Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૩ઃ
માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂર્તની ક્રિયા થઈ–એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે
અથવા લક્ષ છોડે, પણ નિમિત્તરૂપ પરપદાર્થોમાં તે કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે; આ
સમજવું તે ભેદજ્ઞાન છે.
૧૧. પંચમહાવ્રતને કારણે ચારિત્રદશા નથી, ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી.
જેને આત્માની નિર્મળ વીતરાગી ચારિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો
વિકલ્પ ઊઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી; ચારિત્ર તો તે જ
સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે.
ચારિત્રદશામાં શરીરની નગ્નદશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ
ઊઠયો તેના કારણે અથવા તો ચારિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાંં ખસી ગયાં–એમ નથી, પણ
તે સમયે લૂગડાંંનાં પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રાંતરની તેવી જ લાયકાત હતી તેથી જ તે ખસ્યાં છે. આત્માએ
વિકલ્પ કર્યો માટે તે વિકલ્પને આધીન લૂગડાંં છૂટી ગયાં–એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાંં છૂટયાં
તે તેનું કર્મ થયું એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે લુગડાંં છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ
પણ નથી; કેમકે જો એમ હોય તો લુગડાંંની પર્યાય તે કર્તા ઠરે અને વિકલ્પ આવ્યો તે તેનું કર્મ ઠરે, એટલે કે બે દ્રવ્યો
એક થઈ જાય. પણ જ્યારે સ્વભાવના ભાનપૂર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર
છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ ‘મેં વસ્ત્ર છોડયાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી
વસ્ત્ર છૂટી ગયાં’ એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગીચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન
રહે, પણ તે વિકલ્પના આશ્રયે ચારિત્રદશા પ્રગટતી નથી.
ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું
નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પૂર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને
ચારિત્રનું નિમિત્ત ક્યારે કહેવાય? જો સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું
નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે–એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી
જ રીતે વ્યવહાર દર્શન વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રના પરિણામ કરું તો તેનાથી નિશ્ચય દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે.
૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન
આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને ‘નિમિત્તથી થાય’ એમ
માને ત્યાં સમ્યક્શ્રદ્ધા નથી, અને સમ્યક્શ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી, શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી,
ત્યાગ સાચો નથી. દરેક વસ્તુમાં સમય–સમયની પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય–સમયની
તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે. અને તે વખતે તે કાર્ય માટે
અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્ત કારણ
કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે.
આત્મા તેમજ દરેક પરમાણુની પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં
આવ્યું એમ નથી, અથવા તો પુસ્તક આવ્યું માટે વિકલ્પ ઊઠયો–એમ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો
વિકલ્પ ઊઠયો–એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે જ્ઞાન થયું–એમ પણ નથી. પણ દરેક દ્રવ્યે તે વખતે
સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગીભેદવિજ્ઞાન એમ જણાવે છે કે–દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર
ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય–એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું
કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાથી લાયકાતથી હોય છે.
૧૩. સુર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો–એ વાત ખોટી
છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે,
અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો– એ
વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગરેને આવવું પડયું–એ વાત પણ ખોટી
છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી
લાયકાત છે.