Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૪ :

વર્ષ પાંચમું : સળંગ અંક : કારતક
અંક ૫હલો : ૪૯ : ૨૪૭૪
શ્રી વીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ અને
તેઓશ્રીનું અછિન્ન શાસન
(સુંદર સ્વર્ણપુરીમાં. એ રાગ)
આજે વીર પ્રભુજી નિર્વાણપદને પામીયા રે....
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન, –
સુર–નર આવે નિર્વાણ કલ્યાણકને ઊજવવા રે.... આજે૦ ૧.
[સાખી]
ચરમ તીર્થંકર વીર પ્રભુ ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી વિરહ પડ્યા દુઃખદાય.
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે...
મુક્તિમાં બિરાજ્યા આજ પ્રભુ ભગવંત, –
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે... આજે૦ ૨.
ત્રીસ વર્ષે તપ આદર્યા લીધાં કેવળજ્ઞાન
અગણિત ભવ્ય ઊગારીને પામ્યા પદ નિર્વાણ.
પ્રભુજી આપે તો આપનો સ્વારથ સાધીયો રે....
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ, –
અમને કેવળના વિરહામાં મૂકી ચાલીયા રે.... આજે૦ ૩.
તોપણ તુજ શાસનમહીં પાકયા અમૌલિક રત્ન,
કુંદ–અમૃત ગુરુ કહાન છે શાસન ધોરી નાથ.
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવીયા રે....
જે છે અમ સેવકના આતમ રક્ષણહાર, –
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપીયા રે... આજે૦ ૪.
ભરતે વીર પ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે....
તે છે કહાન ગુરુનો પરમ પરમ પ્રતાપ, –
–જેણે વીર પ્રભુનો મુક્તિમાર્ગ શોભાવીઓ રે....
–જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે.... આજે૦ પ.
(શ્રી જિનેન્દ્ર સ્તવન મંજરી. નવી આવૃત્તિ પૃ. ૪૨૯)
પુસ્તકો મંગાવનારાઓને
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ–થી રેલ્વે દ્વારા કે પોસ્ટ દ્વારા
પુસ્તકો મંગાવનારા મુમુક્ષુઓને વિનંતિ છે કે તેઓ પોતાનું પૂરું
સરનામું અને રેલ્વે સ્ટેશન સ્પષ્ટ જણાવે.
રેલ્વે સ્ટેશન ન જણાવેલું હોય તેવા પ્રસંગમાં પુસ્તક રવાના
કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.
જિનવર પંથે.
અમે તો જિનવરનાં સંતાન...
જિનવર પંથે વિચરશું....
ગાતાં પ્રભુજીનાં ગુણગાન....
ઉજ્જવલ આત્માને વરશું...
જીવન વીતાવ્યું સ્વ–અર્થે જેણે,
રાજ–પૃથ્વી ત્યાગી એણે,
પામી પૂરણ દશા જ્યાં માન....
જિનવર પંથે... ૧.
સ્વતંત્રતાનાં સૂત્ર શીખવ્યાં,
ભૂલ્યા પંથીને પંથ બતાવ્યાં,
છે જ્યાં જ્ઞાન–દર્શ તપ ભાવ....
જિનવર પંથે.... ૨.
ધર્મોપદેશ દીધાં એણે,
ચાર તીર્થ સ્થાપીને જેણે,
દીધાં દ્રવ્ય–પર્યાયનાં જ્ઞાન....
જિનવર પંથે.... ૩.
રાગ–દ્વેષ જીત્યા જયકારી,
થયા આત્મ–લક્ષ્મીના સ્વામી,
પામી પ્રભુજી કેવળજ્ઞાન....
જિનવર પંથે.... ૪.
શ્રી જિનેન્દ્રસ્તવનાવલી – ચોથી આ૦ પૃ – ૯૭
સુધારો – અંક – ૪૮
પૃ. ૨૬૦ કોલમ ૨ લાઈન ૨૧–
૨૨ “ઉપાદાન–નિમિત્તનો યથાર્થ
નિર્ણય.......... આવી જાય છે” એમ
છાપેલું છે, તેને બદલે આ પ્રમાણે
સુધારીને વાંચવું; “ઉપાદાન–નિમિત્તનો
યથાર્થ નિર્ણય કરે તો તેમાં સમ્યક્
નિયત્વાદનો પણ યથાર્થ નિર્ણય આવી
જાય છે.”