ હજી વચ્ચે એક ભવ બાકી છે તેથી કેવળ માટે ઝંખે છે. આચાર્યદેવ આ
સ્તુતિ કરતાં ખરેખર તો પોતાના સ્વભાવનું બહુમાન લાવીને કેવળજ્ઞાનની ભાવના વધારે છે. હે નાથ! તારા અપાર
કેવળજ્ઞાન પાસે તો અમે મૂર્ખ છીએ, અમારા જેવા છદ્મસ્થ જીવોના જ્ઞાન ઉપર હજી આવરણ છે, જ્ઞાનનો પુરુષાર્થ
ઓછો છે, છતાં તમારી ઓથ લઈને–તમારા જેવો જ પરિપૂર્ણ સ્વભાવ સ્વીકારીને તેના જોરે કહીએ છીએ કે અધુરું
જ્ઞાન કે નબળો પુરુષાર્થ તે અમારું સ્વરૂપ નથી. કેવળજ્ઞાન જેટલો જ અમારો સ્વભાવ છે. આ રીતે દ્રવ્ય અને
પર્યાયની સંધિ વડે પૂર્ણતા પ્રત્યેનો પુરુષાર્થ ઉપાડે છે.