ઃ ૨૪૨ઃ આત્મધર્મઃ ૪૭
૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી
સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું–એમ નથી. પણ જે ક્ષણે પોતાની લાયકાત છે તે ક્ષણે જીવ પોતાની
શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે શાસ્ત્રને આવવું જ પડે તેમ
નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું–એમ પણ નથી.
આત્માના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે; તે જ્ઞાન નિમિત્તના
અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે.
૭. કુંભારને લીધે ઘડો થયો નથી
માટીની જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય
છે, અને તે વખતે કુંભારની હાજરી (ઉપસ્થિતિ) તેના પોતાના કારણે હોય છે–તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે
વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ–એમ નથી; ઘડો
થવાનો હતો માટે કુંભારને આવવું પડયું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો
છે અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ
કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી.
૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ.
પ્રશ્નઃ– જ્યાં સુધી કુંભારરૂપ નિમિત્ત ન હતું ત્યાંસુધી માટીમાંથી ઘડો કેમ ન થયો?
ઉત્તરઃ– અહીં એ ખાસ વિચારવાનું છે કે–જે વખતે માટીમાંથી ઘડો નથી થયો ते वखतે
તેનામાં શું ઘડોથવાની યોગ્યતા છે? કે ઘડો થવાની યોગ્યતા જ નથી?
જો એમ માનવામાં આવે કે ‘માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે,
પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થતો,’ તો એ માન્યતા બરાબર નથી. કેમકે જ્યારે માટીમાં ઘડારૂપ અવસ્થા નથી
થઈ ત્યારે તેમાં પિંડરૂપ અવસ્થા છે, અને તે વખતે તે અવસ્થા થવાની જ તેની યોગ્યતા છે. જે સમયે માટીની
પર્યાયમાં પિંડરૂપ અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડારૂપ અવસ્થાની પણ યોગ્યતા હોઈ શકે જ નહિ–
કેમકે एक ज पर्यायमां एक साथे बे प्रकारनी योग्यता होई शके ज नहि। આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે, તે
દરેક ઠેકાણે લાગુ પાડવો.
આ સિદ્ધાંતથી નક્કી થયું કે માટીમાં જે વખતે પિંડરૂપ અવસ્થા હતી તે વખતે તેનામાં ઘડારૂપ અવસ્થાની
योग्यता ज न हती તેથી જ તેમાં ઘડો થયો નથી; પરંતુ કુંભાર ન હતો માટે ન થયો એ વાત ખોટી છે.
૯. ‘નિમિત્તો ન મેળવે તો કાર્ય ન થાય’ એ માન્યતાનું મિથ્યાપણું, અને તે સંબંધી પુત્રનું દ્રષ્ટાંત
‘કોઈને પુત્ર થવાનો હતો પણ વિષય રૂપ નિમિત્ત ન મળ્યું માટે ન થયો’ એ વાત મિથ્યા છે. જો પુત્ર
થવાનો જ હોય તો જે વખતે થવાનો હોય તે વખતે થાય જ, અને તે વખતે વિષયાદિ નિમિત્ત સ્વયં હોય. પુત્ર એટલે
કે એક આત્મા અને અનંત રજકણો આવવાના તો છે પણ પતિ–પત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું
નિમિત્ત નથી મળતું તેથી તે આવતા અટકી ગયાં–એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ
અને અનંત રજકણોની ક્ષેત્રાંતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી.’ પુત્ર
આવવાની લાયકાત તો હતી પણ નિમિત્ત ન મળ્યું માટે ન આવ્યો, ને નિમિત્ત મળ્યું ત્યારે આવ્યો’–એ માન્યતાનો
અર્થ એ થયો કે નિમિત્ત કાર્ય કર્યું; એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે. અથવા તો માતા–પિતાએ નિમિત્તનો રસ્તો ન
લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યારે તે થાય છે અને તે વખતે
વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે–તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો હતો
તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તેને કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો અશુભ
વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ–એમ નથી, દેહની ક્રિયા થવાની હતી માટે અશુભવિકલ્પ આવ્યો એમ પણ
નથી. દરેક દ્રવ્યે પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે.
૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ, માત્ર પોતાનું લક્ષ ફેરવી શકે
જીવ પોતામાં શુભભાવ કરી શકે; પણ શુભભાવ કરવાથી તે બહારના શુભનિમિત્તોને મેળવી શકે અથવા તો
અશુભનિમિત્તને દૂર કરી શકે–એમ નથી. જીવ પોતે અશુભનિમિત્ત ઉપરથી લક્ષ ફેરવીને શુભનિમિત્તો ઉપર લક્ષ કરે,
પણ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનું શિલાન્યાસ
(ખાતમુહૂર્ત) કરવાનો શુભભાવ જીવે કર્યો,