પૂર્ણતા નથી પ્રગટી ત્યાં પૂર્ણદશાના સ્વરૂપનો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પ પણ પૂર્ણદશાને રોકનારો છે. આચાર્યદેવ
કહે છે કે, જેમ હરણી પોતાના બચ્ચાનાં પ્રેમને લીધે તેને બચાવવા વાઘ સામી થાય તેમ પૂર્ણસ્વભાવના બહુમાન વડે
હું અલ્પબુદ્ધિ આ વિકલ્પ વડે તેનું સ્તવન કરવા તૈયાર થયો છું. પરંતુ જેમ હરણી વાઘને ન પહોંચી શકે તેમ આ
વિકલ્પવડે સ્વભાવનું સ્તવન થઈ શકતું નથી. આ જે વિકલ્પ ઉઠયો તે મારો અપરાધ છે. હે નાથ! આપ રાગ
વગરનાં છો તેથી આપની સ્તુતિ કરતાં મારે પણ રાગરહિતપણું પ્રગટ કરવું જોઈએ તેને બદલે મેં જે રાગ કર્યો તે
અપરાધ કર્યો છે. આ રાગને અપરાધ તરીકે કોણ માને? સમ્યગ્દ્રષ્ટિ સિવાય કોઈ આમ માને નહિ. જેને રાગરહિત
નિરપરાધ સ્વભાવનું ભાન થયું છે તે જ રાગને અપરાધ તરીકે જાણીને છોડે છે.
અપરાધ રહિત સ્વભાવ શું અને અપરાધ શું તેની ઓળખાણ તો કરો. નિરપરાધ સ્વરૂપની ઓળખાણ પછી ધર્માત્મા
સમ્યગ્દ્રષ્ટિને જે અલ્પ અપરાધ થાય તેના તે ખરેખર કર્તા નથી પણ જ્ઞાતા જ છે. અજ્ઞાનીને તો અપરાધ અને
નિરપરાધ વચ્ચેના ભેદની જ ખબર નથી, તેણે તો અપરાધથી પાર એવી નિરપરાધ ભૂમિકાને દેખી જ નથી, તેથી
તેને તો એકાંત અપરાધ જ વર્તે છે. અહીં તો જ્ઞાનીની વાત છે, જ્ઞાનીને નિરપરાધ સ્વભાવનું ભાન છે અને અપરાધ
કરવાની ભાવના નથી છતાં જે અલ્પરાગ રહી જાય છે તેને ટાળવા માટે ક્ષમા માગે છે કે, હે વીતરાગ આત્મસ્વભાવ
પરિણતિ! હવે આ વિકલ્પજાળને તોડીને તું સ્વભાવમાં સમાઈ જા. પોતાની પરિણતિમાં જે રાગ છે તે જ અપરાધ છે
અને પોતાની વીતરાગ પરિણતિ વડે તે અપરાધની ક્ષમા થાય છે.
અંધકારનો નાશ કરવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહે! હે નાથ! હું ‘પદ્મ’ છું અને આપ
સૂર્યસમાન છો. મારા આત્મકમળને વિકસાવવા માટે આપના ચરણો સદા પ્રસન્ન રહો.
દાન અધિકાર વર્ણવ્યો છે. પણ તે કોને રુચશે? જેને આત્માની દરકાર હશે તેવા કોમળ હૃદયવાળા ભવ્ય જીવોને તો
આ સાંભળતા ઉલ્લાસ આવશે, પણ જેઓ લક્ષ્મી વગેરેના તીવ્ર લોલૂપી હશે તેવા જીવોને આ ઉપદેશ નહિ રુચે.
ભ્રમર ગૂંજાવર કરતો કરતો જ્યારે ફૂલ ઉપર બેસે ત્યારે, જે કમળનું ફૂલ હોય તે તો ફડાક ખીલી ઊઠે, પણ જે
પત્થરનું ફૂલ હોય તે ખીલે નહિ. તેમ આ અધ્યાત્મરસના ગૂંજારવથી ભરેલો દાન અધિકાર સાંભળતાં જે કમળ જેવા
કૂણાં હૃદયવાળા ભવ્યાત્મા હશે તેનું હૃદયકમળ તો હર્ષથી ખીલી ઊઠશે, પણ જે પત્થર જેવા કઠણ કાળજાવાળા હશે
તેને આ તત્ત્વથી ભરેલા દાનના ઉપદેશની કાંઈ અસર નહિ થાય.
સ્વભાવનું માહાત્મ્ય આપના શ્રીમુખેથી સાંભળીને ભવ્ય જીવો નાચી ઊઠે છે કે–અહા! હું પરમાત્મા છું, મારે મારા
પરમાત્મપદ માટે કોઈ બીજાની ઓશિયાળ નથી, હું સ્વભાવે પરિપૂર્ણ છું, તે સ્વભાવના અવલંબને હવે સંસાર નથી.
મારા આત્મામાં કેવળજ્ઞાનરૂપી તેજનાં નિધાન ભર્યાં છે. જેમાં જે નિધાન હોય તેમાંથી તે પ્રગટે. આત્માનાં
સ્વભાવમાં પૂરાં જ્ઞાનનિધાન ભર્યાં છે, તે નિધાન બહારની ક્રિયાથી કે રાગથી પ્રગટવાનાં નથી પણ સ્વભાવની રુચિ
અને લીનતાથી જ પ્રગટવાનાં છે. આ જે રાગનો વિકલ્પ ઊઠે તે મારા ચૈતન્યનિધાનમાંથી પ્રગટેલી ચીજ નથી.
આત્મા તો એકલા ચૈતન્યનું જ