Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૧ :
–લીધે જ્ઞાનની પ્રવૃત્તિ પરાધીન થઈ રહી છે. જ્ઞાન પોતે રાગાદિમાં અટક્યું છે તેથી જ્ઞાનની શક્તિ હીન થઈ ગઈ
છે, તે જ્ઞાનનો જ અપરાધ છે. જો જ્ઞાન પોતે રાગમાં ન અટકતાં સ્વસ્વભાવમાં લીન થાય તો તેની શક્તિનો પૂર્ણ
વિકાસ થાય છે. જ્ઞાનનો વિકાસ કોઈ રાગાદિ ભાવથી થતો નથી પણ જ્ઞાન સ્વભાવના જ અવલંબનથી થાય છે.
જૈનદર્શનો સાર – ભેદજ્ઞાન ને વીતરાગતા
જૈનધર્મ વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. સત્ને સત્ તરીકે સ્થાપે છે અને અસત્ને અસત્ તરીકે
સ્થાપે છે. પરંતુ બધાને સમાન કહેતો નથી. વીતરાગતારૂપ ભાવને ભલો કહીને તેનું સ્થાપન કરે છે અને રાગ–
દ્વેષ–અજ્ઞાનભાવોને બૂરા કહીને તેનો નિષેધ કરે છે. અર્થાત્ તેને છોડવાનું પ્રરૂપણ કરે છે. પરંતુ એ કોઈ
વ્યક્તિને ભલી–બૂરી કહેતો નથી, ગુણને ભલા કહે છે અને અવગુણને બૂરા કહે છે. ગુણને ભલા તથા અવગુણને
બૂરા જાણવા તેતો યથાર્થ જ્ઞાન છે, તેમાં કાંઈ રાગ–દ્વેષ નથી. જૈનોમાં ગુણની અપેક્ષાએ પૂજા સ્વીકારવામાં
આવી છે. જૈનદર્શનનું મૂળ ભેદ–વિજ્ઞાન છે; તે માટે પ્રથમ ગુણને ગુણ તરીકે અને અવગુણને અવગુણ તરીકે
જાણવા જોઈએ. જ્યાં ગુણને અને અવગુણને બરાબર ન ઓળખે ત્યાં સુધી ભેદજ્ઞાન થાય નહિ, તથા ગુણ પ્રગટે
નહિ ને અવગુણ ટળે નહિ. સમ્યક્પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત કરીને ક્રમેક્રમે રાગ–દ્વેષ ટાળીને વીતરાગતા
પ્રગટ કરવી એ જ જૈનધર્મનું પ્રયોજન છે. અજ્ઞાન કે રાગ દ્વેષનો અંશ પણ થાય તે જૈનધર્મનું પ્રયોજન નથી.
જેટલો રાગાદિભાવ સમ્યક્પ્રકારે ટળ્‌યો તેટલો લાભ અને જેટલો રહ્યો તેનો નિષેધ એવી સાધકદશા છે.
જૈનમતમાં અન્ય મિથ્યા મતોનું ખંડન કરવામાં આવે છે ત્યાં વાદવિવાદનું પ્રયોજન નથી પરંતુ સત્
નિર્ણયનું જ પ્રયોજન છે. પોતાના જ્ઞાનને પ્રામાણિક અને સ્પષ્ટ બનાવવા માટે તેમજ સત્ની દ્રઢતા માટે તે
જાણવું યોગ્ય છે; રાગદ્વેષની વૃદ્ધિ કરવા માટે તે નથી.
