Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
૨૪૬ઃ આત્મધર્મઃ ૪૭
અને સ્વને વર્તમાન પર્યાય પુરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ
રાગરહિત છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો, અને પરપદાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે
કાળની પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના
નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીત થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો શુદ્ધ છે–એવી પ્રતીતિ
પૂર્વક ‘જે બનવાનું હોય તે બને’ એમ માને છે તે જીવ વીતરાગીદ્રષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે.
નિયતવાદના બે પ્રકાર છે–એક સમ્યક્ નિયતવાદને બીજો મિથ્યાનિયતવાદ. સમ્યક્નિયતવાદતો
વીતરાગતાનું કારણ છે, એનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. કોઈ જીવ ‘જેમ બનવાનું હોય તેમ જ બને છે’ એમ
નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ, નિયતવાદને જે નક્કી
કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું
અભિમાન છોડે નહિ–એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વછંદે પ્રવર્તે–એને ગૃહીતમિથ્યાદ્રષ્ટિ કહ્યો છે.
‘થવાનું હોય તે થાય છે’ એમ માત્ર પર લક્ષે માન્યું તે યથાર્થ નથી, ‘થવાનું હોય તે થાય છે’ એવો જો
યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ
શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ સ્વભાવ ને કર્મ–એ પાંચે સમવાય આવી જાય છે.
૨૩. મિથ્યા નિયતવાદના ઉપલક્ષણો
પ્રશ્નઃ– મિથ્યાનિયતવાદી જીવ પણ પર વસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે ‘જેમ બનવાનું હતું તેમ
બન્યું’ એમ માનીને શાંતિ તો રાખે છે? તો પછી તેને સમ્યક્નિયતવાદનો નિર્ણય કેમ નથી?
ઉત્તરઃ– તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકષાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય
હોય તો, જેવી રીતે તે એક પદાર્થનું જેમ બનવાનું હતું તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ
બને છે–એવો પણ નિર્ણય હોય. અને જો એમ હોય તો પછી ‘હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત
હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે’ એવી બધી માન્યતા ટળી જાય છે. ‘બધું નિયત છે’ એટલે જે
કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ. તો પછી
‘નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય’ એવી
માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સમ્યક્ નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદ્રષ્ટિ ટળી જાય છે.
૨૪. મિથ્યાનિયતવાદને ‘ગૃહીત’ મિથ્યાત્વ કેમ કહ્યું?
પ્રશ્નઃ– મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્તરઃ–નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ
અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું. અને જન્મ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે
મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું
અગૃહીતમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઇન્દ્રિયવિષયોના પોષણ માટે,
‘થવાનું હશે તેમ થશે’ એમ કહી એક સ્વછંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે, અને આ
સમ્યક્નિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે.
૨પ. સમ્યક્ નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીનદ્રષ્ટિ અને સ્વપરની એકત્વબુદ્ધિ ટળે છે.
જે વસ્તુમાં જે વખતે જેવી પર્યાય થવાની હોય અને જે નિમિત્તની હાજરીમાં થવાની હોય, તે વસ્તુમાં તે
વખતે તેવી પર્યાય થાય જ અને તે નિમિત્તો જ તે વખતે હોય. બીજી પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ.
એ નિયમમાં ત્રણકાળ ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે, તેમાં આત્મસ્વભાવના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર આવી જાય છે, અને નિમિત્ત ઉપરની દ્રષ્ટિ ટળી જાય છે. ‘હું પરનો કર્તા તો નથી પણ હું પરનો
નિમિત્ત થાઉં’ એવી જેની માન્યતા છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે પરનું કાર્ય થાય છે–એમ નથી, પણ
સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં’
તેનો અર્થ એવો થયો કે વસ્તુમાં કાર્ય થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું. એટલે તે તો સ્વપરની
એકત્વબુદ્ધિ જ થઈ.
૨૬. લાકડું એની મેળે ઊંચું થાય છે, હાથના નિમિત્તથી નહિ
‘આ લાકડું છે તેનામાં ઊંચું થવાની લાયકાત છે પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઉપડે અર્થાત્