Atmadharma magazine - Ank 042
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ચૈત્રઃ ૨૪૭૩ઃ ૧૦પઃ
(૧૦૬) રાગમિશ્રિત હોવા છતાં જે જ્ઞાન એક સમયમાં અનંતને ખ્યાલમાં લ્યે છે તે જ્ઞાન જો રાગને તોડી
નાખીને સ્વભાવના જ અવલંબને જાણે તો અનંત લોકાલોકને એક સાથે પ્રત્યક્ષ જાણે એવી તાકાતવાળું છે. આવા
સામર્થ્યને ધારણ કરનાર જ્ઞાનસ્વભાવને વિકલ્પવડે અનુભવી શકાતો નથી.
(૧૦૭) પરવસ્તુને લક્ષમાં લેવી ત્યાં રાગ આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ હોય અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું
લક્ષ હોય તોપણ તેને પર તરફની લાગણી તે રાગ જ છે, તેનાથી ધર્મ નથી. જ્યાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે પણ
રાગ જ છે તોપછી કુદેવાદિને માને તેની તો વાત જ શું? જેને યથાર્થ ગુણોવડે જિનદેવનું સાચપણું ભાસ્યું નથી તે જ
કુદેવને માને છે. અત્યારે તો લોકો જૈન નામ ધરાવીને પણ ઘરમાં લોકપાલ, પીર, ક્ષેત્રપાલ, શીતળા, ગોત્રીજ વગેરે
અનેક પ્રકારે કુદેવને માને છે તે મહા અજ્ઞાન છે. જ્યાંસુધી કુદેવાદિને સાક્ષાત્ આત્માનો ઘાત કરનાર ન માને
ત્યાંસુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી.
(૧૦૮) આર્ય માણસ વ્યવહારમાં પણ માંસ ખાય નહિ. આર્ય માણસને કોઈ માંસાહારી રાજા સાથે સંબંધ
થયો હોય અને કોઈ વાર તે રાજા એમ કહે કે ‘આજે તો આપણે ભેગા બેસીને જમીએ, મારું મન રાખવા થોડીક
માંસવાળી કઢી ચાખો.’ તો રાજાને સારું લગાડવા ખાતર પણ શું આર્ય માણસ તેમ કરશે? નુકશાન થાય તો ભલે
થાય પરંતુ વ્યવહારમાં સારું લગાડવા માટે પણ આર્ય માણસ તે માંસ સામું જુએ નહિ. પાંચ હજાર રૂપિયા આપવા
પડે તો તે આપે પરંતુ માંસ તો ન જ ખાય. તેમ જિજ્ઞાસુ જીવ લોક વ્યવહારમાં કે ઘરમાં સારું લગાડવા માટે
કુદેવાદિને કદી માને નહિ. વ્યવહારે ઘરમાં પણ કોઈ પ્રકારના કુદેવને માને નહિ. કોઈ પ્રકારે કુદેવને માનવા તે ઘોર
પાપ છે. જો કે પરદ્રવ્ય લાભ–નુકશાન કરતું નથી, પરંતુ પોતાનો ઊંધો અભિપ્રાય જ મહા નુકશાનનું કારણ છે.
(૧૦૯) હે જીવ! જો તારે ધર્મ કરવો હોય તો પહેલાં નક્કી કર કે સાચા ધર્મનું સ્વરૂપ દર્શાવનાર કોણ છે?
કેમકે જીવ અનાદિથી ધર્મ સમજ્યો નથી તેથી પોતે સ્વચ્છંંદે ધર્મ સમજી શકે નહિ, માટે સત્ય ધર્મને દર્શાવનારા દેવ–
ગુરુ–શાસ્ત્ર કોણ છે તે પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખ્યા પછી પણ જો પોતે સ્વાશ્રયે
પોતાના સ્વભાવનો અભ્યાસ, પરિચય અને અનુભવ પ્રગટ ન કરે, પણ દેવ–ગુરુ–શાસ્ત્રના જ અવલંબનમાં અટકી
રહે તો તે મુક્તિના માર્ગે વળ્‌યો નથી પણ સંસારમાર્ગે જ છે.
(૧૧૦) અહીં તો જેને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ થઈ છે અને સ્વાશ્રયવડે જેણે સમ્યગ્દર્શન–
જ્ઞાન તથા ચારિત્ર દશા પ્રગટ કરી છે એવા સંત મુનિને ભગવાનની સ્તુતિનો વિકલ્પ ઊઠયો છે, પણ વિકલ્પનો
અનાદર કરતાં કહે છે કે હે નાથ! આત્મસ્વભાવ વિકલ્પગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે. જ્યારે વિકલ્પ તોડીને
સ્વાનુભવમાં લીન થશું ત્યારે રાગનો અભાવ થતાં સ્તુતિ પૂરી થશે અને સ્તુતિના ફળરૂપે પરમ વીતરાગ
કેવળજ્ઞાનદશા પ્રગટ થશે. –પ૯–
(૧૧૧) હવે બે ગાથા બાકી છે, તેમાં આ ૬૦મી ગાથામાં આચાર્યદેવ પોતાની નમ્રતા દર્શાવીને ક્ષમા માગે
છે કે–હે ગુણાગાર પ્રભો! આપના ગુણોનું સ્તવન કરવામાં ઇન્દ્ર પણ અસમર્થ છે, હું અલ્પબુદ્ધિ છું છતાં મેં આપનું
સ્તોત્ર રચવાનું જે સાહસ કર્યું છે તે માટે મને ક્ષમા કરજો.
(૧૧૨) આચાર્યદેવે કયા દોષની ક્ષમા માગી છે? પૂર્ણ વીતરાગી જ્ઞાનઘન સ્વભાવના અનુભવમાં ભંગ
પડીને આજે વિકલ્પ ઊઠયો છે તે દોષ થયો છે અને તેની આચાર્યદેવ ક્ષમા માગે છે–એમ ગૂઢાર્થ છે. હે નાથ! આપનું
કેવળજ્ઞાન અનંત પૂરું છે અને હું તો મતિશ્રુત જ્ઞાનવાળો છું, મારું જ્ઞાન અલ્પ છે, આ અલ્પજ્ઞાનના લક્ષે પૂર્ણતા
પ્રગટવાની નથી, પણ વિકલ્પ અને અપૂર્ણતાનું લક્ષ છોડીને જ્યારે પૂર્ણ સ્વભાવના અનુભવમાં એકાગ્ર થશું ત્યારે તે
પૂર્ણસ્વભાવના અવલંબને જ પૂર્ણતા પ્રગટ થશે. આ રીતે સંત–મુનિ પોતાની નિર્માનતા વ્યક્ત કરે છે અને વિકલ્પ
તોડીને પૂર્ણતા કરવાની ભાવના કરે છે.
(૧૧૩) શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાસ્ત્રને વંદ્ય કહ્યું છે. આ એક શાસ્ત્રના ભાવ બરાબર સમજે તો
અલ્પકાળે મુક્તિ પામે.
(૧૧૪) હે જિનેન્દ્ર! મારા નાનકડા જ્ઞાનમાં મોટી–કેવળજ્ઞાન લેવાની વાત કરી છે, તે માટે ક્ષમા
કરજો...આમાં ખરેખર પોતાના આત્મા પ્રત્યે કહે છે કે હે આત્મન્! હવે આ વિકલ્પથી ખસી જા, રાગથી ખસી જા,
જ્ઞાનમૂર્તિ સ્વરૂપમાં ઠરી જા.