ચૈત્રઃ૨૪૭૩ઃ ૧૧૭ઃ
જવું કે તેઓ સત્ય અને અસત્યને સમાન ગણે છે. તેઓ સત્ય અસત્યનો બરાબર વિવેક કરીને અસત્યનો આદર
જરા પણ કરતા નથી. તેથી–
(૧૧૬) અહીં એ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય જણાવ્યું છે કે જેના આત્મામાં શુદ્ધાત્માની શ્રદ્ધારૂપી સમ્યકત્વ જળ
પ્રવાહ નિરંતર વહે છે અને તેને અતિચાર લગાવતો નથી–કુદેવાદિને માનતો નથી, તેને સમ્યગ્દર્શનને લીધે નવાં કર્મો
બંધાતા નથી અને જુનાં કર્મો પણ ટળી જાય છે.
અષ્ટપ્રાભૃતમાં પહેલાં દર્શનપ્રાભૃતની સાતમી ગાથા પૂરી થઈ. (क्रमशઃ)
* * * *
श्री सर्वज्ञाय नमः।। ૐ ।। श्री वीतरागाय नमः
ભૈયા ભગવતીદાસજી કૃત
ઉપાદાન–નિમિત્ત સંવાદ
લેખાંક પાંચમો
(આ ઉપાદાન–નિમિત્ત સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન વીર સં. ૨૪૭૧ના પર્યુષણ દરમિયાન વંચાઈ
ગયેલ છે તેમાંથી ૩૭ દોહા સુધીનું વ્યાખ્યાન અંક ૪૦માં આવી ગયેલ છે. અહીં ત્યારપછી આગળના
દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)
* * * *
સમ્યગ્દર્શન સુધી તો વાત આવી છે કે–સમ્યગ્દર્શનથી જ જીવને સુખ થાય છે અને સાચા નિમિત્તો હોવા
છતાં સમ્યગ્દર્શન ન હોવાને લીધે જ જીવને દુઃખ છે. સમ્યગ્દર્શનની વાત સ્વીકાર્યા પછી હવે સમ્યક્ચારિત્ર સંબંધી
નિમિત્ત તરફની દલીલ મૂકે છે–
સમ્યક્દર્શ ભયે કહા ત્વરિત મુક્તિમેં જાહિં?
આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિ. ૩૮.
અર્થઃ– સમ્યગ્દર્શન થવાથી શું તરત જ જીવ મુક્તિમાં જાય છે? (ના.) આગળ પણ ધ્યાન નિમિત્ત છે, તે
શીવપદમાં (મોક્ષ) પહોંચાડે છે–આમ નિમિત્તની દલીલ છે.
નિમિત્ત કહે છે કે સમ્યગ્દર્શનથી જ જીવને સુખનો ઉપાય પ્રગટે છે એ વાત સાચી; સમ્યગ્દર્શનથી મુક્તિનો
ઉપાય થાય પણ નિમિત્તના લક્ષે રાગાદિ ભાવથી મોક્ષનો ઉપાય ન થાય. આ રીતે, પંચમહાવ્રતની ક્રિયામાં ધર્મ થાય,
દેવ–ગુરુ–શાસ્ત્ર કે પુણ્યથી લાભ થાય, તીર્થંકર ગોત્રનો ભાવ સારો–એવા પ્રકારની ઊંધી માન્યતાની દલીલ તો હવે
નિમિત્તે છોડી દીધી છે પણ ઉપરની દશામાં નિમિત્તનો આધાર છે એવી દલીલ કરે છે.
સમ્યગ્દર્શન પછી પણ નિમિત્તનું જોર છે. એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ થઈ જતી નથી, સમ્યગ્દર્શન પછી પણ
ધ્યાન કરવું પડે છે; એ ધ્યાનમાં ભેદનો વિકલ્પ ઊઠે છે–રાગ થાય છે, માટે તે પણ નિમિત્ત આવ્યું કે નહિ?
આત્માની સાચી ઓળખાણ પછી સ્થિરતા થતાં ભલે મહાવ્રતાદિના વિકલ્પને છોડી દો, પરંતુ વસ્તુને ધ્યાનમાં ધારવી
તો પડશેને? વસ્તુમાં સ્થિરતા કરવા જતાં રાગમિશ્રિત વિચાર આવ્યા વગર રહેશે જ નહિ. માટે રાગ પણ
નિમિત્તરૂપે આવ્યો કે નહિ? જુઓ નિમિત્ત ક્યાં સુધી પહોંચ્યું? ઠેઠ સુધી નિમિત્તની જરૂર પડી છે–એથી નિમિત્તનું જ
જોર છે–આ નિમિત્તની છેલ્લી દલીલ છે.
નિમિત્તે જે દલીલ કરી તે ભેદના પક્ષની દલીલ છે. સમ્યગ્દર્શન પછી સ્થિરતા કરતાં વચ્ચે ભેદનો વિકલ્પ
આવ્યા વગર રહેતો નથી, વચ્ચે વિકલ્પરૂપ વ્યવહાર આવે છે એ વાત ખરી છે, પરંતુ તે વિકલ્પ મોક્ષમાર્ગમાં કિંચિત્
મદદગાર નથી; નિમિત્તદ્રષ્ટિવાળો તો તે વિકલ્પને જ મોક્ષમાર્ગ સમજી લે છે એ જ દ્રષ્ટિની ભૂલ છે.
આત્માના સ્વભાવની દ્રષ્ટિવંત જીવ અભેદના પક્ષથી સમજે છે એટલે જે ભેદ પડે અને રાગ થાય તેને તે જાણે
છે પણ મોક્ષમાર્ગમાં મદદગારપણે તેને સ્વીકારતા નથી. અને નિમિત્તની પક્કડવાળો અજ્ઞાની ભેદના પક્ષથી વાત કરે છે,
તેને અભેદસ્વભાવનું ભાન નથી એટલે તે એમ માને છે કે ધ્યાન કરતાં વચ્ચે ભેદ ભંગનો વિકલ્પ આવ્યા વગર રહેતો
નથી માટે તે વિકલ્પ જ ધ્યાનમાં મદદગાર છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં જ અંતર છે.
એક ગુણને લક્ષમાં લઈને વિચાર કર્યા વગર ધ્યાન થશે નહિ અને એક ગુણને લક્ષમાં લઈને વિચાર કરવો
તે તો ભેદ–ભંગ છે એ ભેદ ભંગ વચ્ચે આવે જ છે–માટે તે ભેદના રાગની મદદથી જ મોક્ષ થાય છે– એમ નિમિત્તની
દલીલ છે. આ દલીલમાં હવે પરની કાંઈ લપસપ રાખી નથી, હવે તો અંદરમાં જે વિકલ્પરૂપ