ઃ ૨૦૬ઃ આત્મધર્મઃ ખાસ અંક
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ, સોનગઢ
ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૪–પ–૪૭ વૈશાખ વદ ૧૪ થી તા. ૨૭–પ–૪૭ સુધી સોનગઢમાં શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી જૈન દર્શન શિક્ષણ વર્ગ ખોલવામાં આવ્યો હતો. આ વખતે શિક્ષણ વર્ગમાં ત્રણ
વિભાગ કરવામાં આવ્યા હતા; તેમાં ‘अ’ વર્ગના વિદ્યાર્થીઓને મોક્ષમાર્ગ પ્રકાશકનો પહેલો અધ્યાય તથા જૈન
સિદ્ધાંત પ્રવેશિકામાંથી અધ્યાય ચોથો શીખવવામાં આવ્યો હતો. ‘ब’ વર્ગના વિદ્યાર્થીઓને જૈન સિદ્ધાંત
પ્રવેશિકામાંથી અધ્યાય બીજો–તથા આત્મસિદ્ધિની ગાથા ૪૦ થી ૯૦ સુધી શીખવવામાં આવેલ હતું. અને ‘क’
વર્ગના વિદ્યાર્થીઓને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી બીજા અધ્યાયના ૧૭૩ પ્રશ્ન સુધી તથા આત્મસિદ્ધિની ગાથા ૧ થી
૨૩ સુધી શીખવવામાં આવેલ હતું. તા. ૨૮–પ–૪૭ ના રોજ ત્રણે વર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને
પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને લગભગ ૨૦૦) રૂ. નાં પુસ્તકો ઇનામ તરીકે વહેંચવામાં આવ્યા હતા. પરીક્ષા બાદ બીજે
દિવસે “શ્રીમદ્ રાજચંદ્ર” એ મથાળાવાળો એક નિબંધ અમદાવાદના શેઠ માણેકલાલ પ્રેમચંદની સૂચનાથી
લખાવવામાં આવ્યો હતો, તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને લગભગ ૧૦૦) રૂ. નાં પુસ્તકો ઇનામ તરીકે વહેંચવામાં
આવ્યા હતા. વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નપત્ર તથા તેના સાચા જવાબો નીચે આપવામાં આવે છે.
શ્રી જૈન દર્શન શિક્ષણ વર્ગ– પરીક્ષા
વર્ગ अ
સમય સવારના ૯–૧પ થી ૧૧. તા. ૨૮–પ–૪૭
(મોક્ષમાર્ગ પ્રકાશક)
(૧) પંચપરમેષ્ઠિનું સ્વરૂપ લખો. ૧૦
(૨) अ. મંગળ કરવાવાળાને સહાયતા નહિ કરવામાં તથા મંગળ ન કરનારને દંડ ન આપવામાં
જિનશાસનના ભક્ત દેવાદિક કેમ નિમિત્ત બનતા નથી, તેના કારણો આપો. ૧૨
ब. કેવાં શાસ્ત્ર વાંચવા–સાંભળવા યોગ્ય છે.
ક. “सिद्धो वर्णसमाम्नायઃ” નું રહસ્ય સમજાવો.
(જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
(૩) अ. સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછા ને વધુમાં વધુ કેટલા ભાવો હોય છે? ને તે કઈ
અપેક્ષાએ? ૧૦
ब. ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ કયા કયા કર્મોનો થઈ શકે?
क. મુક્ત જીવોને કયા ભાવો હોય છે અને તેના પેટા ભેદો કયા કયા છે?
ड. દ્રવ્યેન્દ્રિય તથા ભાવેન્દ્રિયનું સ્વરૂપ સમજાવો.
(૪) ક્ષાયિક સમ્યક્ત્વ, લેશ્યા, અચક્ષુદર્શન, સંજ્ઞા, મનઃપર્યયજ્ઞાન, દેશસંયમ, લબ્ધિ, ઉપયોગ. ૮
ઉપરના બોલો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે?
अ. દ્રવ્ય હોય તો કયું દ્રવ્ય?
ब. ગુણ હોય તો કયા દ્રવ્યનો?
क. પર્યાય હોય તો કયા દ્રવ્યનો, કયા ગુણનો? તથા વિકારી કે અવિકારી?
ड. પાંચ ભાવોમાંથી તે દરેકને કયો ભાવ લાગુ પડી શકે?
(પ) अ. દર્શન ઉપયોગના પ્રકાર લખો. દરેક જ્ઞાનોપયોગ પહેલાં દર્શન ઉપયોગ હોય? હોય તો કેની પહેલાં
કયો? ન હોય તો કારણ શું? તે સમજાવો. ૬
ब. જગતનાં બધા દ્રવ્યોમાં કયા ગુણો અને ભાવો સામાન્ય હોય?
क. ઉત્કૃષ્ટ શુક્લ લેશ્યા ધર્મનું કારણ કહેવાય કે નહિ તે કારણ આપી સમજાવો.
(૬) લેશ્યા, યોગ, વિગ્રહગતિ, સંપ્રતિષ્ઠિત પ્રત્યેક, સંકલેશ પરિણામ, નિર્વૃત્યપર્યાપ્તક સમજાવો. ૪
‘अ’ વર્ગના પ્રશ્નોના જવાબ
પહેલા પ્રશ્નનો જવાબ
પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ
શ્રી અરિહંતનું સ્વરૂપ–ગૃહસ્થપણું છોડી સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક સ્વરૂપ સ્થિરતા સાધતાં નિશ્ચયરત્નત્રયરૂપ
મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવ સાધનવડે અનંતચતુષ્ટરૂપે જે બિરાજમાન થયા છે તે અરિહંત ભગવાન છે.
તેઓ અનંતજ્ઞાન વડે પોતપોતાના અનંત ગુણ–પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી
પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શનવડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંત વીર્યવડે એવા ઉપર્યુક્ત