Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
ઃ ૨૪૪ઃ આત્મધર્મઃ ૪૭
૧૪. કેવળજ્ઞાન અને વજ્રર્ષભનારાચસંહનન–બન્નેની સ્વતંત્રતા
કેવળજ્ઞાન થાય ત્યારે વજ્રર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજ્રર્ષભનારાચસંહનન નિમિત્તરૂપે છે
માટે કેવળજ્ઞાન થયું છે–એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વજ્રર્ષભનારાચસંહનનપણે પરમાણુઓને થવું
પડયું–એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય છે ત્યાં શરીરના પરમાણુઓમાં
વજ્રર્ષભનારાચસંહનનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બન્નેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ
નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજ્રર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની
જ યોગ્યતા હોય–એવો મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી.
૧પ. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી–એ વાત સાચી નથી.
એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી
અટકી જાય. ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ–એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની
લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે, તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીના ક્ષેત્રમાં રહેવાની હોય છે. પણ
પેટ્રોલ છે માટે મોટર ચાલે છે–એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતાની સ્વતંત્ર ક્રિયાવતી શક્તિની
લાયકાતથી ગમન કરે છે. અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ–એમ નથી. જે ક્ષેત્રે જે સમયે
અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્રે અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની
લાયકાતથી જ છૂટા પડયા છે. પેટ્રોલ ખૂટયું માટે મોટર અટકી–એ વાત સાચી નથી.
૧૬. વાણી એની મેળે (–પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી
બોલવાનો વિકલ્પ–રાગ થયો માટે વાણી બોલાણી–એમ નથી અને વાણી બોલાવાની હતી માટે વિકલ્પ
થયો–એમ પણ નથી. રાગના કારણે જો વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને વાણી તેનું કર્મ–એમ ઠરે. અથવા
વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પરમાણુ કર્તા અને રાગ તેનું કર્મ–એમ ઠરે. પણ રાગ
તો જીવની પર્યાય છે અને વાણી તો પરમાણુની પર્યાય છે–તેમને કર્તાકર્મભાવ ક્યાંથી હોય? જીવની પર્યાયની
લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે
વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ હોય તો તેને નિમિત્ત કહેવાય છે. કેવળી ભગવાનને વાણી હોય છતાં રાગ હોતો
નથી.
૧૭. શરીર એની પોતાની યોગ્યતાથી ચાલે છે, જીવની ઇચ્છાથી નહિ.
જીવ ઇચ્છા કરે માટે શરીર ચાલે છે–એમ નથી. અને શરીર ચાલે છે માટે જીવને ઇચ્છા થાય છે–એમ પણ
નથી. શરીરના પરમાણુઓમાં ક્રિયાવતી શક્તિની લાયકાતથી ગતિ થાય છે, ત્યારે કોઈ જીવને પોતાની અવસ્થાની
લાયકાતથી ઇચ્છા હોય છે અને કોઈને નથી પણ હોતી. કેવળીને શરીરની ગતિ હોવા છતાં ઇચ્છા નથી હોતી.
ઇચ્છાના નિમિત્તથી શરીર ચાલે છે–એ વાત ખોટી છે. અને ગતિના નિમિત્તથી ઇચ્છા થાય છે–એ વાત પણ ખોટી છે.
૧૮. વિકલ્પ નિમિત્ત છે માટે ધ્યાન જામે છે–એ વાત સાચી નથી.
ચૈતન્યના ધ્યાનનો વિકલ્પ ઊઠે તે રાગ છે; તે વિકલ્પરૂપી નિમિત્તના કારણે ધ્યાન જામે છે–એમ નથી, પણ
જ્યાં ધ્યાન જામવાનું હોય ત્યાં પહેલાં વિકલ્પ હોય છે. પણ વિકલ્પને કારણે ધ્યાન નથી, ને ધ્યાનને કારણે વિકલ્પ
નથી. જે પર્યાયમાં વિકલ્પ હતો તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હતો અને જે પર્યાયમાં ધ્યાન જામ્યું તે તે
પર્યાયની સ્વતંત્ર લાયકાતથી જામ્યું છે.
૧૯. સમ્યક્નિયતવાદ અને તેનું ફળ
सम्यक् नियतवाद છે. મિથ્યા નિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે
સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી–એવો જ્ઞાનમાં
નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ
નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કાંઈ પણ ફેરવવા હું
સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું’ એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન પરથી
ઉદાસીન થઈ સ્વભાવ તરફ વળ્‌યું.