આચાર્ય વન–જંગલમાં વસનારા નિર્ગ્રંથ સંત મુનિ હતા, તેઓને બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રેમ હતો. આ પદ્મનંદી
પંચવિંશતિમાં પચીસ અધિકાર પૂરા કર્યા પછી છેવટમાં એક ખાસ ‘બ્રહ્મચર્ય–અષ્ટક’ નામનો અધિકાર વર્ણવ્યો છે.
જેઓ અપ્રમત્ત અને પ્રમત્ત ભૂમિકાની સહજ ભૂમિકામાં ઝુલી રહ્યા છે, જેઓને કેવળજ્ઞાન લેવાના કોડ ઉઠયા છે, પણ
એક અલ્પ રાગનો વિકલ્પ બાકી રહ્યો છે એવા વીતરાગી સંત આ સ્તુતિ કરે છે. આ સ્તુતિમાં કુલ ૬૧ ગાથા છે,
તેમાંથી પ૮ ગાથા પૂરી થઈ.
સ્વભાવનો પાર તો સ્વભાવ ભાવથી જ પમાય છે પણ વિકલ્પો વડે સ્વભાવનો પાર પામી શકાતો નથી. હે નાથ!
અમે તારા લક્ષે ગમે તેટલી સ્તુતિ કરીએ, પણ તેમાં તો રાગ આવે છે, તે રાગવડે અમે અમારા સ્વભાવની પૂર્ણતા
પામવાના નથી, પણ જ્યારે રાગ તોડીને સ્વરૂપમાં ઠરશું ત્યારે સ્વભાવની પૂર્ણતા થઈને કેવળજ્ઞાન પ્રગટ થશે અને
તે કેવળજ્ઞાન વડે જ આપના અનંત ગુણોના પારને પમાશે.
અન્ન ખાય, પણ પતિની આજ્ઞા માને નહિ–એ તે કાંઈ પત્ની કહેવાય? તેવું અહીં ચાલે તેમ નથી. અહીં તો જે પોતે
ભગવાનનો ભક્ત થયો–તે પોતે ભગવાન થાય એવો માર્ગ છે. પોતાને વીતરાગનો ભક્ત કહેવરાવે અને રાગમાં
ધર્મ માને–એ તે કાંઈ વીતરાગને માન્યા કહેવાય? ‘હે વીતરાગ! જેવા આપ છો તેવો જ હું મારા સ્વભાવે છું રાગ
થાય તેને હું મારા સ્વભાવમાં સ્વીકારતો નથી’–આમ જે માને તે વીતરાગનો ભક્ત છે. અને વીતરાગની રુચિ–
બહુમાન વડે રાગનો નાશ કરીને અલ્પકાળે પોતે વીતરાગ થાય છે. હે નાથ! આપને પૂર્ણ સ્વભાવદશા પ્રગટ છે,
તેની ઓળખાણ અને બહુમાન વડે હવે હું પણ કુદેવાદિની માન્યતા છોડીને અને રાગાદિમાં ધર્મની માન્યતા છોડીને
(–અર્થાત્ ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વને છોડીને) પૂર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાના બળથી
આપ સમાન થવાનો છું–આવી નિઃશંકતા ભગવાનના ભક્તને હોય છે; તે જ જૈન છે.
છે, તેનો પાર પામે તેમ નથી, તેમ સત્દેવ–ગુરુ શાસ્ત્રોએ જેવો પરિપૂર્ણ આત્મસ્વભાવ દર્શાવ્યો તેવો જ હું છું,
આત્મસ્વભાવ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, તેની સ્તુતિ આ વિકલ્પવડે પૂરી થશે નહિ, પણ જ્યારે આ વિકલ્પ તોડીને
સ્વભાવમાં ઠરીશ ત્યારે સ્તુતિ પૂરી થશે અને કેવળજ્ઞાન પ્રગટ થશે. માટે આ સ્તુતિના વિકલ્પના પણ અમે કર્તા
નથી. અજ્ઞાની જીવ જ્યાં ત્યાં વિકારનો કર્તા થાય છે પણ જ્ઞાનીની દ્રષ્ટિ તો બધેથી ઊઠીને એક સ્વભાવમાં જ છે,
તેથી જ્ઞાનીઓ ભક્તિની શુભલાગણીના કર્તા થવા માગતા નથી. તો હવે નિરાધાર થયેલી એવી તે વિકારી લાગણી
ક્યાં સુધી ટકશે? જ્ઞાનીઓ અલ્પકાળે સ્વભાવસ્થિરતાની શ્રેણીવડે તે લાગણી તોડીને સ્વભાવનો પાર પામી જાય છે.
તે લાગણી વડે સ્વભાવ પમાય તેમ નથી.
શુદ્ધઆત્માની દ્રઢ રુચિમાં જે ભક્તિનો વિકલ્પ ઊઠયો છે તે કેટલીક વાર ટકવાનો છે? પંખિણી ગમે તેટલી ઊંચે જાય
પણ આકાશનો અંત પામવાની નથી, છેવટે તો થાકીને નીચે જ આવવાની છે, તેમ ગમે તેવા શુભ વિકલ્પ કરે પણ
તે વિકલ્પથી સ્વભાવની પૂર્ણતા થવાની નથી, અંતે તો વિકલ્પ તોડીને સ્વરૂપમાં સમાઈ જવાનું છે, ત્યારે જ પૂર્ણતા
થશે. વિકલ્પરૂપી પંખિણી આત્મામાં સમાવા લાયક નથી. પોતાના આત્મામાં વીતરાગ સર્વજ્ઞદેવને ઓળખીને અને
આત્મસ્વભાવનું ભાન પ્રગટ કરીને સાધકદશા પ્રગટ કર્યા પછી પૂર્ણતાની ભાવના કરતાં વચ્ચે ભક્તિની વૃત્તિ ઊઠે છે
તેને પણ જ્ઞાની છોડવા માગે છે અને સ્વભાવના પુરુષાર્થવડે વૃત્તિને તોડીને સ્વરૂપમાં સમાવા માગે છે.
અનંતગુણસ્વરૂપ આત્મસ્વભાવ છે તેનો પાર વિકલ્પથી કેમ પામવો? જ્ઞાનસ્વભાવ વડે જ તેનો ખ્યાલ આવે છે.