હવે પોતાની પર્યાય પણ ક્રમબદ્ધ જ છે, તે ક્રમબદ્ધપણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને
દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે. કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારી ક્રમબદ્ધ
પર્યાયો મારા દ્રવ્યમાંથી પ્રગટે છે, ત્રિકાળી દ્રવ્ય જ એક પછી એક પર્યાયને દ્રવે છે, તે ત્રિકાળી દ્રવ્ય રાગસ્વરૂપ નથી,
માટે આ જે રાગ થયો છે તે પણ મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્યક્નિયતવાદનો પોતાના
જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધસ્વભાવ તરફ ઢળ્યું અને તેને સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન
થયાં, પરથી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો, ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી.–આ
સમ્યક્નિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે. પણ જે જીવ નિયતવાદને માને છે એટલે કે જેમ
થવાનું હશે તેમ થશે–એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો
સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે; અને નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ
છે તેથી તે ગૃહીતમિથ્યાદ્રષ્ટિ છે.
બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું એટલે પોતે તેનો જાણનાર રહી
ગયો, જાણવામાં વિકલ્પ નહિ; અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ રીતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં
દ્રવ્યદ્રષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઉડી જાય છે. આવા સમ્યક્ નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એક સાથે સમાઈ
જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે
જ પર્યાય પ્રગટી છે–તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટી તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટી તે સ્વભાવમાં હતી–તે જ
પ્રગટી છે તેથી તે સ્વભાવ, અને તે વખતે પુદ્ગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્ગુરુ
વગેરે હોય તે સદ્ભાવરૂપ નિમિત્ત છે. ક્રમબદ્ધપર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક્ નિયતવાદનો
નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે, આ જૈનદર્શનનું
મૂળભૂત રહસ્ય છે.
તો સ્વભાવનો જ્ઞાતા–દ્રષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ
માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી
તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીતમિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સમ્યક્નિર્ણય તે તો ગૃહીત તેમજ
અગૃહીતમિથ્યાત્વનો નાશ કરનાર છે. સમ્યક્નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયની પર્યાયની
સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર સમજે તો ઉપાદાન–નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી
જાય. કેમકે–જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે, તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક
નિમિત્ત વગર ન થાય’ એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યક્નિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે,
સાચી શ્રદ્ધા–જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે–છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની
વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને
રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતાદ્રષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી
સમ્યગ્દ્રષ્ટિ છે.
‘બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને’ એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ
દ્રષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિ થઈ, એટલે પરને