Atmadharma magazine - Ank 047
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
ભાદ્રપદઃ૨૪૭૩ઃ ૨૪૭ઃ
જ્યારે મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઉપડે’–એમ માનનાર જીવો વસ્તુની પર્યાયને સ્વતંત્ર માનતા નથી
એટલે કે તેઓની સંયોગીદ્રષ્ટિ છે; તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી, તેથી મિથ્યાદ્રષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું
નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચું
થાય છે; પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ.
એવો ઉપાદાન–નિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘હાથના નિમિત્તે ઊંચું
થયું’ એમ કહેવાનો માત્ર વ્યવહાર છે.
૨૭. લોકચૂંબક સોયને ખેંચતો નથી.
લોકચૂંબક પત્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોકચૂંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની
યોગ્યતાથી જ ગમન કર્યું છે.
પ્રશ્નઃ– જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોકચૂંબક પત્થર પાસે ન હતો ત્યારે કેમ
ગમન ન કર્યું? અને જ્યારે તે પત્થર નજીક આવ્યો ત્યારે જ કેમ ગમન કર્યું?
ઉત્તરઃ– પહેલા સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તેથી તે વખતે લોકચૂંબક પાસે (સોયને ખેંચાવા
યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ. અને જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોકચૂંબક અને તેના વચ્ચે
અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન–નિમિત્તનો સંબંધ છે કે બન્નેનો મેળ હોય. છતાં એકબીજાના કારણે કોઈની
ક્રિયા થઈ નથી. સોયની ગમન કરવાની યોગ્યતા થઈ માટે લોકચૂંબક નજીક આવ્યો– એમ નથી અને લોકચૂંબક
નજીક આવ્યો માટે સોય ખેંચાણી–તેમ પણ નથી. સોયની ક્ષેત્રાંતરની લાયકાત હોય છે તે જ વખતે લોકચૂંબકમાં તે
ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છે–આનું નામ જ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
૨૮. નિમિત્તપણાની લાયકાત
પ્રશ્નઃ– લોકચૂંબક પત્થર સોયમાં કાંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પત્થરને
નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોકચૂંબક સોયને કાંઈ નથી કરતો છતાં તેને નિમિત્ત કહેવાય છે, તો પછી લોકચૂંબકની
જેમ અન્ય પત્થર પણ સોયને કાંઈ નથી કરતાં છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું?
ઉત્તરઃ– તે સમયે તે કાર્યમાં લોકચૂંબક પત્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય
માટે અનુકૂળતાનો આરોપ આપી શકાય તેવી લાયકાત લોકચૂંબક પત્થરની તે સમયની પર્યાયમાં છે, બીજા પત્થરમાં
તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ
લોકચૂંબકપત્થરમાં
निमित्तपणानी लायकात છે તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત
ઉપાદાનમાં છે. અને એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બંનેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ
નિમિત્ત કહેવાય છે. લોકચૂંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા
માટે તેને ‘નિમિત્ત’ કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે
વ્યવહારે–આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે તેથી તે ઉપાદાન અને
નિમિત્ત બન્નેને જાણે છે.
૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા માટે ધર્માસ્તિકાયનું દ્રષ્ટાંત
બધાય નિમિત્તો ‘ધર્માસ્તિકાયવત્’ છે (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩પ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર
છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત
કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધા નિમિત્તોનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાયમાં નિમિત્તપણાની એવી
લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ, સ્થિતિમાં
નિમિત્ત કહેવાય–એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે.
૩૦. સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા?
સિદ્ધ ભગવાન પોતાની ક્ષેત્રાંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે
ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે, પરંતુ કાંઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ
નથી તેઓ લોકાગ્રે સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત
કહેવાય છે.
પ્રશ્નઃ– સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા નથી?
ઉત્તરઃ– તેમની લાયકાત જ તેવી છે; કેમકે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ
જવાની