જૈનધર્મ તો વીતરાગ ભાવ સ્વરૂપ છે. પહેલાંં સમ્યગ્દર્શનરૂપી જૈનધર્મ પ્રગટતાં શ્રદ્ધામાં વીતરાગભાવ
પ્રગટે છે અને પછી સમ્યક્ચારિત્રરૂપ જૈનધર્મ પ્રગટતાં રાગ ટળીને સાક્ષાત્ વીતરાગભાવ પ્રગટે છે. પરંતુ જ્યાં
સુધી શ્રદ્ધામાં વીતરાગતા ન પ્રગટે અને રાગના એક કણિયાને પણ સારો માને તો ત્યાં સુધી જીવને જૈનધર્મનો
અંશ પણ પ્રગટે નહિ. જૈનદર્શન, પહેલાંં તો શ્રદ્ધામાં વીતરાગભાવ કરાવે છે અને પછી ચારિત્રમાં વીતરાગભાવ
કરાવે છે; પહેલેથી છેલ્લે સુધી જે રાગ થાય તેને તે છોડાવે છે. આ રીતે વીતરાગભાવ એજ જૈનદર્શનનું પ્રયોજન
છે અથવા તો વીતરાગભાવ પોતેજ જૈનધર્મ છે–રાગ તે જૈનધર્મ નથી.
મૃત્યુનો ભય કોને ટળે
મરણનો ભય ક્યારે ટળે? આયુષ્યનો અભાવ તેને લોકો મરણ કહે છે. આયુષ્ય કર્મ તે પુદ્ગલ
પરમાણુઓની અવસ્થા છે. પુદ્ગલની અવસ્થા એક જ સમય પુરતી છે; તેની અવસ્થાનો ઉત્પાદ પહેલાંં આયુષ્યરૂપે
હતો. પછી બીજી અવસ્થામાં તેનું પરિણમન ફરી ગયું અને તે આયુષ્યરૂપે ન પરિણમતાં અન્યરૂપે પરિણમી ગયા,
અને તે જ વખતે શરીરના પરમાણુઓનું પરિણમન પણ ફરી ગયું, તથા આત્માના વ્યંજન પર્યાયની તે ક્ષેત્રે
રહેવાની યોગ્યતા પૂરી થઈ ને તે અન્ય ક્ષેત્રે ચાલ્યો ગયો. –એ રીતે કર્મ, શરીર અને આત્મા એ ત્રણેની અવસ્થાનું
સ્વતંત્ર પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે. પરંતુ એ ત્રણેમાંથી કોઈ (–કર્મ, શરીર કે આત્માનો વ્યંજનપર્યાય)
જીવને દુઃખનું કારણ નથી; દુઃખનું કારણ તો પોતાનો અજ્ઞાન ભાવ જ છે. જેને કર્મ અને શરીરથી ભિન્ન પોતાના
ચૈતન્ય સ્વભાવનું ભાન છે તે તો તેના જ્ઞાતા જ રહે છે, તે શરીરાદિના વિયોગથી આત્માનું મરણ કે દુઃખ માનતા
નથી પણ સંયોગથી ભિન્નપણે પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વભાવને સદાય અનુભવે છે. પણ જેને કર્મ અને શરીરથી
જુદા પોતાના ચૈતન્યસ્વભાવનો અનુભવ નથી તેવા અજ્ઞાની જીવ શરીરાદિના વિયોગથી આત્માનું મરણ અને દુઃખ
માનીને આકુળતા અને રાગ–દ્વેષ વડે દુઃખી થાય છે. એ રીતે તે જીવો અજ્ઞાનભાવ વડે પોતાના ચૈતન્યભાવનો ઘાત
કરે છે તે જ મરણ છે–હિંસા છે. માટે શુદ્ધ ચૈતન્ય–સ્વભાવને જે જાણે તેને જ મરણનો ભય ટળે છે.
જીવ ધર્મકાર્ય ક્યારે કરે?
ભાઈ, તું આત્મા છો, તારું લક્ષણ ચૈતન્ય છે, તું અમૂર્ત છો, અને આ શરીર જડ છે, તે મૂર્ત છે, તારાથી
જુદું છે. આત્મા પોતાની અવસ્થામાં કાર્ય કરી શકે પણ શરીરાદિ પરપદાર્થોની અવસ્થામાં આત્મા કાર્ય કરી શકે
નહિ. આમ સમજીને જીવ જો પોતાના