Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :
અને તારું બધુંય જાણપણું ઢંકાઈ જશે. જ્ઞાનીઓ ભલે કર્મપ્રકૃત્તિ વગેરેને બહુ ન જાણતા હોય, યાદશક્તિ બહુ ન
હોય, અને તેમને વ્રત–તપ પણ ન હોય, પરંતુ આત્માનુભવની મૂળભૂત કળા તેઓ બરાબર જાણે છે, તેમને
જીવન પૂરું થવાના અવસરે આત્માનુભવની શાંતિ વધી જાય છે અને એ જ સત્ વિદ્યા વડે તેઓ અલ્પકાળે
સંસાર સમુદ્રનો પાર પામી જાય છે. માટે સાચી વિદ્યા એ જ છે.
આથી એમ સમજવું કે–મૂળ પ્રયોજનભૂત આત્મ–તત્ત્વનું જ્ઞાન પહેલાંં કરવું જોઈએ. આત્મસ્વભાવના
જ્ઞાનપૂર્વક જો વિશેષ શાસ્ત્રાભ્યાસ અને યાદશક્તિ હોય તો તે ઉત્તમ છે, આત્મજ્ઞાન પૂર્વકના વિશેષ
શાસ્ત્રાભ્યાસનો કાંઈ નિષેધ નથી, પરંતુ કદાચ કોઈ જીવને તેવા પ્રકારનું વિશેષ જ્ઞાન ન હોય તો પણ, જો
આત્માનું જ્ઞાન હોય તો, તેનું આત્મકલ્યાણ અટકતું નથી. અને આત્મસ્વભાવની જો ઓળખાણ ન કરે તો તેવા
જીવને હજારો શાસ્ત્રોનો અભ્યાસ પણ વ્યર્થ છે–આત્મકલ્યાણનું કારણ નથી. જીવ જો માત્ર શાસ્ત્રના જાણપણામાં
રોકાય પરંતુ શાસ્ત્ર તરફના વિકલ્પથી પાર એવો ચૈતન્ય આત્મસ્વભાવ છે તે તરફ વળે નહિ, તો તેને ધર્મ થતો
નથી, સમ્યગ્જ્ઞાન થતું નથી. અજ્ઞાની જીવ અગિયાર અંગ ભણે છતાં તેમાથી તેને કિંચિત્ આત્મકલ્યાણ નથી. માટે
જ્ઞાનીઓ એ જ કહે છે કે સૌથી પહેલાંં સમ્યક્ પુરુષાર્થ વડે આત્મસ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ–રુચિ–શ્રદ્ધા ને
મહિમા કરો;–બધાય તીર્થંકરોના દિવ્યધ્વનિનો અને બધાય સત્શાસ્ત્રોના કથનનો સાર એ જ છે.
શરીરથી જાુદા ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેનું જ શરણ કર
આ તો જડ પરમાણુઓનો પિંડલો છે, તે પરમાણુઓ આત્માથી જુદા છે, સ્વતંત્રપણે પરિણમે છે, એક
ક્ષણમાં અન્ય રૂપે પરિણમી જશે. આત્મા જાણનાર સ્વરૂપ છે–ચેતન વાળો છે; ચેતનભગવાન આત્માને જડ
શરીરનો આધાર નથી, પણ પોતાના ચૈતન્યપણાનો જ આધાર છે. ચૈતન્યને રાગનો આધાર પણ નથી. હે જીવ,
તને તારું ચૈતન્ય જ એક શરણ છે, શરીર કે રાગ કોઈ તારું શરણ નથી, માટે શરીરથી અને રાગથી જુદા એવા
તારા ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેનું શરણ કરી લે.
જેની સાથે સ્વપ્નેય સંબંધ નથી એવા આ જડ મડદાં સાથે સંબંધ માનીને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે, હે
જીવ! હવે તે માન્યતા છોડ, છોડ! હું તો ચૈતન્ય છું, આ શરીર સાથે મારે કાંઈ સંબંધ નથી, પૂર્વે પણ તેની સાથે
કાંઈ સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ તેની સાથે કાંઈ સંબંધ થવાનો નથી. ચૈતન્ય અને જડ ત્રણે કાળે જુદાં જ
છે. ચૈતન્યને ભૂલીને પરના આશ્રયથી જ દુઃખી થયો છું માટે હવે સ્વાધીન ચૈતન્યને ઓળખીને હું મારું હિત સાધી
લઉં. જગત આખાનું ગમે તે થાવ, તેની સાથે મારે સંબંધ નથી, હું જગતનો સાક્ષી–ભુત, જગતથી ભિન્ન, મારામાં
અચળ એકરૂપ શાશ્વતજ્ઞાતા છું. ખરેખર જગતને અને મારે કાંઈ સંબંધ નથી, હું જ્ઞાતા મારો જ છું.
શરીર અને ચેતનાનું જાુદાપણું
આત્માની ચેતના અખંડ છે, અસંખ્યાત પ્રદેશી ચેતનાના કદી કટકા થતા નથી. શરીરના બે કટકા થાય
ત્યાં પણ ચેતનાના બે કટકા થતા નથી, કેમકે જ્ઞાન તો એવું ને એવું રહે છે. શરીરની એક આંગળી કપાય ત્યાં
કાંઈ જ્ઞાનમાંથી થોડોક ભાગ કપાઈ જતો નથી, કેમકે ચેતના તો અખંડ એક અરૂપી છે અને શરીર તો સંયોગ,
જડ, રૂપી પદાર્થ છે; બન્ને તદ્ન ભિન્ન છે. શરીરના લાખ કટકા થાય છતાં ચેતના તો અખંડ જ છે. ચેતના અને
શરીર કદી પણ એક થયા જ નથી.
શરીર કપાતાં જે જીવોને દુઃખ થાય છે તેઓને શરીર કપાયું તે દુઃખનું કારણ નથી પણ શરીર સાથેની
એકત્વબુદ્ધિ જ અજ્ઞાનીને દુઃખનું કારણ છે; અને સાધક જીવોને જો અલ્પ દુઃખ થાય તો તેમને પોતાના
પુરુષાર્થની નબળાઈથી જે રાગ છે તેને કારણે દુઃખ છે. જો શરીર કપાય તે દુઃખનું કારણ હોય તો આત્માના
સ્વતંત્ર પરિણામ તે વખતે શું રહ્યા? શરીર કપાતું હોય છતાં તે જ વખતે વીતરાગી સંતોને દુઃખ થતું નથી પણ
સ્વરૂપમાં ઠરીને કેવળજ્ઞાન પામી જાય છે. માટે શરીર અને આત્મા સદાય જુદાં જ છે.
જ્ઞાનું સ્વતંત્રપણું
પરાધીન થયેલું જ્ઞાન પણ પોતે સ્વયં પરાધીન થયું છે, કોઈ બીજાએ તેને પરાધીન કર્યું નથી તેથી તે
સ્વતંત્ર–પણે સ્વાધીન થઈ શકે છે. જ્ઞાન તો આત્માનું નિજસ્વરૂપ છે અને ક્રોધાદિક થાય તે વિભાવ છે.
રાગદ્વેષ–ક્રોધાદિને