Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦૩ઃ
ક્રમાંક श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः (૬)
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા શ્રી
પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં વ્યાખ્યાનો અને ચર્ચાઓનો
ટૂંકસાર
(આ લેખના નં. ૯૬ સુધીના ફકરા અંક ૪૧માં આવી ગયા છે ત્યાર પછી અહીં આપવામાં આવે છે)
(૯૭) વીતરાગધર્મ એ કોઈ પક્ષ નથી, વાડો નથી, કલ્પના નથી, પણ આત્માનું સ્વરૂપ જ વીતરાગ છે.
આત્માનો વીતરાગ સ્વભાવ પોતે જ એમ કહે છે કે વીતરાગતા એ જ ધર્મ છે, જેટલી વ્રત વગેરેની લાગણી ઊઠે તે
રાગ છે–ધર્મ નથી. આવું વીતરાગધર્મ અને રાગનું ભિન્નપણું સમજીને જો વીતરાગને સ્તવે તો તેની સ્તુતિ સાચી છે.
જેને વીતરાગ સ્વભાવનું ભાન છે અને રાગને ધર્મ માનતા નથી એવા જીવોને સાધકદશામાં જ્યારે ભક્તિ–સ્તુતિનો
ભાવ આવે ત્યારે તેમાં વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનું જ નિમિત્ત હોય, રાગી, દેવ, કુગુરુ કે કુશાસ્ત્ર પ્રત્યે તેમને કદાપિ
ભક્તિ જાગે જ નહિ.
(૯૮) તત્ત્વના ભાન વગર ભગવાનની સ્તુતિના પાઠ બોલે પણ તેના ભાવ તો સમજે નહિ. ભાવ
સમજ્યા વગર માત્ર શબ્દો બોલી જાય તેનાથી લાભ થાય નહિ. ‘લોગસ્સસૂત્ર’ માં ચોવીસ તીર્થંકરોનું સ્તવન છે
તેમાં આવે છે કે ‘
विहुयरयमला.’ આ પ્રાકૃત ભાષા છે તેનું સંસ્કૃત ‘विधुय रजमला’ એ પ્રમાણે છે. એટલે કે હે
વીતરાગ દેવ! આપે પૂર્ણ આત્મસ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા વડે ‘विधुय’ એટલે ધોઈ નાખ્યું છે, શું ધોઈ
નાખ્યું છે? કે ‘रजमला’ એટલે રજ અને મળને ધોઈ નાખ્યાં છે. રજ એટલે દ્રવ્યકર્મ અને મળ એટલે ભાવકર્મ.
આમ અર્થ સમજે નહિ અને रयमलाને બદલે કાંઈના કાંઈ પાઠ બોલે તે ભગવાનની સ્તુતિ કહેવાય નહિ. અને જેમ
હોય તેમ પાઠ બોલે તોપણ, જો ભાવ ન સમજે તો, તે પણ ભગવાનની સ્તુતિ નથી. હે જિન! જેમ આપ રાગાદિ
મળનો નાશ કરીને રાગાદિથી રહિત થયા છો તેમ મારો સ્વભાવ પણ તેવો જ છે અને હું પણ તે જ સ્વભાવની
ભાવના વડે રાગાદિ મળને ધોઈને જે પરમાત્મપદને આપ પામ્યા છો તે જ પરમાત્મપદને પામવાનો છું. આવી
યથાર્થ સમજણ જેને હોય તે જ જીવ ભગવાનની સાચી સ્તુતિ કરવાને લાયક છે. ભયથી, ડરથી કે લોકસંજ્ઞાથી કોઈ
પણ કુદેવાદિને માને, તેને માથું નમાવે તે કેવળી ભગવાનનો દુશ્મન છે, સત્યનો અનાદર કરનાર છે. અંશે પણ
વીતરાગની ભક્તિ તેને નથી. સત્ અને અસત્ બંને માર્ગમાં એક સાથે પગ નહિ ચાલે. જેને સત્નું સેવન કરવું હોય
તેણે અસત્નું સેવન છોડવું પડશે. જેમ અડધું દૂધ અને અડધું ઝેર એમ બંને ભેગા કરીને સેવન કરે તો તે એકલા
ઝેરરૂપે જ પરિણમે, તેમ સત્ અને અસત્ બંનેને જે માને તેને એકલા અસત્નું જ સેવન છે. સંસારના લૌકિક કાર્યો
ખાતર જે સત્ને ગૌણ કરીને અસત્નો આદર કરે છે તેને સત્ના અનાદરનું મહાપાપ છે.
(૯૯) વીતરાગ–સર્વજ્ઞ ભગવાનને કોઈની દરકાર ન હતી, તેમણે પોતાના સર્વજ્ઞપણામાં જેવો
આત્મસ્વભાવ જાણ્યો તેવો જ વાણી દ્વારા કહેવાયો છે. સર્વજ્ઞ ભગવાને કહેલી આત્મસ્વભાવની વાત ત્રણકાળમાં ફરે
તેમ નથી. એનાથી અંશ માત્ર પણ જે વિરુદ્ધ માને તે વીતરાગદેવનો પાકો દુશ્મન છે. દુશ્મન કઈ રીતે? વીતરાગદેવને
તો નુકશાન કરવાનો કોઈ સમર્થ નથી પરંતુ જ્યારે વીતરાગદેવને એકેય ભવ નથી ત્યારે આને અનંત ભવ છે.
વીતરાગદેવને અનંત સુખ છે ત્યારે આને અનંતદુખ છે, એ રીતે વીતરાગદેવને જેટલા ગુણો છે તેનાથી વિરુદ્ધ દોષો
તેનામાં (ઊંધી માન્યતાવાળા જીવમાં) છે માટે તે વીતરાગનો વેરી છે.
(૧૦૦) આત્મા વસ્તુ ત્રિકાળ સત્ સ્વયંસિદ્ધ છે, તે પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તેના સ્વરૂપમાં રાગાદિ વિકાર
નથી. દેહની ક્રિયાથી કે રાગભાવથી જેઓ આત્માનો ધર્મ માને તેઓ આત્મસ્વરૂપને જાણનારા નથી, તેઓ
વીતરાગના સાચા ભક્ત નથી. વીતરાગતા અને રાગ તો એકબીજાથી વિરુદ્ધ છે, જે વીતરાગતાનો ઉપાસક છે તેને
રાગનો આદર નથી અને જેને રાગનો આદર છે તે વીતરાગતાનો ઉપાસક નથી. વીતરાગતાનો આદર કરનાર
મોક્ષને સાધે છે અને રાગનો આદર કરનાર સંસારને વધારે છે. વીતરાગ સ્વભાવી આત્મતત્ત્વનો વિરોધ કરનારને
એક પણ ભવ સારો મળવાનો નથી.
(૧૦૧) આ શ્રીઋષભદેવ ભગવાનની સ્તુતિ ચાલે છે, ભગવાનના ગુણોની ઓળખાણ સહિત સ્તુતિ કેવી
હોય અને સ્તુતિ કરનાર ભક્ત કેવા હોય તેનું વર્ણન ઘણું કહેવાયું છે. આ સ્તુતિ (ઋષભજિનસ્તોત્ર) ના રચનાર
શ્રી પદ્મનંદિ